Mudra Yojana Loan: મુદ્રા યોજના માં 20 લાખ ની લોન બધાને નહીં મળે, જાણો કોને મળશે સરકારી યોજનાનો લાભ

Mudra Yojana Loan Limit Increase In Budget 2024: બજેટ 2024માં પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન હેઠળ 20 લાખ સુધી સહાય આપવાની ઘોષણા કરી છે. જો કે માત્ર આવા વ્યક્તિ જ આ સરકારી યોજનાનો લાભ ઉઠાવી શકશે.

Written by Ajay Saroya
July 24, 2024 17:30 IST
Mudra Yojana Loan: મુદ્રા યોજના માં 20 લાખ ની લોન બધાને નહીં મળે, જાણો કોને મળશે સરકારી યોજનાનો લાભ
Mudra Yojana Loan: મુદ્રા લોન યોજના કેન્દ્ર સરકાર દ્વારા એપ્રિલ 2015માં શરૂ કરવામાં આવી હતી. (Image: mudra.org.in)

Mudra Yojana Loan Details In Gujarati: નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા બજેટ 2024માં સ્વરોજગાર કરનાર અને ઉદ્યોગ સાહસિકો માટે ખાસ જાહેરાત કરી છે. નાણામંત્રીએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ઉપલબ્ધ લોન મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને બમણી 20 લાખ રૂપિયા કરી છે. આનાથી જે લોકો પોતાનો ધંધો- વેપાર કે ઉદ્યોગ સ્થાપવા ઇચ્છે છે તેમને સરકાર તરફથી સળતાથી મુદ્રા લોન મળશે. જાણો મુદ્રા યોજનાની બમણી મર્યાદાનો લાભ કોણ મેળવી શકશે? સરકાર કોને 20 લાખ રૂપિયા સુધીની સહાય આપશે?

PMMY Loan: મુદ્રા યોજના હેઠળ 20 લાખ સુધી લોન કોને મળશે?

બજેટ 2024 ભાષણ દરમિયાન, કેન્દ્ર સરકારે કહ્યું છે કે મુદ્રા લોનની હાલની મર્યાદા તે ઉદ્યોગપતિઓ માટે 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે જેમણે અગાઉ તરુણ કેટેગરી હેઠળ મુદ્રા લોન લીધી છે અને તે સફળતાપૂર્વક ચૂકવી દીધી છે પણ આપેલ છે.

તમને જણાવી દઈયે કે, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 3 ત્રણ કેટેગરીમાં લોન આપે છે. જેમના નામ નીચે મુજબ છે – શિશુ લોન, કિશોર લોન અને તરુણ લોન.

Mudra Yojana Loan Interest Rate: મુદ્રા યોજના લોન વ્યાજદર

મુદ્રા લોન હેઠળ 50 હજાર રૂપિયા સુધીની લોન લેનારા લાભાર્થીઓને સરકાર વ્યાજ દરમાં 2 ટકાની છૂટ આપે છે. શિશુ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 50 હજાર રૂપિયા સુધીની લોન આપે છે અને કિશોર લોન હેઠળ ધંધો વ્યવસાય શરૂ કરવા માટે 50 હજાર રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. તો તરુણ લોન હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સહાય મળતી હતી જે હવે વધીને 20 લાખ રૂપિયા થઈ ગઈ છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના માટે અરજી કોણ કરી શકે, પાત્રતા અને અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ અહીં વિગતવાર જાણો

Budget 2024 | Mudra Yojana Loan | Mudra Yojana Loan Limit Increase In Budget 2024 | Budget 2024 Mudra Yojana Loan | fm nirmala Sitharaman | fm nirmala Sitharaman Budget 2024
Mudra Yojana Loan Limit Increase In Budget 2024: બજેટ 2024માં પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ધિરાણ મર્યાદા બમણી કરી છે.

PMMY: પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન માટે કોણ અરજી કરી શકે? (Mudra Yojana Loan Apply)

કોઈપણ ભારતીય નાગરિક જે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તે PMMY હેઠળ લોન મેળવી શકે છે. જો તમે તમારા વર્તમાન વ્યવસાયને વિસ્તારવા માંગો છો અને તેના માટે પૈસાની જરૂર છે, તો તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 20 લાખ રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકશો. આ યોજના એપ્રિલ 2015માં શરૂ કરવામાં આવી હતી.

PMMY: મુદ્રા યોજના માં 3 પ્રકારની લોન (Mudra Yojana Loan Type)

શિશુ લોન : શિશુ લોન હેઠળ 50000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

કિશોર લોન : કિશોર લોન હેઠળ રૂ. 50000 થી રૂ. 5 લાખ સુધીની લોન આપવામાં આવે છે.

તરુણ લોન : તરુણ લોન હેઠળ 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે.

PMMY: પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન માટે કેવી રીતે અરજી કરવી?

પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ લોન મેળવવા માટે તમારે સરકારી અથવા બેંક શાખામાં અરજી કરવી પડશે. જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો તમારે ઘરની માલિકી અથવા ભાડાના દસ્તાવેજો, કામ સંબંધિત માહિતી, આધાર, પાન નંબર અને અન્ય ઘણા દસ્તાવેજો આપવા પડશે. જે બેંકોમાં આ લોન આપવામાં આવી રહી છે તેની વિગતો પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની વેબસાઈટ પર ઉપલબ્ધ હશે. ફોર્મ ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકાય છે.

loan | mudra yojana loan | mudra yojana loan details | mudra yojana 20 lakh loan | mudra yojana loan apply | mudra yojana loan process | PMMY loan, Pradhan Mantri MUDRA Yojana | mudra yojana loan interest rate | mudra yojana loan documents
Loan: લોન પ્રતિકાત્મક તસવીર (Photo- Freepik)

PMMY: પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન માટે અરજી કરવાની પ્રક્રિયા (Mudra Yojana Loan Apply Process)

  • પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે
  • સૌથી પહેલા https://www.mudra.org.in/ વેબસાઇટ પર લોન અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • મુદ્રા યોજનામાં શિશુ લોન માટેનું ફોર્મ અલગ છે, જ્યારે તરુણ લોન અને કિશોર લોન માટેનું ફોર્મ એક જ છે.
  • મુદ્રા લોન અરજી ફોર્મમાં તમામ વિગત ભરો.
  • તમારો મોબાઈલ નંબર, આધાર નંબર, નામ, સરનામું વગેરે દાખલ કરો.
  • તમે તમારો વ્યવસાય ક્યાં શરૂ કરવા માંગો છો તેની માહિતી આપો.
  • OBC, SC/ST કેટેગરી હેઠળ આવતા અરજદારોએ જાતિ પ્રમાણપત્ર આપવું પડશે.

આ પણ વાંચો | શેર અને મ્યુચ્યુઅલ ફંડ માંથી 1 લાખના નફા પર કેટલો ટેક્સ ચૂકવવો પડશે?, બજેટ 2024માં STCG, LTCG, STT વધ્યા

  • તમારા 2 પાસપોર્ટ ફોટા અપલોડ કરો
  • મુદ્રા લોનનું ફોર્મ ભર્યા પછી, કોઈપણ જાહેર અથવા ખાનગી બેંકમાં જાઓ અને બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરો.
  • મુદ્રા લોન માટે આવશ્યક તમામ દસ્તાવેજો સબમિટ કરો.
  • બેંકના બ્રાન્ચ મેનેજર તમારી પાસેથી તમારા ધંધા વ્યવસાય માટે જાણકારી માંગશે. તેના આધારે તમારી માટે PMMY લોન મંજૂર કરવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ