Budget 2024 Tax On Gold And Silver In India : બજેટ 2024 નાણાં મંત્રી નિર્મલા સીતારામન નું છઠ્ઠું બજેટ છે. બજેટમાં સોનું ચાંદી સસ્તુ થવાની અપેક્ષા રાખવામાં આવી છે. કિંમતી ધાતુઓના ભાવ સતત ઐતિહાસિક ટોચે પહોંચતા સામાન્ય વ્યક્તિ માટે સોનુ ચાંદીની ખરીદી મુશ્કેલ બની રહી છે. ભારતમા વર્ષોથી સોનુ ચાંદી બચત – રોકાણના લોકપ્રિય વિકલ્પ તરીક માનવામાં આવે છે. સોનું – ચાંદી ખરીદતા પહેલા તેના પર વસૂલવામાં આવતા ટેક્સ અને વિવિધ ચાર્જ અંગે જાણકારી હોવી જોઇએ.
સોના ચાંદી પર કેટલી આયાત જકાત લાગે છે? (Import Duty On Gold Silver In India)
ભારત સોના – ચાંદીની જંગી પ્રમાણમાં આયાત કરવામાં આવે છે. ચીન બાદ ભારત સોનાનો બીજો સૌથી મોટી આયાતકાર દેશ છે. ગત બજેટ 2023માં સોનું – ચાંદી અને પ્લેટિનમની આયાત જકાતમાં વધારો કરવામાં આવે છે. આયાત જકાતમાં વધઘટની બંને કિંમતી ધાતુઓની કિંમત પર સીધી અસર કરે છે. હાલ ભારતમાં સોનું – ચાંદી અને પ્લેટિનમ પર 15 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાગુ પડે છે.
એક વ્યક્તિ પોતાની પાસે કેટલું સોનું રાખી શકે છે?
ભારતમાં નાગરિકો માટે સોનં રાખવા સંબંધિત કેટલા નિયમો છે. જો તમારી પાસે કોઇ પુરાવા નથી કે તમને તેના સોર્સ વિશે જાણકારી નથી તો સોનું રાખવા સંબંધિત નિયમ લાગુ થઇ શકે છે. ભારતમાં વ્યક્તિઓ માટે સોનું રાખવાના નિયમ અમલમાં છે, જે સ્ત્રી અને પુરુષ માટે અલગ અલગ છે.
ભારતમાં એક પરિણીત સ્ત્રી માટે 500 ગ્રામ સુધી સોનું રાખવાનો નિયમ છે. તો અપરિણીત સ્ત્રી 250 ગ્રામ સોનું પોતાની પાસે રાખી શકે છે. તેવી જ રીતે ભારતમાં એક પુરુષ કોઇ પણ પ્રકારના પુરાવા વગર 100 ગ્રામ સુધી સોનું રાખી શકે છે.
લગ્ન કે ગીફ્ટમાં મળેલા સોના પર ટેક્સ ચૂકવવો પડે?
ભારતમાં લગ્ન – પ્રસંગો પર સોનું ખરીદવાનો અને ભેટમાં આપવાનો રિવાજ છે. આવકવેરાના કાયદા અનુસાર લગ્નમાં મળેલા ગોલ્ડ પર ટેક્સ લાગતો નથી. ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 56(2)(X) હેઠળ લગ્નમાં દુલ્હનને મળેલું સ્ત્રીધન ટેક્સના દાયરામાં આવતું નથી.
હવે પ્રશ્ન એ છે કે લગ્ન સિવાયના અન્ય પ્રસંગો કે કોઇ પ્રસંગ વગર જો સોનું ભેટમાં આપવામાં આવે તો શું તેના પર ટેક્સ ચૂકવવો પડે? તેનો જવાબ છે, હા! પરંતુ અમુક સગા – સંબંધીઓ પાસેથી મળેલા સોનાને ટેક્સના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે. આવકવેરાના કાયદા અનુસાર જો કોઇ મહિલાને તેના પતિ, ભાઇ બહેન અને તેના સસરા – સાસુ પાસેથી ભેટ મળે છે તો તેના પર ટેક્સ લાગતો નથી.
આ પણ વાંચો | બજેટ 2024માં સોનું – ચાંદી સસ્તા થશે? ડાયમંડ ઈમ્પ્રેસ લાઇસન્સ ફરી શરૂ કરવા GJEPCનું સૂચન
જો કોઇ ટેક્સ અધિકારી કોઇ મહિલાને તેના સોનાના દાગીના વિશે પ્રશ્નો પુછે તો તેના સોર્સ વિશે જાણકારી આપવી પડશે. ઉદાહરણ તરીકે જો પરિવારની સંપત્તિના ભાગલામાં તેને સોનું મળે તો તેની વસિયતનામાંની નકલ કે ગીફ્ટની ડીડ રજૂ કરવી પડશે.