scorecardresearch

Budget 2023 : બજેટ 2023 – પાન કાર્ડ હવે ‘ઓળખ પત્ર’ ગણાશે, બિઝનેસ શરુ કરવું સરળ બનશે

Budget 2023 PAN card : નાણાં મંત્રી નિર્મલા સીતારમને (Nirmala Sitharaman) બજેટ 2023ની (Budget 2023) ઘોષણા કરી છે જેમાં પાન કાર્ડ (PAN card)હવે સમગ્ર દેશભરમાં ઓળખ પત્ર તરીકે માન્ય ગણાશે. વાંચો બજેટ 2023-24માં થયેલી મહત્વપૂર્ણ ઘોષણાઓ (Budget announcements)

Budget 2023 PAN card
બજેટ 2023 પાન કાર્ડ

બજેટ 2023-24ની ઘોષણા કરતી વખતે નાણાં મંત્રી નિર્મલા સીતારમને PAN કાર્ડ અંગે મોટી જાહેરાત કરી છે. નાણાં મંત્રીએ જણાવ્યુ કે, પર્મેનન્ટ એકાઉન્ટ નંબર કાર્ડ જેને ટુંકમાં PAN કાર્ડ કહેવાય છે તે હવે સમગ્ર દેશમાં ઓળખ પત્ર તરીકે માન્ય ગણાશે. બજેટ 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમણે પાન કાર્ડને નવી ઓળખ આપી છે. પાન કાર્ડનો ઉપયોગ બધા માટે સામાન્ય રહેશે. હવે પાન કાર્ડથી બિઝનેસની પણ શરૂઆત કરી શકાશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમને બુધવારે જણાવ્યું હતું કે સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમની સામાન્ય ઓળખ માટે પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (PAN કાર્ડ)નો ઉપયોગ કરવામાં આવશે. સરકારનું આ પગલું દેશમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને આગળ વધારવામાં મદદ કરશે. PAN એ 10 અંકનો આલ્ફાન્યૂમેરિક નંબર છે જે આવકવેરા વિભાગ દ્વારા વ્યક્તિઓ, પેઢીઓ અથવા કંપનીઓને ફાળવવામાં આવે છે.

બજેટની મહત્વપૂર્ણ ઘોષણાઓ

  • PAN કાર્ડ હવે ઓળખના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે. KYCની પ્રક્રિયાને સરળ બનાવાશે.
  • આધાર, કોવિન, UPIથી વિકાસને વેગ આપવામાં મદદ મળશે. દેશમાં ડિજિટલ અને UPI પેમેન્ટમાં વધારો થયો છે.
  • આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કેન્દ્ર ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ની સ્થાપના કરવામાં આવશે
  • યુપીઆઈ દ્વારા 126 લાખ કરોડ ટ્રાન્ઝેક્શન થયા, 7400 કરોડ રૂપિયાનું ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવ્યું
  • ડિજીલોકરની એક એકીકૃત સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેમાં જે દસ્તાવેજો છે તેનો ઉપયોગ વિવિધ બેંકો, વ્યવસાયો, સરકારી એજન્સીઓ કરી શકશે.
  • સ્માર્ટ ક્લાસરૂમ, હેલ્થકેરના ક્ષેત્રમાં 5G સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
  • EPFO સભ્યોની સંખ્યા વધીને 27 કરોડ થઈ ગઈ છે. નેશનલ ડેટા પોલિસી આવરી લેવાશે.

Web Title: Budget 2023 nirmala sitharaman pan card identity card budget news