NPS Vatsalya Scheme In Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટ 2024માં એનપીએસ વાત્સલ્ય યોજનાની ઘોષણા કરી છે. આ એનપીએસ વાત્સલ્ય યોજના બાળકો માટે ખાસ બચત યોજના સમાન છે. એનપીએસ વાત્સલ્ય યોજના હેઠળ માતા-પિતા 18 વર્ષ સુધીના બાળકો માટે નામે NPS એકાઉન્ટ ખોલાવી શકશે.
Budget 2024: એનપીએસ વાત્સલ્ય યોજના (NPS Vatsalya Scheme)
બજેટ 2024 ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે બાળકો માટેના NPS ખાતામાં માતા-પિતાના યોગદાનની સુવિધા માટે એક બચત યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનું નામ એનપીએસ વાત્સલ્ય જણાવવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ, જે બાળકોના નામ પર એનપીએસ એકાઉન્ટ ખોલવામાં આવશે, 18 વર્ષની ઉંમર બાદ તે નિયમિત એનપીએસ એકાઉન્ટમાં રૂપાંતરિત કરવામાં આવશે. ઉપરાંત એનપીએસ માટે એક મોટી ઘોષણા કરવામાં આવી છે, જેમા નોકરીદાતા એટલે કે એમ્પ્લોયરનું યોગદાન 10 ટકાથી વધારી 14 ટકા કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઇયે કે, એનપીએસ યોજના કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવે છે. એનપીએસ યોજનામાં વ્યક્તિને પેન્શનના રૂપમાં આવક પ્રાપ્ત થાય અને નિવૃત્તિ બાદ પોતાની આર્થિક જરૂરિયાત પુરી કરી શકે. પેન્શન ફંડ નિયામક અને વિકાસ સત્તામંડળ (PFRDA) એનપીએસ ને PFRDA એક્ટ 2013 હેઠળ સંચાલિત અને નિયંત્રિત કરે છે.

એનપીએ એકાઉન્ટ કોણ ખોલાવી શકે?
એનપીએસ યોજના સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ભારતના નાગરિક, પછી ભલે તમે ભારતમાં રહેતા હોવ કે વિદેશ, ભારતીય એનઆરઆઈ, જેઓ આ યોજનાની શરતો પૂર્ણ કરતા હોય તેઓ એનપીએ એકાઉન્ટ ેખોલાવી શકે છે.
આ પણ વાંચો | સોનું ચાંદી ખરીદવું સસ્તુ થયું, નિર્મલા સીતારમણે બજેટ 2024 માં કસ્ટમ ડ્યટી ઘટાડી
નાણાપ્રધાને એ પણ પુનરોચ્ચાર કર્યો હતો કે NPS અંગે સરકારી કર્મચારીઓની ચિંતાઓને દૂર કરવા ટૂંક સમયમાં ઉકેલની જાહેરાત કરવામાં આવશે.





