નાણામંત્રી નિર્મલા સીતારમને બુધવારે મોદી સરકારનું નવમું બજેટ રજૂ કર્યું. સીતારમને બજેટ 2023-24ની રજૂઆત કરતી આમાં ઘણી મોટી યોજનાઓની જાહેરાત કરી છે તો બીજી બાજુ , જ્યારે ઘણા જૂના ટેક્સ હટાવવાનો પણ પ્રયાસ કર્યો છે. નાણાંકીય વર્ષ 2023-24ના બજેટમાં નાણાં મંત્રીએ સીગારેટ મોંઘી કરી છે. તો બીજી બાજુ મોબાઇલ, ટેલિવિઝન જેવી ચીજો સસ્તી કરવામાં આવી છે.
રમકડાં, સાઇકલ અને લીથિયમ બેટરી સસ્તી થઇ
નાણા મંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યુ કે, કસ્ટમ ડ્યૂટી, સેશ, સરચાર્જના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રમકડાંઓ પર લાગુ પડતી કસ્ટમ ડ્યૂટીને 13 ટકા કરવામાં આવી આથી હવે રમકડાં સસ્તા થશે. ઉપરાંત સાઇકલને પણ કરવામાં આવી છે. ઇલેક્ટ્રીક વાહનના વપરાશને વેગ આપવા માટે લિથિયમ આયન બેટરી પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવમાં આવ્યો છે. આથી દેશમાં હવે ઇ-વ્હિકલ સસ્તા થઇ શકે છે.
મોબાઇલ ફોન, કેમેરા સસ્તા થયા
ભારતમાં મોબાઇલ ફોનના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે મોબાઇલમાં વપરાતા વિવિધ કમ્પોનન્ટ પરની આયાત જકાતને ઘટાડવામાં આવી છે. ઉપરાંત કેમેરાના લેન્ચ હવે સસ્તા થશે.

TV, LED અને ઇલે. ચીમની સસ્તી થઇ
સરકારે ટેલિવિઝનમાં વપરાતી પેનલ પરની આયાત જકાત ઘટાડીને 2.5 ટકા કરી દીધી છે. તે ઉપરાંત એલઇડી ટેલિવિઝન સસ્તા કરવામાં આવ્યા છે. બાયોગેસ સંબંધિત ચીજોને પણ સસ્તી કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક ચીમની પરની આયાત જકાત પણ ઘટાડવામાં આવી છે.
સિગારેટ પીવી મોંઘી થઇ
નાણાં મંત્રીએ બજેટમાં કેટલી ચીજવસ્તુઓ મોંઘી કરી દીધી છે. હવે સિગારેટ પરનો ટેક્સ વધારીને 16 ટકા કર્યો છે.

સોના-ચાંદી અને પ્લેટિનમની ખરીદી મોંઘી થઇ
હવે સોના, ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમમ ધાતુઓ ખરીદવી મોંઘી થશે. ઉપરાંત પીત્તળના વાસણો પર મોંઘા થશે.