Cheapest Mobile Plans: જિયો, એરટેલ કે વોડાફોન નહીં આ કંપનીના રિચાર્જ પ્લાન સૌથી સસ્તા, અનલિમિટેડ કોલ અને બમ્પર ડેટા

BSNL Cheapest Mobile Plans: રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાના રિચાર્જ પ્લાન મોંઘા થઇ ગયા છે. જો તમે સસ્તા રિચાર્જ પ્લાન શોધી રહ્યા છે તો બીએસએનએલ તમારી માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

Written by Ajay Saroya
July 03, 2024 14:55 IST
Cheapest Mobile Plans: જિયો, એરટેલ કે વોડાફોન નહીં આ કંપનીના રિચાર્જ પ્લાન સૌથી સસ્તા, અનલિમિટેડ કોલ અને બમ્પર ડેટા
Cheapest Recharge Mobile Plans: રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા કંપની દ્વારા ટેરિફ પ્લાન 25 ટકા સુધી મોંઘા કરવામાં આવ્યા છે. (Photo: Freepik)

BSNL Cheapest Mobile Plans: રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઇડિયા એ ટેરિફ મોંઘા કરી દીધા છે. ટેલિકોમ કંપનીઓએ 1 મહિના, 3 મહિના અને 1 વર્ષની વેલિડિટી વાળા તેમના રિચાર્જ પ્લાનમાં લગભગ 25 ટકાનો વધારો કર્યો છે. પરંતુ સરકારી ટેલિકોમ કંપની ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL) હજુ પણ સસ્તી કિંમતે ટેરિફ પ્લાન ઓફર કરતી કંપની છે.

બીએસએનએલના રિચાર્જ પ્લાન હાલના અને નવા બંને યૂઝર્સ માટે છે. જો તમે જિયો, એરટેલ કે વીઆઇ માંથી પોર્ટિંગ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે બીએસએનએલના આ પ્લાન્સને પણ રિચાર્જ કરાવી શકો છો. પૂર્વોત્તર, જમ્મુ-કાશ્મીર અને આસામ ઉપરાંત આ રિચાર્જ સ્કીમ દેશભરમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે બીએસએનએલ હાલમાં 4જી નેટવર્ક સુધી જ સિમિત છે. અમે તમને બીએસએનએલના તે પ્લાન્સ વિશે જણાવી રહ્યા છીએ જે વધુ વેલિડિટી સાથે આવે છે અને કોલિંગ અને ડેટા બેનિફિટ્સ આપે છે.

બીએસએનએલ 107 રૂપિયા રિચાર્જ પ્લાન (BSNL Plan Rs 107)

107 રૂપિયાનો સસ્તો બીએસએનએલ પ્લાન 35 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ રિચાર્જ પ્લાનમાં 3 જીબી 4જી ડેટા અને વોઇસ કોલિંગ માટે 200 મિનિટ મળે છે. બીએસએનએલનો 108 રૂપિયાનો પ્લાન પણ છે, જે ફર્સ્ટ રિચાર્જ કૂપન (એફઆરસી) તરીકે ઓળખાય છે. આ પ્લાન માત્ર નવા યૂઝર્સ માટે જ છે. આ રિચાર્જ પ્લાનમાં દરરોજ અનલિમિટેડ કોલ, 1 જીબી 4જી ડેટા આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

197 રૂપિયાનો બીએસએનએલ પ્લાન : (BSNL Plan Rs 197)

બીએસએનએલના 197 રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી 70 દિવસની છે. આ પ્લાનમાં પહેલા 18 દિવસ માટે 2જીબી 4જી ડેટા, અનલિમિટેડ કોલ અને દરરોજ 100 એસએમએસ મળે છે. યૂઝર્સ 199 રૂપિયાનો પ્લાન પણ પસંદ કરી શકે છે, જેમાં 70 દિવસ સુધી અનલિમિટેડ વોઇસ કોલ આપવામાં આવે છે.

jio airtel vodafone idea recharge plans | new mobile recharge plan price | jio recharge plans | airtel recharge plans | vodafone idea recharge plans | cheapest mobile recharge plans
Jio, Airtel, Vi Recharge Plans: રિલાયન્સ જિયો અને ભારતી એરટેલs રિચાર્જ પ્લાન 3 જુલાઇ અને વોડાફોન આઈડિયા કંપનીના ટેરિફ 4 જુલાઇથી વધાર્યા છે. (Image: Freepik/Social Media)

397 રૂપિયાનો બીએસએનએલ પ્લાન : (BSNL Plan Rs 397)

બીએસએનએલના 397 રૂપિયાવાળા પ્લાનની કુલ વેલિડિટી 150 દિવસની છે. આ પ્લાનમાં પહેલા 30 દિવસ માટે 2જીબી 4જી ડેટા આપવામાં આવે છે. બીએસએનએલનું આ રિચાર્જ અનલિમિટેડ કોલ સાથે આવે છે.

797 રૂપિયાનો બીએસએનએલ પ્લાન : (BSNL Plan Rs 797)

બીએસએનએલના 797 રૂપિયાના પ્લાનની વેલિડિટી 300 દિવસની છે. આ રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં પહેલા 60 દિવસ માટે 2GB 4G ડેટા આપવામાં આવે છે.

1999 રૂપિયાનો બીએસએનએલ પ્લાન : (BSNL Plan Rs 1999)

બીએસએનએલના 1,999 રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે. આ પેકમાં 1 વર્ષ માટે કુલ 600GB ડેટા મળે છે. આ પ્લાનથી યૂઝર્સ થર્ડ પાર્ટી સર્વિસ માટે BSNL ટ્યૂન્સ અને સબ્સક્રિપ્શનનો લાભ લઈ શકે છે.

આ પણ વાંચો | જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા કોનો રિચાર્જ પ્લાન સૌથી સસ્તો? જાણો ફાયદા

તમને જણાવી દઈએ કે બીએસએનએલના આ પ્રીપેડ પ્લાન્સ હવે ખાનગી ટેલિકોમ કંપનીઓ – એરટેલ, જિયો અને વીઆઈ કરતા વધુ સસ્તા છે. જણાવી દઈએ કે ખાનગી ટેલિકોમ કંપનીઓએ હાલમાં જ પોતાના ટેરિફ મોંઘા કર્યા છે અને 3 જુલાઈથી નવા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ