Budget 2025 Expectations: બજેટ 2025 નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરશે. આ બજેટમાં સ્માર્ટફોન, તેના કોમ્પોનન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પરના ટેક્સ વિશે મોટી ઘોષણા કરે તેવી અપેક્ષા છે. જો આમ થાય તો સ્માર્ટફોન સહિત ઇલેક્ટ્રોનિક્સ પ્રોડ્કટ્સ સસ્તા થઇ શકે છે. મોબાઇલ હેન્ડસેટ અને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ બનાવતી કંપનીઓએ FM સીતારમણને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડ્ક્ટ્સમાં વપરાતા પાર્ટ્સની ઇમ્પોર્ટ ટેરિફમાં ફેરફાર કરવાની સલાહ આપી છે.
ઉદ્યોગ જગતે નાણાંમંત્રી નિર્મલા સીતારમણને પીસીબીએ, એફપીસી, કેમેરા મોડ્યૂલ અને કનેક્ટર્સ પર ઇમ્પોર્ટ ડ્યૂટી 2.5 ટકા થી ઘટાડી શૂન્ય કરવા ભલામણ કરી છે. જો નાણામંત્રી આ ભલામણ સ્વીકાર લે તો સ્માર્ટફોન સહિત ઘણી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની કિંમતમાં ધરખમ ઘટાડો થઇ શકે છે.
ઈન્ડિયન સેલ્યુસર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA) એ કહ્યું કે, સબ એસેમ્બલ અને તેના કમ્પોનન્ટ્સ પર ઉંચી ઇમ્પોર્ટ ટેરિફા લીધે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી જાય છે. તેની સીધી અસર વૈશ્વિક બજારમાં ભારતીય પ્રોડક્ટ્સની પ્રતિસ્પર્ધા ક્ષમતા પ પડે છે. સંગઠને કહ્યું કે, જો બજેટ 2025માં સરકાર શૂન્ય ટેરિફની તેની માગ સ્વીકારી લે તો ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરની વિકાસ વદ્ધિને વેગ મળશે.
મની કન્ટ્રોલના એક મીડિયા રિપોર્ટ મુજબ ICEAના ચેરમેન પંકજ મહિન્દુએ કહ્યું કે, ભારતમાં હાલ જે ટેરિફ સ્ટ્રક્ચર છે, તે બહુ જટિલ છે. હાલ 0 ટકા, 2.5 ટકા, 5 ટકા, 7.5 ટકા, 10 ટકા અને 15 ટકા જેવા ઘણા સ્લેબમાં ટેક્સ લાગુ પડે છે. ઉપરાંત સરચાર્જ પર વસૂલાય છે. જેના પગલે સબ એસેમ્બલ અને કમ્પોનન્ટ પર તેની અસરે વૈશ્વિક બજારમાં ભારતીય પ્રોડક્ટ્સની પ્રતિસ્પર્ધા ક્ષમતા ઘટી જાય છે. તેની અસર નિકાસ પર પણ પડે છે. જો ભારત પોતાને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા ઇચ્છે છે તો તેણે ટેરિફ સ્ટ્રક્ચરની ખામીઓ દૂર કરવી પડશે.
આ પણ વાંચો | બજેટ 2025માં FM સીતારમણ મધ્યમ વર્ગને આપશે રાહત! જૂની કર પ્રમાણલીમાં 5 લાખની આવક ટેક્સ ફ્રી
એસોસિએશને સરકારને કાર ડિસ્પ્લે ઇનપુટ્સ પર ટેક્સ ઘટાડવા ભલામણ કરી છે. તેમનું કહેવું છે કે, સરકારે તે 15 ટકાથી ઘટાડી શૂન્ય કરવું જોઇએ. ઉપરાંત બીએલયુ, કવર ગ્લાસ અને ઓપન સેલ્સ પર પણ ડ્યુટી ઘટાવી જોઇએ. તેનાથી નિકાસ વધારવામાં મદદ મળશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી સંસદમા બજેટ રજૂ કરવાના છે. એસોસિએશનની માંગન ધ્યાનમાં રાખી નાણામંત્રી ઇમ્પોર્ટ ટેરિફ સરળ બનાવવાની ઘોષણા કરી શકે છે.





