Mudra Yojana Loan Limit Increase In Budget 2024: નિર્મલા સીતારમણે બજેટ 2024માં ઉદ્યોગ સાહસિકો માટે ખાસ ઘોષણા કરી છે. જે લોકો પોતાનો ધંધો – વેપાર શરૂ કરવા અને ઉદ્યોગ સ્થાપવા ઇચ્છે છે તેમને સરળતાથી નાણાકીય ભંડોળ ઉપલબ્ધ થાય તેની માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન ધિરાણ મર્યાદા વધારીને બમણી કરી છે. આ સાથે એમએસએમઇ સેક્ટર માટે ખાસ યોજનાની ઘોષણા કરી છે.
બજેટ 2024 : મુદ્રા યોજના હેઠળ લોન મર્યાદા બમણી
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024 ભાષણમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ મહત્તમ ધિરાણ મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.
તમને જણાવી દઇયે કે, કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલ 2015માં પ્રધાનમંત્રી મંદ્રા લોન યોજના શરૂ કરવામાં આવી હતી. છેલ્લા નવ વર્ષમાં મુદ્રા લોન યોજનાનો 47 કરોડથી વધારે લોકોએ ફાયદો ઉઠાવ્યો છે. અત્યાર સુધી જે વ્યક્તિ પોતાનો ધંધો- વેપાર કે ઉદ્યોગ શરૂ કરવા ઇચ્છે છે તેને મુદ્રા લોન યોજના હેઠળ 50 હજારથી લઇ 10 લાખ રૂપિયા સુધી ધિરાણ સહાય આપવામાં આવે છે. હવે મુદ્રા લોન યોજના હેઠળ 20 લાખ સુધી લોન મળશે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 27.75 લાખ કરોડ રૂપિયા
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ અત્યાર સુધીમાં 27.75 લાખ કરોડ રૂપિયાની લોનનું વિતરણ કરવામાં આવ્યું છે અને 47 કરોડથી વધુ નાના અને નવા ઉદ્યોગસાહસિકોને આ યોજનાનો લાભ મળ્યો છે.
નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમએમવાય હેઠળ મંજૂર કરવામાં આવેલી કુલ 44.46 કરોડ લોનમાંથી 30.64 કરોડ (69 ટકા) લોન મહિલાઓને મંજૂર કરવામાં આવી છે. ઉપરાંત સ્ટેન્ડ અપ ઇન્ડિયા હેઠળ મંજૂર થયેલી 2.09 લાખ લોનમાંથી 1.77 લાખ (84 ટકા) લોન મહિલા ઉદ્યોગસાહસિકોને મંજૂર કરવામાં આવી છે.

બજેટ 2024: MSMS સેક્ટર માટે ખાસ જાહેરાત
- નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024 માં એમએસએમઇ સેક્ટર માટે પણ ખાસ જાહેરાત કરી છે.
- 50 મલ્ટી પ્રોડક્ટ ફૂડ યુનિટ સેટઅપ માટે મદદ મળશે
- MSMS યુનિટને ફૂડ સેફ્ટી લેબ સ્થાપવા માટે મદદ મળશે
- ઈ કોમર્સ એક્સપર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ક્ષેત્ર સાથે મળી યોજન શરૂ કરવામાં આવશે
- સરકાર ઇન્ટર્નશિપ માટે ટોચની 500 કંપનીઓમાં 5 કરોડ યુવાને ઇન્ટર્નશિપ આપવાની જોગવાઇ કરી છે
બજેટ 2024 રજુ કરતાં નાણામંત્રી નિર્મલ સીતારમણે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આવાસ યોજના અંગે પણ જાહેરાત કરી હતી. દેશમાં આગામી વર્ષમાં પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા આવાસ બનાવાશે.





