Budget 2023 Halwa ceremony : 26 જાન્યુઆરીએ યોજાશે બજેટ પહેલાની ‘હલવા સેરેમની’, જાણો આ કાર્યક્રમનો ઇતિહાસ અને તેનું મહત્વ

Budget 2023 Halwa ceremony: બજેટ પહેલા યોજાતી ‘હલવા સેરેમની’ (Budget Halwa ceremony) આ વખતે 26 જાન્યુઆરીના રોજ યોજાશે અને તેમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમન (Nirmala Sitharaman) સહિત નાણાં મંત્રાલયના (Finance Ministry) અધિકારીઓ હાજર રહેશે. કોરોના મહામારીના પગલે વર્ષ 2022માં આ કાર્યક્રમ યોજાયો ન હતો. જાણો બજેટ પહેલા કેમ યોજવામાં આવે છે ‘હલવા સેરેમની’ અને તેનો ઇતિહાસ (budget halwa ceremony history)

Written by Ajay Saroya
January 25, 2023 17:26 IST
Budget 2023 Halwa ceremony : 26 જાન્યુઆરીએ યોજાશે બજેટ પહેલાની ‘હલવા સેરેમની’, જાણો આ કાર્યક્રમનો ઇતિહાસ અને તેનું મહત્વ

બજેટ 2023 રજૂ થવામાં હવે થોડાંક જ દિવસો બાકી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમન સંસદમાં 1 ફેબ્રુઆરી 2023ના રોજ સંસદમાં નાણાંકીય વર્ષ 2023-24નું યુનિયન બજેટ રજૂ કરશે. સંસદમાં બજેટ રજૂ થાય તેની પહેલા દર વર્ષ દેશના નાણાંમંત્રી દ્વારા ‘હલવા સેરેમની’નું આયોજન કરવામાં આવે છે. આ વખતે 26 જાન્યુઆરી, 2023ના રોજ નિર્મલા સીતારમન દ્વારા ‘હલવા સેરેમની’ કરવામાં આવશે. જાણો બજેટ પહેલા કેમ યોજવામાં આવે છે ‘હલવા સેરેમની’ અને તેની પાછળનો ઇતિહાસ

લોકસભા 2024ની ચૂંટણી પહેલાનું મહત્વપૂર્ણ બજેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ 2023 રજૂ કરશે. આ બજેટ ઘણી બધી રીતે ખાસ રહેશે, કારણ કે વર્ષ 2024 લોકસભા ચૂંટણીનું વર્ષ છે. આવી સ્થિતિમાં સરકારનું સંપૂર્ણ બજેટ ચૂંટણી પછી જ રજૂ કરવામાં આવશે. ઉપરાંત કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ભારત સહિત વિશ્વની અર્થવ્યવસ્થાને માઠી અસર થઈ છે. આવી સ્થિતિમાં લોકો આ બજેટ પ્રત્યે ઘણી આશા – અપેક્ષાઓ રાખી રહ્યા છે.

શુભ કાર્ય શરૂ કરતી વખતે ‘મોં મીઠુ કરવાની’ પરંપરા

ભારતમાં કોઇ પણ શુભ કાર્ય શરૂ કરવાની પહેલા ‘મોં મીઠુ કરવાની’ પરંપરા છે અને તેનું જ અનુકરણ બજેટમાં કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જ્યારે દેશના બજેટનું પ્રિન્ટિંગ પૂર્ણ થઈ જાય છે અને તે પેક થઈ જાય છે, ત્યારે તે દરમિયાન નાણા મંત્રાલય અને તેના કર્મચારીઓ એક વિશેષ સમારોહનું આયોજન કરે છે. જેને ‘હલવા સેરેમની’કહેવામાં આવે છે.

સરળ શબ્દોમાં કહીયે તો જેવી રીતે શુભ કાર્ય શરૂ કરવામાં આવે ત્યારે મીઠાઈ વહેંચવામાં આવે છે, તેવી જ રીતે બજેટ રજૂ કરતા પહેલા ‘હલવા સેરેમની’ કરીને મોં મીઠુ કરવામાં આવે છે. આ સેરેમની માટે એક મોટી કઢાઇમાં હલવો તૈયાર કરવામાં આવે છે. જો કે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે ‘હલવા સેરેમની’નું આયોજન થઈ શક્યું ન હતું. અલબત્ત, આ ‘હલવા સેરેમની’ ક્યારે અને કેવી રીતે શરૂ થઈ તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ આ પરંપરા દાયકાઓથી ચાલી આવી રહી છે.

‘હલવા સેરેમની’માં કોણ-કોણ આવે છે?

બજેટ પહેલા દર વર્ષે યોજાતી ‘હલવા સેમેરની’નું આયોજન નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. જેમાં દેશના નાણામંત્રી ઉપરાંત નાણાં મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ હાજર રહે છે. નોર્થ બ્લોકમાં આ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરંપરા ખૂબ જ સારી રીતે યોજવામાં આવે છે.

ગોપનીયતાનું વિશેષ ધ્યાન રખાય છે

તમને જાણીને નવાઈ લાગશે કે આ ‘હલવા સમારોહ’ બાદ બજેટ બનાવવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં રહે છે અને લગભગ 10 દિવસ બાદ તેઓ બહાર આવે છે. આ દરમિયાન તેઓ તેમના પરિવાર સહિત સમગ્ર વિશ્વથી ડિસ્કનેક્ટ થઈ જાય છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે, સંસદમાં નાણા મંત્રાલયના ભાષણ પહેલા બજેટ સાથે જોડાયેલી માહિતી લીક ન થાય. આ વખતે બજેટ સત્ર 31 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને 6 ફેબ્રુઆરી 2023 સુધી ચાલશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ