/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/property-tax-in-budget-2024.jpg)
Budget 2024: બજેટ 2024માં પ્રોપર્ટીના વેચાણ પર ઉપલબ્ધ ઈન્ડેક્સેશન બેનેફિટ નાબૂદ કરવામાં આવ્યો છે.
Budget 2024 Indexation Benefit Removed On Property: બજેટ 2024 માં નાણામંત્રી નિર્મલા સીતારમણે કરવેરામાં મોટા ફેરફાર કર્યા છે. હવે ઘર - મકાન કે ઓફિસ અને સોનાના વેચાણથી થતી કમાણી પર તમારે ઉંચો ટેક્સ ચૂકવવો પડશે. બજેટ 2024માં નાણામંત્રીએ તમામ નોન ફાઈનાન્સિયલ એસેટ્સમાં ઈન્ડેક્સેશન બેનેફિટ સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે. આ નોન ફાઈનાન્સિયલ એસેટ્સમાં પ્રોપર્ટી, સોનું અને ચાંદી ચીજોનો સમાવેશ થાય છે.
ઈન્ડેક્સેશન બેનેફિટ શું છે? (What Is Indexation Benefit?)
ઈન્ડેક્સેશન બેનેફિટમાં પ્રોપર્ટીની મોંઘવારી દર મુજબ નવી વેલ્યૂએશન નક્કી કરવામાં આવતી હતી. ત્યાર પછી જે રકમ બચે તેના પર 20 ટકા ટેક્સ લાગુ પડતો હતો. ઈન્ડેક્શન બેનેફિટમાં કોઇ સમયગાળાના મોંઘવારી દર સાથે પ્રોપર્ટીના મેન્ટેનન્સ કે તેના ડેવલપમેન્ટ પાછળ કરાયેલા ખર્ચ પર ડિડક્શન મળતુ હતુ. છેવટે પ્રોપર્ટીના વેચાણ પર કર જવાબદારી ઘટી જતી હતી. જો કે હવે બજેટમાં 2024માં ઈન્ડેક્સેશન બેનેફિટ નાબૂદ કરવામાં આવતા પ્રોપર્ટીના વેચાણથી થતી કમાણી પર વધારે ટેક્સ ચૂકવવો પડશે પછી ભલે ને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઘટાડવામાં આવ્યો હો.
અહીં તમારે કોસ્ટ ઈન્ફ્લેશન ઈન્ડેક્સ (Cost Inflation Index) સમજવો પડશે. આ એક આંકડો હોય છે, જે દર વર્ષે બદલાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Budget-2024-Highlight.jpg)
પ્રોપર્ટી પર કેટલો ટેક્સ ચૂકવવો પડશે? (Property Tax In India)
ઉદાહરણ તરીકે સમજીયે, ધારો કે તમે એક મકાન 10 વર્ષ પહેલા 20 લાખ રૂપિયામાં ખરીદયુ હતુ. હવે તમે આ મકાન 40 લાખ કરોડ રૂપિયામાં વેચી રહ્યા છે. અહીં તમને 20 લાખ રૂપિયાનો નફો થઇ રહ્યો છે, જેને બજેટની ભાષામાં કેપિટલ ગેઇન (મૂડી લાભ) કહેવાય છે. આ કેપિટલ ગેઇન પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડે છે. બજેટમાં ઈન્ડેક્સેશન બેનેફિટ નાબૂદ કરવામાં આવ્યો છે.
અગાઉ ઈન્ડેક્સેશન બેનેફિટ સાથે ટેક્સ
- મકાનની ખરીદ કિંમત : 20 લાખ રૂપિયા
- કોસ્ટ ઇન્ફ્લેશન ઈન્ડેક્સ (2014-15): 240
- કોસ્ટ ઇન્ફ્લેશન ઈન્ડેક્સ (2023-24): 331
- ઈન્ફ્લેશન એડજસ્ટ કર્યા બાદ ખરીદ મૂલ્ય : 20x (331/240) = 2758333 રૂપિયા
- વેચાણ કિંમત : 40 લાખ રૂપિયા
- ચૂકવવા પાત્ર કેપિટલ ગેઇન ટેક્સ (After Indexation): 4000000 - 2758333 = 1241667
- જૂના નિયમ મુજબ તમારે 1241667 રૂપિયાના નફા પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડતો હતો
હવે બજેટ 2024માં ઇન્ડેક્સેશન બેનેફિટ નાબૂદ કરવામાં આવ્યો છે.
ઇન્ડેક્સેશન બેનેફિટ નાબૂદ થયા બાદ
- ખરીદ મૂલ્ય : 20 લાખ રૂપિયા
- વેચાણ મૂલ્ય : 40 લાખ રૂપિયા
- ચૂકવવા પાત્ર કેપિટલ ગેઇન : 40 - 20 = 20 લાખ રૂપિયા
હવે નિયમ મુજબ ઈન્ડેક્સેશન બેનેફિટની ગેરહાજરીમાં આ કુલ 20 લાખ રૂપિયાના નફા પર 12.5 ટકાના લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સચૂકવવો પડશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Budget-2024-Nirmala-Sitharaman-1.jpg)
આ પણ વાંચો | શેર અને મ્યુચ્યુઅલ ફંડ માંથી 1 લાખના નફા પર કેટલો ટેક્સ ચૂકવવો પડશે?, બજેટ 2024માં STCG, LTCG, STT વધ્યા
અત્યાર સુધી મકાન કે ઓફિસ જેવી સ્થાવર મિલકતના વેચાણ માંથી થતી કમાણી પર 20 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડતો હતો, જો કે તેની સાથે ઈન્ડેક્સેશન બેનેફિટ પણ મળતો હતો. જો કે બજેટ 2024 માં ઈન્ડેક્સેશન બેનેફિટ નાબૂદ કરવામાં આવ્યો છે, આવી સ્થિતિમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 12.5 ટકા લાગુ પડશે પરંતુ ઈન્ડેક્સેશન બેનેફિટનો ફાયદો મળશે નહીં. સરળ શબ્દોમાં કહીયે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઘટવા છતાં પ્રોપર્ટીના વેચાણ પર ઈન્ડેક્સેશન બેનેફિટ નાબૂદ કરવાને કારણ હવે તમારે વધારે ટેક્સ ચૂકવવો પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us