Interim Budget 2024, બજેટ 2024 હાઇલાઇટ્સ : પોતાના છેલ્લા બજેટમાં નાણામંત્રીએ કેવી કરી જાહેરાતો?

budget 2024 highlights, બજેટ 2024 હાઇલાઇટ્સ : નાણામંત્રી નિર્મલા સિતારામને પોતાનું છઠ્ઠું બજેર સંસદમાં રજૂ કર્યું છે. લોકસભા ચૂંટણી પહેલાનું મોદી સરકારનું આ છેલ્લું બજેટ હતું.

Written by Ankit Patel
Updated : February 01, 2024 12:54 IST
Interim Budget 2024, બજેટ 2024 હાઇલાઇટ્સ : પોતાના છેલ્લા બજેટમાં નાણામંત્રીએ કેવી કરી જાહેરાતો?
Budget 2024 Key Points: બજેટ 2024 કી પોઇન્ટ હાઇલાઇટ્સ

Interim Budget 2024, બજેટ 2024 હાઇલાઇટ્સ : નાણામંત્રી નિર્મલા સિતારામને પોતાનું છઠ્ઠું બજેર સંસદમાં રજૂ કર્યું છે. લોકસભા ચૂંટણી પહેલાનું મોદી સરકારનું આ છેલ્લું બજેટ હતું. વચગાળાના બજેટમાં નાણામંત્રીએ ખાસ જાહેરાતો કરી નથી. સામાન્ય રીતે લોકસભા ચૂંટણી પહેલાના આ બજેટમાં સામાન્ય લોકોને ઘણી આશાઓ હતી જોકે, આ બજેટમાં કોઈ મોટી જાહેરાતો ન થતાં લોકોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું હોય એવું લાગી રહ્યું છે. સિતારામને કોર્પોરેટ જગતને ખુસ કરી દીધા છે. બજેટ 2024માં કોર્પોરેટ ટેક્સની મર્યાદા ઘટાડવાની જાહેરાત કરી હતી. અહીં જોઈએ નિર્મલા સિતારામનના બજેટની હાઈલાઇટ્સ.

Interim Budget 2024 : નિર્મલા સિતારામનના બજેટની હાઇલાઇટ્સ.

  • રિફંડ પ્રક્રિયા માટે લાગતો સમય 93 દિવસથી ઘટાડીને 10 દિવસ કરવામાં આવ્યો છે
  • આવકવેરા ફાઇલ કરનારાઓની સંખ્યામાં 2.4 ગણો વધારો થયો છે
  • એક વર્ષમાં રૂ. 26.02 લાખ કરોડનું ટેક્સ કલેક્શન
  • જીએસટી કલેક્શન વધીને રૂ. 1.66 લાખ કરોડ થયું છે
  • 10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 3 ગણો વધારો થયો છે

Interim Budget 2024, બજેટ 2024 હાઇલાઇટ્સ : ટેક્સ

  • જુલાઈના સંપૂર્ણ બજેટમાં વિકસિત ભારત માટે રોડમેપ આપશે
  • 2024-25માં રાજકોષીય ખાધને 4.5 ટકાથી નીચે લાવવા પર કામ ચાલુ છે
  • 2024-25માં રાજકોષીય ખાધ જીડીપીના 5.8 ટકા રહેવાનો અંદાજ છે
  • છેલ્લા 3 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 3 ગણો વધારો થયો છે
  • નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ અમે 7 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટ આપી છે

budget 2024 highlights, બજેટ 2024 હાઈલાઇટ્સ, budget 2024 highlights in Gujarati
નાણામંત્રી નિર્મલા સિતારામન, બજેટ 2024 હાઈલાઇટ્સ,

Interim Budget 2024, બજેટ 2024 હાઇલાઇટ્સ : રેલવે ઇકોનોમિક કોરિડોર

  • 3 મુખ્ય આર્થિક રેલ કોરિડોર બનાવવામાં આવશે
  • વસ્તી અંગે સમિતિની રચના કરવામાં આવશે
  • ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે
  • લક્ષદ્વીપના વિકાસ પર ભાર મુકશે

Interim Budget 2024, બજેટ 2024 હાઇલાઇટ્સ : રોજગાર

  • મત્સ્ય યોજના દ્વારા 55 લાખ લોકોને રોજગાર
  • એક કરોડ મહિલાઓ લખપતિ દીદી બની
  • આંગણવાડી કેન્દ્રોને મજબૂત કરવામાં આવશે
  • 5 નવા સંકલિત એક્વા પાર્કની સ્થાપના કરવામાં આવશે
  • નેનો યુરિયાનો વ્યાપ વધારાશે
  • 1361 બજારોને eNAM સાથે જોડવામાં આવશે
  • 54 લાખ લોકોને ફરીથી કુશળ બનાવ્યા
  • સામાન્ય લોકોની આવકમાં 50 ટકાનો વધારો થયો છે
  • મોંઘવારી બહુ વધી રહી નથી
  • 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય
  • પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મના આધારે કામ કરવું

budget 2024 highlights, બજેટ 2024 હાઈલાઇટ્સ, budget 2024 highlights in Gujarati
નાણામંત્રી નિર્મલા સિતારામન, બજેટ 2024 હાઈલાઇટ્સ

Interim Budget 2024, બજેટ 2024 હાઇલાઇટ્સ : રાષ્ટ્રીય ગોકુલ મિશન

  • ખેડૂતો માટે 10 લાખ નવી રોજગારીની તકો
  • સોલાર રૂફ ટોપવાળા 1 કરોડ ઘરોને મફત વીજળી
  • અમારી સરકારે અલગ મત્સ્ય વિભાગ શરૂ કર્યો
  • ડેરી ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે

Interim Budget 2024, બજેટ 2024 હાઇલાઇટ્સ : પીએમ આવાસ યોજના

  • પીએમ આવાસ યોજના 3 કરોડ ગ્રામીણ ઘરોના લક્ષ્યને પૂર્ણ કરવાની દિશામાં
  • આગામી પાંચ વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે
  • 1 કરોડ ઘરોને દર મહિને 300 યુનિટ મફત વીજળી
  • રામ મંદિર સૂર્યોદય યોજના અંતર્ગત લેવાયો નિર્ણય

budget 2024 highlights, બજેટ 2024 હાઈલાઇટ્સ, budget 2024 highlights in Gujarati
નાણામંત્રી નિર્મલા સિતારામન, બજેટ 2024 હાઈલાઇટ્સ

Interim Budget 2024, બજેટ 2024 હાઇલાઇટ્સ : GST દ્વારા એક રાષ્ટ્ર, એક બજાર

  • વિકલાંગોને આત્મનિર્ભર બનાવવા પર ભાર
  • 2023માં યુવાનો રમતગમતમાં ઈતિહાસ રચશે
  • મુશ્કેલ સમયમાં G20 ની અધ્યક્ષતા અને આયોજન કર્યું
  • આગામી 5 વર્ષમાં આપણે 20247 સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન જોઈશું
  • 2047 સુધીમાં દેશને વિકસિત દેશ બનાવાશે
  • અમે ભ્રષ્ટાચાર ખતમ કર્યો
  • MSP દ્વારા ખેડૂતોની આવકમાં વધારો
  • પીએમ જન-માન યોજના દૂરના વિસ્તારોમાં જરૂરિયાતમંદ આદિવાસીઓ સુધી પહોંચે છે
  • ગરીબોના કલ્યાણ દ્વારા દેશનું કલ્યાણ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ