BSE share buy back price all details : બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઇ એ શેર બાયબેક કરવાન ઘોષણા કરી છે. સ્ટોક એક્સચેન્જે જણાવ્યું કે, ડિરેક્ટર બોર્ડની બેઠકમાં બીએસઇને 6 જુલાઇના રોજ 374.80 કરોડ રૂપિયાના ઇક્વિટી શેર બાયબેક કરવાની મંજૂરી છે. તે ટેન્ડર રૂટ મારફતે શેરધારકો પાસેથી બાયબેક કરશે. નોંધનિય છે કે, બીએસઇ એ ભારતનું પહેલી લિસ્ટેડ સ્ટોક એક્સચેન્જ છે. બીએસઇના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસપી) પર લિસ્ટેડ) છે. બીએસઇનું આ બીજું બાયબેક છે. જાણો બીએસઇ ક્યાં ભાવે બાયબેક કરશે અને તેનાથી રોકાણકારોને શું ફાયદો થશે
બીએસઇ ક્યાં ભાવે શેર બાયબેક કરશે
બીએસઇની બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં 374.80 કરોડ રૂપિયાના ઇક્વિટી શેર બાયબેક કરવાની મંજૂરી મળી છે. બીએસઇ શેરધારકો પાસેથી શેર દીઠ 816 રૂપિયાના ભાવે ઇક્વિટી શેર બાયબેક કરશે. કંપની 45,93,137 ઇક્વિટી શેર બાયબેક કરશે, જે કંપનની કુલ પેઇડ ઇક્વિટી કેપિટલના 3.9 ટકા બરાબર છે.
શેરધારકોને શું ફાયદો થશે
બીએસઇની બાયબેક ઓફર શેરધારકો માટે પ્રોફિટ બુકિંગ કરવાનો એક સારો મોકો સાબિત થઇ શકે છે. બીએસઇ એ શેરધારકો પાસેથી શેર દીઠ 816 રૂપિયાના ભાવે ઇક્વિટી શેર બાયબેક કરવાની ઘોષણા કરી છે. જ્યારે ગુરુવારને બીએસઇનો શેર એનએસઇ પર 3.7 ટકા કે 25 રૂપિયા વધીને 705.40 રૂપિયાના ભાવે બંધ થયો હતો. આમ આજના બંધ ભાવ કરતા બાયબેકનો ભાવ 18 ટકા જેટલો ઉંચો છે. સરળ શબ્દોમાં કહીયે તો બાયબેક હેઠળ શેર વેચવાથી બીએસઇના શેરધારકોને 18 ટકા જેટલું રિટર્ન મળશે.
બીએસઇએ આ બાયબેકના મેનેજમેન્ટ માટે નુવામાં વેલ્થ મેનેજમેન્ટની નિમણુંક કરી છે. ઉપરાંત બાયબેકની કામગીરી પર નજર રાખવા માટે એક સમિતિની પણ રચના કરશે.
બીએસઇની શેર હોલ્ડિંગ પેટર્ન
બીએસઇની શેર હોલ્ડિંગ પેટર્ન પર નજર કરીયે તો 30 માર્ચ 2023 સુધી જાહેર શેરધારકો પાસે કંપનીના 10,04,30,610 શેર છે, જે કંપનીના ઇક્વિટી શેરના 74.14 ટકા હિસ્સો છે. તો ટ્રેડિંગ મેમ્બર્સ, એસોસિએટ્સ ઓફ ટ્રેડિંગ મેમ્બર્સ પાસે કંપનીના 3,50,32,281 શેર છે, જે કંપનીની કુલ ઇક્વિટીના 25.86 ટકા સમકક્ષ છે.
BSEનું બીજું બાયબેક, અગાઉ 2019માં બાયબેક કર્યું
બીએસઇનો શેર 3 ફેબ્રુઆરી 2017ના રોજ એનએસઇ પર લિસ્ટેડ થયો હતો. લિસ્ટિંગના બે વર્ષ બાદ જ વર્ષ 2019માં કંપનીએ તેના પ્રથમ શેર બાયબેકની જાહેરાત કરી હતી. તે સમયે કંપનીએ ટેન્ડર ઓફર રૂટ મારફતે ઇક્વિટી શેર દીઠ 680 રૂપિયાના ભાવ શેર બાયબેક કર્યા હતા. તે સમયે કંપનીએ બાયબેક પાછળ કુલ 460 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
બીએસઇના શેરનો દેખાવ
બીએસઇનો શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. બીએસઇનો શેર 6 જુલાઇ, 2023ના રોજ 3.7 ટકા વધીને 705.40 રૂપિયાના ભાવે બંધ થયો હતો. આ શેર એક સપ્તાહમાં 11 ટકા, ત્રણ મહિનામાં 50 ટકા, એક વર્ષમાં 11 ટકા વધ્યો છે. ત્રણ વર્ષમાં આ શેરમાં રોકાણકારોને 325 ટકા જેટલું તગડું રિટર્ન મળ્યું છે.
બાયબેકથી કંપનીને શું અસર થશે?
શેર બાયબેકથી કંપનીને સારી અને ખરાબ બંને પ્રકારની અસર થતી હોય છે. શેર બાયબેકથી કંપનીની ઇક્વિટી મૂડી ઘટે છે. માર્કેટમાંથી બાયબેક કરેલા શેરને ફરીથી ઇશ્યૂ કરી શકાતા નથી. ઈક્વિટી મૂડીમાં ઘટાડો થવાને કારણે કંપનીની શેર દીઠ કમાણી એટલે કે EPS વધી જાય છે. બાયબેકથી શેરને વધુ સારો P/E મેળવે છે.
ટેન્ડર રૂટ હેઠળ કેવી રીતે શેર બાયબેક થશે
બીએસઇ એ ટેન્ડર રૂટ હેઠળ શેર બાયબેક કરવાની ઘોષણા કરી છે. ટેન્ડર રૂટમાં કંપની શેરધારકો પાસેથી સીધા શેરની ખરીદી કરે છે. જ્યારે ઓપન માર્કેટ રૂટ હેઠળ કંપનીઓ માર્કેટમાંથી શેર બાયબેક કરે છે.
ટેન્ડર રૂટમાં બાયબેકની કિંમત નિર્ધારિત હોય છે જ્યારે ઓપન માર્કેટમાં એક મહત્તમ પ્રાઇસ નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે કંપનીઓ ટેન્ડર રૂટ હેઠળ બાયબેકને વધારે પ્રથામિકતા આપતી હોય છે.





