Gold Sliver Customs Duty Cut In Budget 2024: સોનું ચાંદી ખરીદવું સસ્તુ થવાનું છે. બજેટ 2024માં નિર્મલા સીતારમણે સોનું ચાંદી પરની કસ્ટમ ડ્યૂટીમાં ધરખમ ઘટાડો કર્યો છે. બજેટ 2024માં કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત થયા બાદ દેશમાં સોના ચાંદીના ભાવ ઘટ્યા છે. નોંધનિય છે કે, અત્યાર સુધી ભારતમાં સોના ચાંદીની આયાત પર 15 ટકા જકાત વસૂલવામાં આવી હતી.
બજેટ 2024માં સોના ચાંદી પરની આયાત જકાત ઘટી
નિર્મલા સીતારમણે બજેટ 2024માં સોના ચાંદીની કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 6 ટકા કરવાની ઘોષણા કરી છે. કસ્ટમ ડ્યૂટી ઘટવાથી દેશમાં સોનું ચાંદી ખરીદવું સસ્તું થશે. નોંધનિય છે કે, કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2024માં સોના ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી વધારીને 15 ટકા કરી હતી. હવે બંને કિંમતી ધાતુની આયાત પર 6 ટકા જકાત લાગશે.

આમ કસ્ટમ ડ્યૂટી ઘટવાથી દેશમાં સોના ચાંદી આયાત સસ્તી થશે. છેવટે આયાત પડતર ઘટવાથી દેશમાં સોના ચાંદીની કિંમત ઘટશે. લોકો માટે સોનુ ચાંદી ખરીદવું સસ્તું થશે.
પ્લેટિનમ પર 6.4 ટકા કસ્મટ ડ્યટી
નિર્મલા સીતારમણે બજેટ 2024માં સોનું ચાંદી ઉપરાંત પ્લેટિનમ પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 6.4 ટકા કરવાની દરખાસ્ત કરી છે.

બજેટ 2024 આયાત જકાત ઘટવાથી સોના – ચાંદી તૂટ્યા
બજેટ 2024 માં કસ્ટમ ડ્યૂટી ઘટવાની ઘોષણ કર્યા બાદ સોના ચાંદીના ભાવ ઘટ્યા છે. એમસીએક્સ ગોલ્ડ ઓગસ્ટ વાયદો 3100 રૂપિયા ઘટી 69500 બોલા રહ્યો છે. તો એમસીએક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદો 3000 રૂપિયા ઘટી 86130 રૂપિયા બોલાઇ રહી છે.
આ પણ વાંચો | Budget 2024: પોતાનો ધંધો – ઉદ્યોગ શરૂ કરવું સરળ બન્યું, સરકાર આપશે 20 લાખ સુધી મુદ્રા લોન
ઈટીના એક મીડિયા રિપોર્ટમાં વિઘ્નહર્તા ગોલ્ડના ચેરમેન અને સ્થાપક મહેન્દ્ર લુનિયાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023માં ભારતની સોનાની આયાત કુલ અંદાજિત રૂ. 2.8 લાખ કરોડ હતી. આમ 15 ટકા આયાત જકાતના દરે બુલિયન ઉદ્યોગે સોના ચાંદી ની આયાત માટે રૂ. 42,000 કરોડની કસ્ટમ્સ ડ્યૂટી ચૂકવી હોવાનો અંદાજ છે.





