Budget 2024 Expectations: બજેટ 2024માં કરમુક્ત આવક મર્યાદા વધશે? જાણો પગારદાર વર્ગની શું છે બજેટ અપેક્ષા

Budget 2024 Expectations: નાણા મંત્રી નિર્મલા સીતારમન એનડીએ સરકારનું પ્રથમ બજેટ 2024 કરશે. આથી આ બજેટમાં કરદાતા અને પગારદાર નોકરીયાત વર્ગ કરવેરામાં વધુ રાહત મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

Written by Ajay Saroya
Updated : July 05, 2024 10:46 IST
Budget 2024 Expectations: બજેટ 2024માં કરમુક્ત આવક મર્યાદા વધશે? જાણો પગારદાર વર્ગની શું છે બજેટ અપેક્ષા
Budget 2024 : બજેટ 2024માં કરદાતાઓને ઇન્કમ ટેક્સ સ્લેબમાં રાહત મળવાની અપેક્ષા છે. (Photo - igGujarati.com)

Budget 2024 Expectations Of Salaried Class : મોદી 3.0 સરકાર રચાયા બાદ હવે નિર્મલા સીતારમન દ્વારા બજેટ 2024-25 રજૂ થવાની રાહ જોવાઇ રહી છે. એનડીએ સરકારનું પ્રથમ બજેટ લોકપ્રિય રહેવાની અપેક્ષા રાખવામાં આવી છે. આ બજેટમાં કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમન સામાન્ય માણસ, ખેડૂતો, ઉદ્યોગો અને નોકરીયાત વરગ માટે રાહતનો જાહેરાત કરી શકે છે. આને પગલે નોકરીયાત લોકોની બજેટ અપેક્ષા વધી ગઇ છે અને તેમને કેટલાક મોરચે રાહત મળવાની આશા છે.

ટેક્સ સ્લેબમાં રાહત!

નોકરિયાત – પગારદાર લોકોની નજર આગામી બજેટ 2024 – 25 પર છે. આ વખતે ઈન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર થવાની અપેક્ષા છે. ખાસ કરીને જેમની આવક ઓછી છે. જૂની કર વ્યવસ્થાની વાત કરીએ તો છેલ્લી વખત વર્ષ 2014માં ટેક્સ મુક્તિ મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. ત્યારપછી તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેવી જ રીતે, 2020 ના બજેટમાં વૈકલ્પિક નવી કર વ્યવસ્થાી જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 3 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નથી.

Tax Saving Tips, Tax Saving Investment Options, Income Tax Act, Section 80C deduction
Tax Saving : કરદાતા આવકવેરા કાયદાની કલમ 80સી વડે કર બચત કરી શકે છે. (Photo – Freepik)

જો કે ટેક્સ સ્લેબમાં વધુ રાહતની આશા ઓછી છે, પરંતુ સરકાર આગામી બજેટમાં સૌથી ઓછી આવક ધરાવતા લોકો માટે ટેક્સમાં રાહત આપવાનું વિચારી શકે છે. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના નવા પ્રમુખ સંજીવ પુરીનું માનવું છે કે 2024-25ના આગામી સંપૂર્ણ બજેટમાં ફુગાવાને જોતા, સૌથી નીચા સ્લેબમાં રહેલા લોકો માટે આવકવેરામાં રાહત પર વિચાર કરવાની જરૂર છે.

80(C) હેઠળ મુક્તિનો અવકાશ વધ્યો

ટેક્સ એક્સપર્ટ્સ માને છે કે આવકવેરા કાયદાની કલમ 80(C) હેઠળ કર મુક્તિ મર્યાદા 1.50 રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરવી જોઈએ. તેનાથી તે યોજનાઓનું આકર્ષણ વધશે જે તેના કાર્યક્ષેત્રમાં આવે છે. ઉદાહરણ તરીકે, ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ એટલે કે ELSS જેવી સ્કીમ પર ટેક્સ મુક્તિનો અવકાશ વધારવાથી તેમાં રોકાણકારોનો રસ વધુ વધશે. 1.50 લાખ ઉપરાંત નેશનલ પેન્શન સિસ્ટમ જેવી રિટાયરમેન્ટ પ્રોડક્ટ્સ પર 50 હજાર રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

સમાન પ્રોડક્ટ પર સમાન ટેક્સ

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયા (એએમએફઆઈ) લાંબા સમયથી માંગ કરી રહ્યું છે કે જો સમાન પ્રોડક્ટ પર એકસમાન ટેક્સ લાદવામાં આવે તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં લોકોની રુચિ વધુ વધશે. હાલમાં, મ્યુચ્યુઅલ ફંડના ELSS સિવાય વીમા, પેન્શન ફંડ, NPS પર કર મુક્તિ ઉપલબ્ધ છે. કરમુક્તિને કારણે વીમા ઉત્પાદનો અને યુલિપની સારી માંગ છે. ઘણા લોકો કર બચત માટે ELSS માં પણ રોકાણ કરે છે. આવી સ્થિતિમાં, મ્યુચ્યુઅલ ફંડની તે યોજનાઓ પર પણ ટેક્સ છૂટ આપવી જોઈએ જે નિવૃત્તિ ઉત્પાદનો અથવા વીમા ઉત્પાદનો જેવી છે.

budget 2024 | budget 2024 expectations | subsidy in budget | subsidy expenditure | nirmala sitharaman budget 2024 | budget 2024 nirmala sitharaman | Food subsidy
બજેટ 2024 (Budget 2024) : બજેટમાં ખાતર અને ફૂડ પાછળ સૌથી વધુ સબસિડી ખર્ચ થાય છે.

આ પણ વાંચો | નિર્મલા સીતારમન મોદી 3.0 સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે, બનાવશે 1 સાથે 3 રેકોર્ડ, જાણો બધું જ

ડેટ લિંક્ડ સેવિંગ્સ સ્કીમ

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ તરફથી એવી માંગ કરવામાં આવી છે કે ELSS જેવી ડેટ લિંક્ડ સેવિંગ્સ સ્કીમ હોવી જોઈએ. ડેટ સ્કીમ પરનું વળતર ફિક્સ્ડ ઇન્કમ સ્કીમ કરતાં વધુ સારું છે. તમામ ફિક્સ્ડ ઈન્કમ સ્કીમ કર મુક્તિ હેઠળ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ