Budget 2025: રોટી, કપડા અને મકાન પર કેટલો ટેક્સ વસૂલે છે સરકાર? જુઓ GST સ્લેબ

Union Budget 2025: બજેટ 2025માં મોંઘવારીમાં રાહત મળે તેવી અપેક્ષા છે. નિર્મલા સીતારમણ બજેટમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર જીએસટી ઘટાડે તો મોંઘવારી ઘટે. સરકાર વિવિધ ચીજવસ્તુઓ પર કેટલો ટેક્સ વસૂલે છે તેની જાણકારી આપવામાં આવી છે.

Written by Ajay Saroya
January 31, 2025 11:05 IST
Budget 2025: રોટી, કપડા અને મકાન પર કેટલો ટેક્સ વસૂલે છે સરકાર? જુઓ GST સ્લેબ
GST: ભારતમાં 1 જુલાઇ, 2017થી GST (ગુડ્સ અને સર્વિસ ટેક્સ) કર પ્રણાલી લાગુ કરવામાં આવી છે. (Photo: Freepik)

Union Budget 2025: બજેટ 2025 પર સૌની નજર છે. યુનિયન બજેટ 2025માં શું સસ્તું થશે અને શું મોંઘું થશે તે જાણવાની આતુરતા છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘવારી અને રોજગારની સમસ્યામાં રાહત મળે તેવી અપેક્ષા રાખે છે. બજેટમાં જીવન જરૂરિયાતથી લઇ મોંઘી અને લક્ઝુરિયસ ચીજ વસ્તુઓ પર લાદવામાં આવતા ટેક્સની ઉંડી અસર થાય છે. સરકાર રોટી, કપડા અને મકાન જેવી જીવન જરૂરિયાતની ચીજો પર કેટલો ટેક્સ વસૂલે છે ચાલો જાણીયે

ભારતમાં વિવિધ ચીજવસ્તુઓ પર જીએસટી લાગુ

ભારતમાં ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) પ્રણાલી લાગુ છે, જે હેઠળ વિવિધ ચીજવસ્તુઓ પર અલગ અલગ દરે જીએસટી વસૂલવામાં આવે છે. ભારતમાં 1 જુલાઇ, 2017ના રોજથી નવી કર પ્રણાલી જીએસટી લાગુ કરવામાં આવી છે. સરકાર વિવિધ ચીજ વસ્તુઓ અને સેવાઓ પર અલગ અલગ દરે જીએસટી વસૂલ છે. જીએસટી દર જે તે વસ્તુની આવશ્યકતા અને કેટેગરી અનુસાર નક્કી કરવામાં આવી છે. સામાન્ય રીતે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર ઓછા જીએસટી હોય છે. જ્યારે મોજશોખ અને લક્ઝુરિયસ ચીજવસ્તુઓ પર ઉંચો જીએસટી વસૂલવામાં આવેછે.

જીએસટ સ્લેબ

સરકારી 4 જીએસટી સ્લેબ નક્કી કર્યા છે. વિવિધ વસ્તુઓને આવશ્યકતા અને મહત્વ અનુસાર અલગ અલગ જીએસટી સ્લેબમાં મૂકવામાં આવી છે.

0 ટકા : આવશ્યક ચીજવસ્તુઓ (જેમ કે, પેકિંગ વગરનું અનાજ, દાળ વગેરે)5 ટકા : અમુક આવશ્યક ચીજ વસ્તુઓ અને સામાન્ય ઉપયોગની ચીજો.12 ટકા : ઔદ્યોગિક પેદાશ અને પ્રોસેસ્ડ ફૂડ આઇટમ18 ટકા : કન્ઝ્યુમર ગુડ્સ અને મોજશોખની ચીજવસ્તુ28 ટકા : લક્ઝ્યુરિયસ અને મોંઘી ચીજવસ્તુ

ચીજ વસ્તુજીએસટી દર
ઘઉંનો લોટ (છુટક, નોન બ્રાન્ડ)0 ટકા
ઘઉંનો લોટ (બ્રાન્ડેડ અને પેકિંગ)5 ટકા
ચોખા, દાળ (છુટક, અનપેક્ડ)0 ટકા
ચોખા, દાળ (બ્રાન્ડેડ અને પેકિંગ)5 ટકા
કપડા વસ્ત્ર (₹1000 સુધી)5 ટકા
કપડા વસ્ત્ર (₹1000 થી મોંઘા)12 ટકા
માખણ12 ટકા
દૂધ અને ડેરી પેદાશ (દૂધને સિવાયની ચીજો)5 ટકા – 12 ટકા
ફુટવેર (₹500 સુધી)5 ટકા
ફુટવેર (₹500થી મોંઘા)18 ટકા
સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ18 ટકા
ચા ખાંડ, કોફી (ઇન્સ્ટન્ટ સિવાય)5 ટકા
પ્રોસેસ્ડ ફૂડ આઈટમ (જામ, સોસ, સૂપ વગેરે)12 ટકા
રેડીમેર ગારમેન્ટ12 ટકા
મોબાઇલ ફોન18 ટકા
કાર (નાની કાર)28 ટકા
લક્ઝરી કાર28 ટકા + સેસ
સ્ત્રોત- GST પોર્ટલ

જીએસટી દરની અસર

જીએસટી દરની વિવિધ ચીજવસ્તુની કિંમત પર અસર થાય છે. સરકારનો ઉદ્દેશ્ય એવો હોય છે કે, રોજિંદા વપરાશની ચીજો સસ્તી રહે જ્યારે મોજશોખ અને લક્ઝુરિયસ વસ્તુઓ મોંઘી રાખે છે. સરકાર સમયાંતરે જીએસટી દરની સમીક્ષા કરે છે અને જરૂરિયાત મુજબ GST રેટમાં ફેરફાર કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ