Budget 2025: ભારતના એ નાણા મંત્રી જે એક પણ બજેટ રજૂ કરી શક્યા નહીં, જાણ કેમ

Union Budget 2025: યુનિયન બજેટ 2025 નિર્મલા સીતારમણનું આઠમું બજેટછે. ભારતમાં એક એવા નાણામંત્રી થઇ ગયા જેઓ એક વખત પણ બજેટ રજૂ કરી શક્યા નહીં.

Written by Ajay Saroya
January 23, 2025 09:53 IST
Budget 2025: ભારતના એ નાણા મંત્રી જે એક પણ બજેટ રજૂ કરી શક્યા નહીં, જાણ કેમ
Union Budget 2025: યુનિયન બજેટ 2025-26 (Photo: Freepik)

Union Budget 2025: બજેટ 2025 નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરશે. દર વર્ષે નાણામંત્રી આગામી વર્ષના આવક અને ખર્ચના લેખાં જોખાંનો અંદાજ બજેટ સ્વરૂપે રજૂ કરે છે. ભારતમાં બજેટ રજૂ કરવાનો ઇતિહાસ બ્રિટિશ કાળથી ચાલી રહ્યો છે. બ્રિટિશ કાળમાં ભારતનું પહેલું બજેટ 7 એપ્રિલ, 1860ના રોજ જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આઝાદી બાદ બ્રિટનના બજેટ રજૂ કરવાની રીતને આગળ ધપાવવામાં આવી હતી.

કેસી નિયગી ભારતના બીજા નાણામંત્રી

તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમં એક એવા પર નાણામંત્રી થઇ ગયા જેઓ ક્યારેય બજેટ રજૂ કરી શકાય નહીં. ભારતના પ્રથમ નાણામંત્રી આરકે સન્મુખમ ચેટ્ટી એ વર્ષ 1948માં રાજીનામું આપ્યા બાદ વર્ષ 1048માં ક્ષિતિશ ચંદ્ર નિયોગી દેશના નાણામંત્રી બન્યા હતા. જે કેસી નિયોગી તરીકે ઓળખાય છે. તેઓ માત્ર 35 દિવસ માટે જ નાણામંત્રીના પદે રહ્યા હતા. આથ તેમને બજેટ રજૂ કરવાની તક મળી ન હતી. ત્યારબાદ જોન મથાઇ દેશના ત્રીજા નાણામંત્રી બન્યા હતા.

સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ

ભારતમાં સૌથી વધુ વખત યુનિયન બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઇના નામે છે. મોરારજી દેસાઇયે દેશના નાણામંત્રી તરીકે 10 વખત બજેટ રજૂ કર્યું છે. જેમા 2 અંતરિમ બજેટ અને 8 પૂર્ણ બજેટ છે. નિર્મલા સીતારમણ ભારતના પ્રથમ પૂર્ણ સમયના નાણામંત્રી છે. તેઓ આઠમી વખત બજેટ રજૂ કરવાના છે.

બજેટ રજૂ કરવાની તારીખ અને સમય બદલાયા

બજેટ રજૂ કરવાની તારીખ અને સમય બદલાયા છે. ભારતમાં નાણાકીય વર્ષ એપ્રિલ થી માર્ચ ગણાય છે. બ્રિટિશકાળની રીતને અનુસરતા ભારત આઝાદ થયું ત્યારબાદ પણ દેશનુ બજેટ સાંજે 5 વાગે સંસદમાં રજૂ થતુ હતુ. જો કે વર્ષ 1999માં આ પરંપરા તૂટી. વર્ષ 1999માં અટલ બિહારી વાજપાયીની સરકારમાં યશવંત સિન્હા એ બજેટ રજૂ કરવાનો સમય બદલ્યો. તેમણે સાંજે 5 વાગેના બદલે સવારે 11 વાગે બજેટ રજૂ કરવાની પરંપરા શરૂ કરી. સરકારનું માનવું છે કે, ચર્ચા અને અમલીકરણ માટે આ સમય વધારે વ્યવહારિક છે.

આ પણ વાંચો | બજેટ શબ્દનો અર્થ શું છે? બંધારણમાં બજેટનો શબ્દનો ઉલ્લેખ કેમ નથી?

તેવી જ રીતે બજેટ રજૂ કરવાની તારીખ પણ બદલાઇ. 2016 સુધી દેશમાં ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખે બજેટ રજૂ થયુ હતું. જો કે આ પરંપરા તોડતા નરેન્દ્ર મોદી સરકારમાં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ વર્ષ 2017માં 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવાની નવી પરંપરા શરૂ કરી હતી. બજેટ રજૂ કરવાની તારીખ બદલવાનો ઉદ્દેશ્ય બજેટને ઝડપી મંજૂરી, વહીવટી વિલંબ દૂર કરવાનો અને સરળ નાણાકીય આયોજનની ખાતરી કરવાનો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ