Nirmala Sitharaman Presents Interim Budget 2024 : બજેટ 2024 વોટ ઓન એકાઉન્ટ બજેટ હશે. 1 ફેબ્રુઆરી, 2024ના રોજ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ 2024 રજૂ કરશે. કેન્દ્રીય બજેટને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે કેન્દ્ર સરકારની કમાણી અને ખર્ચની સંપૂર્ણ વિગતો આપે છે. બજેટ દ્વારા સરકાર તેની આવક અને ખર્ચને બેલેન્સ કરે છે. જો ખર્ચ આવક કરતાં વધી જાય, જેવું સામાન્ય રીતે થાય છે, તો વધારાના સંસાધનોની વ્યવસ્થા કરવાની યોજના પણ બજેટમાં રજૂ કરવામાં આવે છે.
તમે અને હું આપણા ઘરનું બજેટ પણ બનાવીયે છીએ, પરંતુ આપણી આવકના સ્ત્રોત તદ્દન મર્યાદિત છે. જે વસ્તુઓ પર આપણે આપણા પૈસા ખર્ચીએ છીએ તે પણ સરળતાથી ગણી શકાય છે. પરંતુ જ્યારે ભારત સરકાર આ જ કામ કરે છે ત્યારે તે એટલા મોટા પાયે થાય છે કે તેની કલ્પના કરવી પણ સરળ નથી. આને સરળતાથી સમજવા માટે, આપણે જોઈશું કે કેન્દ્ર સરકારના બજેટમાં ખર્ચ માટે ઉપલબ્ધ દરેક રૂપિયો કયા સ્ત્રોતોમાંથી આવે છે અને પછી તે કઈ વસ્તુઓ પર અને કેવી રીતે ખર્ચવામાં આવે છે. ભારત સરકાર પોતે દર વર્ષે પોતાના બજેટમાં આ વિગતો રજૂ કરે છે, જેથી આપણે તેને સરળતાથી સમજી શકીએ.

ભારત સરકાર પાસે રૂપિયા ક્યાંથી આવે છે?
ભારત સરકાર ટેક્સ અને બિન કર – બંને રીતે નાણાં એકત્ર કરે છે. કરને પ્રત્યક્ષ કર અને પરોક્ષ કરમાં પણ વિભાજિત કરવામાં આવે છે. ઈન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સને ડાયરેક્ટ ટેક્સની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે, જ્યારે જીએસટી, કસ્ટમ્સ, એક્સાઈઝ વગેરે પરોક્ષ કરના ઉદાહરણો છે. 1 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ કરવામાં આવેલા છેલ્લા કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી દ્વારા આપવામાં આવેલી કેન્દ્ર સરકાર પાસે જમા કરાવવાના દરેક રૂપિયાના સ્ત્રોતની અંદાજિત વિગતો જોઈએ તો આ વાત વધુ સ્પષ્ટ થશે:
રૂપિયો ક્યાંથી આવે છે (Budget Estimates 2023-24)
દેવું અને અન્ય જવાબદારીઓ (Borrowings and Other Liabilities) : 34 પૈસા
કોર્પોરેશન ટેક્સ Corporation Tax) : 15 પૈસા
આવકવેરો (Income Tax) : 15 પૈસા
કસ્ટમ્સ (Customs) : 4 પૈસા
કેન્દ્રીય આબકારી જકાત (Central Excise Duties) : 7 પૈસા
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને અન્ય ટેક્સ (GST and other taxes): 17 પૈસા
કરવેરા સિવાયની આવક રસીદો (Non-Tax Receipts): 6 પૈસા
નોન ડેટ કેપિટલ રિસિપ્ટ્સ (Non-debt Capital Receipts) : 2 પૈસા
ભારત સરકારના પૈસા ક્યાં ખર્ચાય છે?
દર વર્ષની જેમ ગત વર્ષે રજુ થયેલા બજેટમાં પણ વિગતો આપવામાં આવી હતી કે ભારત સરકાર પાસે આવતા પ્રત્યેક રૂપિયાને બજેટ મારફથે કઈ વસ્તુઓ પાછળ વિભાજીત કરીને ખર્ચવામાં આવે છે. જો આપણે 2023-24ના બજેટ અંદાજો જોઈએ તો તે સમજવામાં સરળતા રહેશે.

બજેટમાં રૂપિયો ક્યાં જાય છે (Budget Estimates 2023-24)
કેન્દ્ર સરકારની યોજના (Central Sector Scheme): 17 પૈસા
વ્યાજની ચૂકવણી (Interest Payments) : 20 પૈસા
રક્ષા (Defence): 8 પૈસા
સબસિડી (Subsidies) : 7 પૈસા
નાણાં પંચ અને અન્ય ટ્રાન્સફર (Finance Commission and Other transfers) : 9 પૈસા
કર/જકાતમાં રાજ્યોનો હિસ્સો (States Share of Taxes/Duties) : 18 પૈસા
પેન્શન (Pensions) : 4 પૈસા
અન્ય ખર્ચ (Other Expenditure) : 8 પૈસા
કેન્દ્રિય પ્રાયોજિત યોજના (Centrally Sponsored Scheme) : 9 પૈસા
આ પણ વાંચો | બજેટ 2024માં નિર્મલા સીતારામન થાપણદારોને રાહત આપશે! જાણો બચત ખાતાની વ્યાજ કપાતનો નિયમ
સરકારના બજેટમાં દેવા – ઋણનું મહત્વ
રૂપિયો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે જોયા પછી, તમે સરળતાથી સમજી શકશો કે ભારત સરકારને મળતા દરેક રૂપિયામાંથી 20 પૈસા એટલે કે આવકના 20 ટકા લોન પરના વ્યાજની ચુકવણીમાં જાય છે. આ સિક્કાની બીજી બાજુ એ છે કે સરકારી બજેટમાં ખર્ચ માટે ઉપલબ્ધ દરેક રૂપિયામાંથી 34 પૈસા દેવા અને અન્ય જવાબદારીઓ દ્વારા આવે છે, જે આ બજેટનો સૌથી મોટો હિસ્સો છે. આ બંને આંકડા દર્શાવે છે કે ભારત સરકારના બજેટમાં દેવા – ઋણની ભૂમિકા કેટલી મહત્વની છે.





