Budget 2024 Update : નાણામંત્રી નિર્મલા સીતામરણે બજેટ 2024 રજૂ કર્યું હતું. બજેટ 2024-25 મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણ બજેટ છે. નિર્મલા સીતારમણનું આ સતત સાતમું બજેટ છે. બજેટમાં અલગ-અલગ સેક્ટરમાં ઘણી જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં જણાવી રહ્યા છીએ કે શું સસ્તું થશે અને શું મોંઘું થશે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતા કેન્સરની દવા સસ્તી થશે. મોબાઈલ અને મોબાઇલ ચાર્જર સહિત અન્ય ઉપકરણો પર BCD 15% ટકા ઘટાડવામાં આવ્યો છે. આ સિવાય સરકારે સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઓછી કરીને 6 ટકા કરી દીધી છે. આ કારણે સોના-ચાંદીની કિંમતો ઓછી થઇ જશે.
આ ઉપરાંત લેધર અને ફૂટવિયર પર કસ્ટમ ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. જ્યારે બીજી તરફ ટેલિકોમ ઉપકરણ મોંઘા થઇ જશે. તેના પર લાગતા કસ્ટમ ડ્યુટીને 15 ટકા કરી દીધો છે.
આ પણ વાંચો – પોતાનો ધંધો – ઉદ્યોગ શરૂ કરવું સરળ બન્યું, સરકાર આપશે 20 લાખ સુધી મુદ્રા લોન
શું સસ્તું છે અને શું મોંઘું છે?
નાણામંત્રીની જાહેરાત મુજબ ટેલિકોમ ઉપકરણો મોંઘા થયા છે, તેમના પર કસ્ટમ ડ્યૂટી 15 ટકા કરી દેવામાં આવી છે. ચાલો અમે તમને જણાવીએ કે નવા બજેટમાં શું સસ્તું છે અને શું મોંઘું થયું છે.
બજેટમાં આ ચીજવસ્તુઓ સસ્તી થઈ
- સોના-ચાંદી સસ્તા
- ઇમ્પોટ્રેડ જ્વેલરી
- પ્લેટિનમ પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડી
- કેન્સરની દવાઓ
- મોબાઇલ- ચાર્જર
- માછલીનું ભોજન
- ચામડાની બનેલી વસ્તુઓ
- કેમિકલ્સ પેટ્રોકેમિકલ
- પીવીસી ફ્લેક્સ બેનર
- સોલાર પેનલ
બજેટમાં મોંઘી થઈ ગઈ આ વસ્તુઓ
- પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારવામાં આવી
- પેટ્રોકેમિકલ-એમોનિયમ નાઇટ્રેટ પર કસ્ટમ્સ ડ્યુટીમાં વધારો
- પીવીસી – આયાત ઘટાડવા 10-25 ટકાનો વધારો
- હવાઈ મુસાફરી મોંઘી
- સિગારેટ મોંઘી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં 2047 સુધીમાં ‘વિકસિત ભારત’નો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં રોજગાર, કૌશલ્ય વિકાસ, કૃષિ અને ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.





