Budget 2025: બજેટ 2025માં નિર્મલા સીતારમણ આયાત જકાત વધારશે! ડોલર સામે રૂપિયાનો ઘટતો રોકવા લેશે પગલાં

FM Nirmala Sitharaman Present Budget 2025: બજેટ 2025મં નાણામંત્રી નિર્મલા સીતારમણ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો રોકવા મોટી ઘોષણા કરી શકે છે.

Written by Ajay Saroya
January 17, 2025 09:37 IST
Budget 2025: બજેટ 2025માં નિર્મલા સીતારમણ આયાત જકાત વધારશે! ડોલર સામે રૂપિયાનો ઘટતો રોકવા લેશે પગલાં
Budget 2025 Expectations: બજેટ 2025માં નાણા મંત્રી નિર્મલા સીતારમણ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો રોકવા પગલાં લઇ શકે છે. (Photo: Freepik)

Budget 2025 Expectations: બજેટ 2025 નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરશે. આ યુનિયન બજેટ 2025માં ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને રોકવા નાણામંત્રી મોટી જાહેરાત કરી શકે છે. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય સતત ઘટીને 86 નીચે જતું રહ્યું છે, જેના કારણે અર્થવ્યવસ્થાને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

બજેટ 2025માં આયાત જકાત વધવા સંભવ

બજેટ 2025માં FM નિર્મલા સીતારમણ આયાત જકાતમાં વધારાની જાહેરાત કરી શકે છે. આ પગલું ડોલરની માંગને અંકુશમાં રાખવા અને રૂપિયાના સતત ઘટી રહેલા મૂલ્યને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉઠાવવામાં આવી શકે છે. આ અનુમાન અનુભવી અર્થશાસ્ત્રી અને EYના મુખ્ય નીતિ સલાહકાર ડીકે શ્રીવાસ્તવે વ્યક્ત કર્યું છે. તેમનું માનવું છે કે જો સરકાર આ દિશામાં કોઈ પગલું ભરે તો તે ભારતના સ્થાનિક ઉદ્યોગને માત્ર સુરક્ષા જ નહીં આપે, પરંતુ ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરીને સરકારની આવકમાં પણ વધારો કરી શકે છે. નોંધનીય છે કે ડોલર સામે ભારતીય રૂપિયામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે અર્થવ્યવસ્થાને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

રૂપિયામાં ઘટાડો સરકાર અને આરબીઆઈ માટે પડકાર

ડીકે શ્રીવાસ્તવના મતે રૂપિયાનું ઘટતું મૂલ્ય સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) બંને માટે મોટો પડકાર છે. 13 જાન્યુઆરી, 2025ના રોજ ડોલર સામે રૂપિયો 86.70ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો હતો, જે છેલ્લા બે વર્ષમાં સૌથી મોટો ઘટાડો હતો. શ્રીવાસ્તવનું કહેવું છે કે આયાત જકાત વધારવાથી આયાતકારો પાસેથી ડોલરની માંગ ઘટશે અને તેનાથી રૂપિયા પર દબાણ ઘટશે.

સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે

શ્રીવાસ્તવે એમ પણ કહ્યું કે માત્ર ભારતીય રૂપિયો જ નહીં પરંતુ યુરોપની ઘણી કરન્સી પણ ડોલર સામે સમાન દબાણનો સામનો કરી રહી છે. તેમણે કહ્યું, “બજેટમાં એવી કોઈ અસરકારક રીત નથી કે જે કરન્સી એક્સચેન્જ રેટને સીધી અસર કરી શકે, પરંતુ સરકાર ટેરિફ રેટ વધારવા પર વિચાર કરી શકે છે. આનાથી ન માત્ર સ્થાનિક ઉદ્યોગને રક્ષણ મળશે, પરંતુ આયાત ડ્યૂટીમાં વધારો પણ અટકાવવામાં આવશે. સરકારની કમાણી પણ વધશે.

આત્મનિર્ભર ભારત દિશામાં પગલું

શ્રીવાસ્તવ કહે છે કે, ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાનું પગલું સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત બનાવવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. કારણ કે આયાતી માલની માંગમાં ઘટાડો થવાથી સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સરકાર ટેરિફ વધારવા અને ડ્યૂટીને તર્કસંગત બનાવવા તરફ આગળ વધી શકે છે.”

ભાવિ સંકેતો અને પડકારો

છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય ચલણમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. 13 જાન્યુઆરી, 2025 ના રોજ, રૂપિયો 66 પૈસા ઘટ્યો અને યુએસ ડોલર સામે 86.70 ના ઐતિહાસિક નીચા સ્તરે બંધ થયો. છેલ્લા બે વર્ષમાં કોઈપણ એક દિવસમાં જોવા મળેલો રૂપિયાનો આ સૌથી મોટો ઘટાડો હતો. અગાઉ, રૂપિયામાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો 68 પૈસા હતો, જે 6 ફેબ્રુઆરી 2023ના રોજ જોવા મળ્યો હતો. છેલ્લા બે સપ્તાહમાં જ ડોલર સામે રૂપિયો 1 રૂપિયાથી વધુ તૂટ્યો છે. 19 ડિસેમ્બર, 2024 ના રોજ, ભારતીય ચલણ પ્રથમ વખત 85 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરથી નીચે ગયું.

આ પણ વાંચો | બજેટ 2025માં જુની કર પ્રણાલી નાબૂદ થાય તો કોને વધુ નુકસાન થશે?

રૂપિયામાં જોવા મળતા સતત ઘટાડાને કારણે સરકાર માટે બજેટ 2025માં રાજકોષીય અને નાણાકીય નીતિ વચ્ચે સંતુલન જાળવવાનું એક પડકારજનક કાર્ય હશે. આવી સ્થિતિમાં આયાત જકાતમાં સંભવિત વધારાનું પગલું સરકાર માટે રાહતરૂપ બની શકે છે. જો કે, આનાથી આયાત આધારિત ઉદ્યોગો માટે મુશ્કેલીઓ વધવાનો ભય પણ ઉભો થશે. આવી સ્થિતિમાં સરકારે કોઈપણ પગલું ભરતા પહેલા તેની સાથે જોડાયેલા તમામ પાસાઓ પર વિચાર કરવો પડશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ