Budget 2024: બજેટ 2024માં LTCGમાં કર રાહત અને 80સીની મર્યાદા વધારવા માંગણી, આ ઘોષણાથી શેરબજારમાં તેજી વધશે

Stock Market Expectations Budget 2024: નાણાં મંત્રી નિર્મલા સીતારમન લોકસભા ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે, જેના પર શેર બજારની નજર રહેશે.

Written by Ajay Saroya
January 11, 2024 16:32 IST
Budget 2024: બજેટ 2024માં LTCGમાં કર રાહત અને 80સીની મર્યાદા વધારવા માંગણી, આ ઘોષણાથી શેરબજારમાં તેજી વધશે
નાણાં મંત્રી નિર્મલા સીતારમન 1 ફેબ્રુઆરીના રોજ સંસંદમાં બજેટ રજૂ કરશે. (Photo - ieGujarati.com)

Budget 2024 Expectations: વર્ષ 2023 શેરબજાર માટે ઐતિહાસિક હતું. વર્ષના અંતિમ મહિનામાં બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ પ્રથમ વખત 72000ને પાર કરી ગયો હતો. નિફ્ટીએ પણ 21500ની સપાટી તોડી 22000ની નજીક પહોંચી ગયો હતો. 2024માં પણ, બજાર હજી પણ તેની સર્વકાલીન ઊંચાઈની નજીક છે.

હવે રોકાણકારો સમક્ષ મોટો પ્રશ્ન એ છે કે શું આ વર્ષે પણ બજારમાં તેજી ચાલુ રહેશે કે નહીં. હાલમાં સામાન્ય ચૂંટણી પહેલા સરકાર 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે, જેના પર બજારની નજર રહેશે. બજારની તેજી જાળવી રાખવા માટે દરેકને બજેટમાંથી પ્રોત્સાહનની અપેક્ષા છે. રિટેલ રોકાણકારોને પણ બજેટ પાસેથી કેટલીક અપેક્ષાઓ છે. બજેટ પહેલા લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ, એસટીટી અને ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80સીને લઈને ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે.

Nirmala Sitharaman Represents Budget 2024 | Nirmala Sitharaman | Budget 2024 | Union Budget 2024 | interim budget 2024
Budget 2024: દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન

સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના મેનેજિંગ ડિરેક્ટર સુનિલ ન્યાતિ કહે છે કે એવી ધારણા છે કે સરકારનું પ્રાથમિક ધ્યાન મૂડી રોકાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ દ્વારા આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા પર રહેશે. એવું લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોને વધારાના પ્રોત્સાહનો મળશે. આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા, અમે પગારદાર વર્ગ અને ગ્રામીણ વસ્તી માટે લાભો માટેની જાહેરાતોની અપેક્ષા રાખી શકીએ છીએ.

ટેક્સ દૂર કરવા માટે વિચારણા કરવી જોઈએ

સુનિલ ન્યાતિ કહે છે કે મૂડીબજાર હાલમાં મજબૂત સ્થિતિમાં છે, અને અપેક્ષા રાખે છે કે સરકાર એવી નીતિઓ લાગુ કરવાથી દૂર રહેશે જે હકારાત્મક બજારના સેન્ટિમેન્ટને વિક્ષેપિત કરી શકે. વધુમાં, ભારતમાં ઈક્વિટી કલ્ચરને વધુ ટેકો આપવા માટે સરકારે લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) અથવા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) દૂર કરવાનું વિચારવું જોઈએ.

મૂડી લાભ પર કર રાહત જરૂરી

SAS ઓનલાઈનના સ્થાપક અને સીઈઓ શ્રેય જૈન કહે છે કે શેર બજારમાં સ્ટોકના વેચાણથી થયેલી કમાણી પર કેપિટલ ગેઈન પર ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો ત્યારે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન લાગુ કરવામાં આવ્યા હતા. હવે કેપિટલ ગેઈન પર ટેક્સ લાગે છે, તેથી STT નાબૂદ કરવાની જરૂર છે. આનાથી શેર બજાર સાથે સંકળાયેલા ખર્ચમાં ઘટાડો થવો જોઈએ અને તેનો ફાયદો એ થશે કે બજારની પહોંચ વધુ વધશે.

Dividend Shares | Dividend stock | Top Dividend PSU Shares Yield | Stock market | Share Market | share trading
Dividend Stocks : કેટલીક કંપનીઓ તેમના નફાનો અમુક હિસ્સો તેમના શેરધારકોને સમયાંતરે ડિવિડન્ડના રૂપમાં આપતી રહે છે. (Photo – pixabay)

જો આમ ન થાય તો નાણામંત્રીએ કેપિટલ ગેઈન પર વધુ રાહત આપવી જોઈએ. ઉદાહરણ તરીકે, વર્તમાન નિયમો મુજબ, શેરબજારમાંથી રૂ. 1 લાખથી વધુના લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર 10 ટકા ટેક્સ લાગે છે. આ મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવી જોઈએ.

આ પણ વાંચો | Budget 2024: વોટ ઓન એકાઉન્ટ શું છે? તે વચગાળાના બજેટથી કેવી રીતે અલગ પડે છે?

80C હેઠળ મર્યાદા 5 લાખ રૂપિયા હોવી જોઈએ

શ્રેય જૈન કહે છે કે સરકારે આઈટી એક્ટની કલમ 80સી હેઠળ મર્યાદા વધારવા પર પણ વિચાર કરવો જોઈએ. તેને 1.5 લાખના બદલે 5 લાખ રૂપિયા કરવામાં આવે. કલમ 80C હેઠળ ELSSમાં રોકાણ માટે એક સમર્પિત મર્યાદા હોવી જોઈએ. નોંધનિય છે કે, નાણાં મંત્રી નિર્મલા સીતારમન 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં વચગાળાનું બજેટ 2024 રજૂ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ