Stock Market Post Budget : બજેટ અને શેર બજાર એકબીજા સાથે પરસ્પર જોડાયેલા છે. શેર બજાર પર બજેટની સીધી અસર દેખાય છે. સંસદમાં આજે રજૂ થનાર બજેટ 2024 મોદી સરકાર 3.0 કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ છે, નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ 2024 કેવું આપે છે એ પર સૌની નજર છે. બજેટ 2024 પહેલા શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 80000ની સપાટીને પાર કરી ગયો હતો. જો કે, બજેટ પહેલા સતત નવા ટ્રિગરની શોધમાં છેલ્લા 2 દિવસથી શેરબજાર સતત ઘટી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે સેન્સેક્સ અને નિફ્ટીમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે.
બજેટ 2024 પૂર્વે શેર બજાર મજબૂત
વર્ષ 2024ની વાત કરીએ તો બજેટના એક મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂતી આવી છે. છેલ્લા એક મહિનામાં સેન્સેક્સ લગભગ 3160 પોઈન્ટ અથવા 4 ટકા મજબૂત થયો છે. તો એનએસઇ નિફ્ટી પણ 970 પોઇન્ટ અથવા 4.15 ટકા મજબૂત થયો છે. જોકે બજેટ 2024 પહેલા આગળના દિવસે શેર બજાર નરમ રહ્યું હતું.
બજેટ 2024 પહેલા શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી નરમ છે. 19 જુલાઇ શુક્રવારે સેન સેન્સેક્સ 739 પોઇન્ટ ઘટી 80605 બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી 270 પોઈન્ટ ઘટી 24531 લેવલ પર બંધ થયા છે. બજેટ 2024 પહેલા 22 જુલાઇના રોજ શેરબજાર બીએસઇ સેન્સેક્સ 102 પોઇન્ટ ઘટી 80502 અને નિફ્ટી 21 પોઇન્ટ ઘટી 24509 બંધ થયા છે.
હવે સવાલ એ થાય છે કે બજેટ પછી એટલે કે બજેટ પછી શેરબજાર કઇ દિશામાં જાય છે. જો આપણે છેલ્લા 10 વર્ષના સ્ટોક માર્કેટના ટ્રેંડ પર નજર કરીએ તો પ્રી બજેટ મહિનામાં બજાર પર થોડું દબાણ જોવા મળ્યું છે. પરંતુ બજેટ બાદ બુલ અને બિયરનો રેશિયો 50:50 રહ્યો છે.

બજેટ પછીનો મહિનો: 2014 થી 2023 સુધીની સ્થિતિ
- જો આપણે બજેટ પછીના એક મહિનામાં જોઈએ તો સેન્સેક્સ અને નિફ્ટી 5 વખત વધ્યા છે અને 5 વખત ઘટ્યા છે.
- બજેટ 2024 : બજેટ 2024 પૂર્વે જુલાઇ મહિનામાં શેર બજાર એકંદરે ગરમ રહ્યું છે. જોકે બજેટ 2024 પૂર્વેનો દિવસ 22 જુલાઇએ બજાર નરમ રહ્યું હતું.
- બજેટ 2023 : 2023ના બજેટ પછીના મહિનામાં બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. 1 ફેબ્રુઆરીના રોજ બજેટ જાહેર થયા બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંને એક મહિનામાં લગભગ 1 ટકા અને 1.5 ટકા ઘટ્યા હતા.
- બજેટ 2022 : વર્ષ 2022માં પોસ્ટ બજેટ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, ઘટાડા પાછળ કોરોના વાયરસ સહિત કેટલાક વૈશ્વિક પરિબળો હતા. 1 ફેબ્રુઆરીએ બજેટ પછી સેન્સેક્સ એક મહિનામાં 2616 પોઈન્ટ અથવા 4.5 ટકા નબળો પડ્યો હતો.
- બજેટ 2021 : વર્ષ 2021ના પોસ્ટ બજેટ મહિનામાં સેન્સેક્સ 2.6 ટકા વધ્યો હતો.
- બજેટ 2020 : વર્ષ 2020માં બજેટ પછી શેરબજાર સૂચકાંક સેન્સેક્સ એક મહિનામાં લગભગ 3.5 ટકા ઘટ્યો છે.
- બજેટ 2019 : બજેટ પછી વર્ષ 2019માં સેન્સેક્સ એક મહિનામાં 4.6 ટકા વધ્યો છે.
- બજેટ 2018 : વર્ષ 2018માં બજેટ બાદ સેન્સેક્સમાં એક મહિનામાં 5.18 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
- બજેટ 2017 : વર્ષ 2017માં પોસ્ટ બજેટ માર્કેટ મજબૂત થયું અને સેન્સેક્સ 1 મહિનામાં 3 ટકા મજબૂત થયો.
- બજેટ 2016 : વર્ષ 2016માં પણ બજેટ બાદ માર્કેટમાં તેજી રહી હતી. બજેટ પછીના મહિનામાં સેન્સેક્સ 6.5 ટકા મજબૂત થયો છે.
- બજેટ 2015 : વર્ષ 2015માં બજેટ બાદ સેન્સેક્સ એક મહિનામાં 4.7 ટકા ઘટ્યો.
- બજેટ 2014 : વર્ષ 2014માં બજેટ બાદ સેન્સેક્સ એક મહિનામાં લગભગ 6.69 ટકા મજબૂત થયો.

10 વર્ષ: પ્રી બજેટ માર્કેટ 7 વખત તૂટ્યું
પ્રી-બજેટની વાત કરીએ તો, છેલ્લા 10 વર્ષમાં એટલે કે 2015 થી 2024 વચ્ચે 3 વખત આવું બન્યું છે, જ્યારે મોદી સરકારના શાસનમાં બજેટ રજૂ થયાના પ્રથમ મહિનામાં જ શેરબજાર મજબૂત બન્યું હતું. 2024ના બજેટ મહિનામાં શેરબજારમાં 4 ટકાનો વધારો થયો હતો. 2017માં બજેટ મહિનામાં શેરબજારમાં 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે વર્ષ 2018માં શેરબજારમાં 5.5 ટકાની મજબૂતી જોવા મળી હતી.
2024 : વર્ષ 2024ની વાત કરીયે તો બજેટ પૂર્વેના છેલ્લા એક મહિનામાં સેન્સેક્સ લગભગ 3160 પોઈન્ટ અથવા 4 ટકા મજબૂત થયો છે. તો આ દરમિયાન એનએસઇ નિફ્ટી પણ 970 પોઇન્ટ અથવા 4.15 ટકા મજબૂત થયો છે.
2023 : પ્રી બજેટ મહિનામાં સેન્સેક્સ લગભગ 1300 પોઈન્ટ અથવા 2 ટકા ઘટીને બંધ થયો, તો નિફ્ટી પણ 2.5 ટકા અથવા 445 પોઈન્ટ્સથી નબળો પડ્યો હતો.
2022 : 1 જાન્યુઆરી, 2022 થી 31 જાન્યુઆરી, 2022 ની વચ્ચે સેન્સેક્સ 59183 ના સ્તરથી ઘટીને 58014 પર આવી ગયો. સેન્સેક્સ 2 ટકા ઘટ્યો હતો.

2021 : વર્ષ 2021ના પ્રી-બજેટ મહિનામાં સેન્સેક્સ 47868ના સ્તરથી ઘટીને 46286ના સ્તરે આવી ગયો. સેન્સેક્સ 1582 પોઇન્ટ અથવા 3.3 ટકા ઘટ્યો હતો.
2020 : પ્રી-બજેટ મહિનામાં શેરબજાર સૂચકાંક સેન્સેક્સ 1.28 ટકા ઘટ્યો.
2019 : નરેન્દ્ર મોદી સરકાર વર્ષ 2019માં ફરી સત્તામાં આવ્યા બાદ, 5 જુલાઈએ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 5 જૂનથી 4 જુલાઈની વચ્ચે સેન્સેક્સ 0.04 ટકા નબળો પડ્યો હતો.
આ પણ વાંચો | દુનિયાના ટોપ 10 ઈન્કમ ટેક્સ ફ્રી દેશ, શું ભારતમાં આવકવેરો નાબૂદ થવો શક્ય છે?
2016 : સેન્સેક્સ લગભગ 6.1 ટકા નબળો પડ્યો હતો.
2015 : પ્રી-બજેટ મહિનામાં સેન્સેક્સ 1.15 ટકા ઘટ્યો.
2014 : 2014માં એનડીએ સરકાર બન્યા બાદ જુલાઈમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ મહિનામાં સેન્સેક્સ લગભગ અડધા ટકા સુધી નબળો પડ્યો હતો.





