scorecardresearch

Income Tax Slabs Budget 2023 : બજેટ 2023 ઇન્કમ ટેક્સમાં મોટી રાહત, 7 લાખ સુધી કોઇ ટેક્સ નહી

Budget 2023 Income Tax Slabs : નાણાં મંત્રી નિર્મલા સીતારમને (Nirmala Sitharaman) બજેટ 2023-24માં (Budget 2023) કરદાતાઓને (taxpayer) મોટી રાહત આપતા કરમુક્ત આવકની (tax free income limit) મર્યાદા વધારી છે. હવે વાર્ષિક 7 લાખ રૂપિયા (7 lakh rupee income tax free) સુધીની વાર્ષિક આવક પર કરદાતાએ કોઇ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

Budget 2023 | India Budget 2023 | Union Budget 2023
Union Budget 2023-24 : ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર

નાણાં મંત્રી નિર્મલા સીતારમને બજેટ – 2023માં કરદાતાઓને મોટી રાહત આપી છે. સંસદમાં બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી જણાવ્યુ કે, નવી ઇન્કમ ટેક્સ સિસ્ટમ હેઠળ કરદાતાઓને આકર્ષવા માટે કરમુક્ત વાર્ષિક આવક મુક્તિની મર્યાદા વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધી વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ ટેક્સ વસૂલવામાં આવતો ન હતો.

7 લાખ રૂપિયાની વાર્ષિક આવક હવે કરમુક્ત

નાણાં મંત્રીએ કરદાતાઓને મોટી રાહત આપી છે. જેમાં નવી ટેક્સ સિસ્ટમ હેઠળ કરમુક્ત આવકની મર્યાદા વધારીને વાર્ષિક 7 લાખ રૂપિયા છે, એટલે કે કરદાતાએ 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ ચૂકવવો પડશે નહીં. અત્યાર સુધી આ કરમુક્ત આવકની મર્યાદા વાર્ષિક 5 લાખ રૂપિયા હતી.

બજેટ 2023માં ઇન્કમ ટેક્સ સ્લેબના નવા રેટ

વાર્ષિક 9 લાખ સુધીની આવક પર હવે 45,000 હજારનો ટેક્સ

નાણામંત્રી નિર્મલા સીતારમણ (નાણા મંત્રી નિર્મલા સીતારમણ)એ તેમના બજેટ ભાષણ દરમિયાન આવકવેરા સ્લેબમાં ફેરફારની મોટી જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે હવે 7 લાખ સુધીની કમાણી કરનારાઓએ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે આ કરમુક્તિ નવી અને જૂની બંને ઇન્કમ ટેક્સ સિસ્ટમ પર લાગુ થશે. આ સાથે નાણામંત્રીએ કહ્યું કે 9 લાખ રૂપિયા સુધીની આવક પર માત્ર 45 હજાર રૂપિયા જ ટેક્સ ચૂકવવો પડશે.

જૂનું ઇન્કમ ટેક્સ સિસ્મટ નાબૂદ કરાઇ

નિર્મલા સીતારમણે જૂની ટેક્સ સિસ્ટમ નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. નવી ટેક્સ સિસ્ટમમાં સાતના બદલે માત્ર 5 ટેક્સ સ્લેબ હશે. જૂની ટેક્સ સિસ્ટમ હવે રદ કરવામાં આવી છે.

કેટલી કમાણી પર હવે કેટલો ઇન્કમ ટેક્સ લાગશે

નવી ટેક્સ સ્લેબ સિસ્ટમ હેઠળ 3 થી 6 લાખ રૂપિયાની કમાણી કરનારાઓ પર પાંચ ટકા ટેક્સ લાગશે. જ્યારે 6 લાખથી 9 લાખ રૂપિયાની વચ્ચેની કમાણી કરનારા કરદાતાઓએ હવે 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે. બીજી તરફ 9 થી 12 લાખ રૂપિયાની કમાણી કરનારાઓ પર 15% ટેક્સ લાગશે. જ્યારે 12 થી 15 લાખની વચ્ચેની કમાણી કરનારાઓ પર 20 ટકા ટેક્સ લાગશે. ઉપરાંત વાર્ષિક 15 લાખથી વધારે કમાણી પર કરદતાએ હવે 30%ના દરે ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે.

સિનિયર સિટીઝન માટે મોટી જાહેરાત

બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમને વરિષ્ઠ નાગરિકો માટે પણ મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે સિનિયર સિટીઝન એકાઉન્ટ સ્કીમની મર્યાદા 4.5 લાખથી વધારીને 9 લાખ કરવામાં આવશે. એટલે કે હવે વરિષ્ઠ નાગરિકો આ સ્કીમમાં વધુમાં વધુ 4.5 લાખ રૂપિયાના બદલે 9 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકશે. ઉપરાંત જોઇન્ટ એકાઉન્ટ માટે રકમ કરવાની મહત્તમ મર્યાદા પણ વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે.

જૂની ઇન્કમ ટેક્સ વ્યવસ્થા શું હતી

તમને જણાવી દઈએ કે જૂની ઇન્કમ ટેક્સ સ્લેબ સિસ્ટમ હેઠળ 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. ત્યારબાદ 2.5 થી 5 લાખ રૂપિયા વચ્ચેની વાર્ષિક આવક પર 5% ટેક્સ ચૂકવવો પડતો હતો. તેવી જ રીત ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 87Aનો લાભ લઈને તમે વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની આવક પર પણ ટેક્સ બચાવી શકતા હતા.. બીજી તરફ 5 લાખથી 7.5 લાખની વાર્ષિક આવક ધરાવતા લોકો પર 10 ટકા ટેક્સ અને 7.5થી 10 લાખ સુધીની આવક ધરાવતા લોકોએ 10 ટકા ટેક્સ લાગતો હતો.

Web Title: Budget 2023 nirmala sitharaman income tax slabs 7 lakh income tax free

Best of Express