Top 10 Income Tax Free Country In World: નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ 2024 માં કરદાતા પર કોઇ નવો ઈન્કમ ટેક્સ લાદવામાં ન આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. એક બાજુ બજેટ 2024 રજૂ થઇ રહ્યું છે તો બાજી બાજુ નાણાકીય વર્ષ 2023-24નું ઈન્કમ ટેક્સ રિર્ટન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ નજીક આવી ગઇ છે. આવકવેરા વિભાગ કરદાતાને આઈટીઆર ફાઈલ કરવાના મેસેજ મોકલી રહ્યું છે. ભારતમાં કરદાતા એ તેમની આવક પર ઈન્કમ ટેક્સ ચૂકવવો પડે છે.
જો કે દુનિયામાં ઘણા ઈન્કમ ટેક્સ ફ્રી દેશો છે જ્યાં નાગરિકો પાસેથી કોઇ ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવતો નથી. અહીં ટેક્સ હેવન કહેવાતા ટોચના 10 ઈન્કમ ટેક્સ ફ્રી દેશોની યાદી આપવામાં આવી છે.

દુનિયાના ટેક્સ હેવન 17 દેશની યાદી (Tax Haven Countries In World)
દુનિયાના ઘણા દેશોમાં નાગિરકો પાસેથી ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવતો નથી અથવા તો અત્યંત નહીવત ટેક્સ વસૂલાય છે. અહીં તમારી સમક્ષ ટેક્સ હેવન ગણાતા 17 દેશોની યાદી રજૂ કરવામાં આવી છે, જ્યાંની સરકાર તેના નાગિરકો પાસેથી ઈન્કમ ટેક્સ વસૂલતી નથી. દુનિયાના ટેક્સ હેવન દેશોમાં એન્ટિગુઆ, બર્મુડા, સેન્ટ કિટ્સ અને નેવિસ, યુએઇ, વાનૌતુ, બ્રુનેઇ, બેહરીન, બહામાસ, સાયમન આઈસલેન્ડ, કેકોસ આઈસલેન્ડ, બ્રિટિશ વર્જિન આઈસલેન્ડ, મોનાકો, સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, સોમાલિયા અને વેસ્ટર્ન સહારા નો સમાવેશ થાય છે.
દુનિયાના ટોપ 10 ઇન્કમ ટેક્સ ફ્રી દેશ
ક્રમ ઈન્કમ ટેક્સ ફ્રી દેશનું નામ જીડીપી (માથાદીઠ US ડોલરમાં) 1 બહામાસ 35541 ડોલર 2 કેમેન આઈસલેન્ડ 84509 ડોલર 3 સંયુક્ત આરબ અમીરાત 47663 ડોલર 4 બહેરીન 24932 ડોલર 5 બરમુડા 118846 ડોલર 6 મોનાકો 240862 ડોલર 7 બ્રિટિશ વર્જિન આઈસલેન્ડ 46997 ડોલર 8 કુવૈત 33316 ડોલર 9 સાઉદી અરેબિયા 22069 ડોલર 10 ઓમાન 21381 ડોલર
ટેક્સ ફ્રી દેશો કમાણી કેવી રીતે કરે છે?
ટેક્સ ફ્રી દેશમાં સામાન્ય રીતે વેપાર, પ્રવાસન અને આંતરરાષ્ટ્રીય વ્યવસાયો માંથી આવક પ્રાપ્ત કરે છે.
આ પણ વાંચો | બજેટ રજૂ કરવામાં ન આવે તો દેશમાં શું થાય? તમે ક્યારેય વિચાર્યું છે
શું ભારતમાં ઈન્કમ ટેક્સ નાબૂદ થવું સંભવ?
ભારતની ગણતરી સૌથી ઉંચો ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવતા દેશોમાં થાય છે. ભારત જેવા દેશમાં ઈન્કમ ટેક્સ વસૂલવાનું બંધ કરવું સરકાર માટે મુશ્કેલ છે. દેશમાં ગરીબ લોકોને વિવિધ જરૂરિયાત ઉપલબ્ધ કરાવવા માટે સરકારે દર વર્ષે લાખો કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. આ માટેનું નાણા ભંડોળ સરકાર વિવિધ સ્ત્રોત મારફતે એક્ત્ર કરે છે, જેમા ઈન્કમ ટેક્સ મુખ્ય સ્ત્રોત છે. ભારતમાં સરકાર વ્યક્તિની વાર્ષિક આવક પર ઈન્કમ ટેક્સ વસૂલવાની સાથે સાથે વિવિધ ચીજ વસ્તુઓ અને સેવા પર જીએસટી સહિત વિવિધ કરવેરા લાદી આવક મેળવે છે.





