Budget 2023 : આઝાદી બાદ વર્ષો સુધી ચાલુ રહી બજેટ સંબંધિત આ બ્રિટિશ પરંપરા, વાજયેપી સરકારે તોડી

India budget history and time : અંગ્રેજોએ તેમની સગવડતા અનુસાર બજેટ રજૂ કરવાનો સમય ( Budget date and time) નક્કી કર્યો હતો અને તે પરંપરા આઝાદી મળ્યા બાદ પણ ભારતમાં વર્ષો સુધી ચાલુ રહી હતી. જો કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી (Atal Bihari Vajpayee) અને તત્કાલિન નાણાંમંત્રી યશવંત સિન્હાએ આ બ્રિટિશ પરંપરા તોડીને નવી પરંપરા શરૂ કરવાની હિંમત કરી.

Written by Ajay Saroya
January 20, 2023 17:04 IST
Budget 2023 : આઝાદી બાદ વર્ષો સુધી ચાલુ રહી બજેટ સંબંધિત આ બ્રિટિશ પરંપરા, વાજયેપી સરકારે તોડી

(શાજી વિક્રમન) કેન્દ્રીય બજેટ 2023નું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયુ છે. મોદી સરકારના બીજા ટર્મનું આ છેલ્લું પૂર્ણ બજેટ 2023 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ થશે. નાણાં મંત્રી નિર્મલા સિતારમનની આગેવાનીમાં નાણાં મંત્રાલય બજેટ 2023-24ને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. પરંતુ શું તમે જાણો વર્ષ 1999ની પહેલા સાંજે પાંચ વાંગે સંસદમાં રજૂ કરવામાં આવતુ હતુ અને તત્કાલિન નાણાં મંત્રી યશવંત સિન્હાએ આ પરંપરાને પલટાવી દીધી હતી.

શા માટે બજેટ સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતુ હતુ?

આઝાદી પહેલાથી જ ભારતમાં સાંજે 5 વાગ્યે બજેટ રજૂ કરવાની પરંપરા ચાલી રહી હતી. સાંજે 5 વાગે એટલા માટે બજેટ રજૂ કરવામાં આવતુ હતુ કારણ કે ત્યારે બ્રિટનમાં દિવસ રહેતો હતો અને તે સમયે ભારતમાં બ્રિટીશરોનું રાજ ચાલતું હતુ. અંગ્રેજોએ તેમની સગડવતા અનુસાર આ પરંપરા શરૂ કરી હતી. પરંતુ આઝાદી મળ્યા બાદ પણ ભારતમાં આ પરંપરા ચાલુ રહી અને તેના પર કોઈએ ધ્યાન આપ્યું નહીં.

વાજયેપીના શાસનમાં વર્ષ 1999માં વર્ષો જૂની પરંપરા તૂટી

ભારતમાં અંગ્રેજોના સમયથી ચાલી રહેલી આ પરંપરા આઝાદીના 50 વર્ષ બાદ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના શાસનકાળમાં તૂટી હતી. વર્ષ 1999માં જ્યારે તત્કાલિન નાણામંત્રી યશવંત સિન્હાએ બજેટ તૈયાર કરવાનું શરૂ કર્યું ત્યારે તેમનું ધ્યાન સંસદમાં બજેટ રજૂ કરવાના સમય ઉપર ગયું. વર્ષ 1991માં બજેટ રજૂ કરી ચૂકેલા યશવંત સિન્હાને શરૂઆતથી જ સાંજે 5 વાગ્યે બજેટ રજૂ કરવાનો વિચાર પસંદ ન હતો. તેમણે નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત શરૂ કરી, જેમાં નાણાં સચિવ વિજય કેલકર ડી સ્વરૂપનો સમાવેશ થાય છે, જેમણે તમામ બજેટ તૈયાર થતા જોયા હતા.

આ પણ વાંચોઃ Budget 2023 : બજેટ 2023માં સોનું સસ્તુ થશે? સોના-ચાંદીના વેપારીઓ અને જ્વેલર્સની બજેટ અપેક્ષા

બજેટ બાદ ઇન્ટરવ્યુ આપવામાં રાત પડી જતી

સાંજે 5 વાગે કેન્દ્રીય બજેટ રજૂ કરવાની યશવંત સિન્હાની વાત પણ હેરાન કરનારી હતી કારણ કે બજેટ બાદ તરત જ એક પછી એક ટીવી-રેડિયોના સંખ્યાબંધ ઈન્ટરવ્યુ આપવાના રહેતા હતા, જેમાં અડધી રાત જેટલો સમય થઇ જતો અને નાણામંત્રી માટે તે ખૂબ જ થકવી નાખનારું કામ હતું. અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ યશવંત સિન્હાએ નક્કી કર્યું કે બજેટ સાંજેને બદલે સવારે રજૂ કરવામાં આવે અને તેમણે સૌથી પહેલા તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને વિશ્વાસમાં લીધા.

આ પણ વાંચોઃ Budget 2023: વ્યાજદર વધતા હોમ લોનધારકો પર કમરતોડ બોજ , શું નાણામંત્રી બજેટમાં વ્યાજની કર મુક્તિ મર્યાદા વધારશે?

આખરે બ્રિટિશ પરંપરા તૂટી અને બજેટનો સમય બદલાયો

જ્યારે વડાપ્રધાન વાજપેયી (Atal Bihari Vajpayee) દિવસ દરમિયાન સંસદમાં કેન્દ્રીય બજેટની રજૂઆત કરવા તૈયાર થયા, ત્યારે તેમણે લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષને મંજૂરી માટે પત્ર લખ્યો અને 27 ફેબ્રુઆરી 1999ના રોજ યશવંત સિંહાએ પ્રથમવાર વર્ષ 1999-2000નું બજેટ પહેલીવાર દિવસમાં રજૂ કર્યું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ