Budget 2025 Allocation: બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણ મધ્યમ વર્ગથી લઇ કરદાતાઓને મોટી રાહત આપી છે. આ બજેટમાં ખેતી અને ખેડૂત, મહિલા અને યુવાનો તેમજ ટેકનોલોજી પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. મેક ઇન ઈન્ડિયાને પ્રોત્સાહન આપી સ્થાનિક ઉદ્યોગોને પણ ખુશ કરવાનો પ્રયાસ કરાયો છે. 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કરી કરદાતા અને મધ્યમ વર્ગને મોટી રાહત છે. જાણો સરકાર બજેટમાં ક્યા વિભાગ પાછળ રૂપિયા ખર્ચશે.
કેન્દ્રીય બજેટ 2025નું કદ
નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2025-26 માટે 50.65 લાખ કરોડ રૂપિયા (50,65,345 કરોડ રૂપિયા) નું રેકોર્ડ બજેટ રજૂ કર્યું છે. જે ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના સંસોધિત અંદાજથી લગભગ 3.49 લાખ કરોડ રૂપિયા કે 7.3 ટકા મોટું બજેટ છે. સીતારમણ નાણાકીય વર્ષ 2024-25નો બજેટ અંદાજ 48,20,512 કરોડ રૂપિયાથી સંશોધિત કરીને 47,16,487 કરોડ રૂપિયા કર્યો છે.
રાજકોષિય ખાધનો 4.4 ટકા લક્ષ્ય
બજેટ 2025માં નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2025-26 માટે રાજકોષિય ખાધ 4.4 ટકા રાખવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. નાણા વર્ષ 2023-24 માટે વાસ્તવિક રાજકોષીય ખાધ 16.54 લાખ કરોડ રૂપિયા હતી, જે દેશની કુલ જીડીપીના 5.6 ટકા હતી. તો ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે રાજકોષીય ખાધનો લઙ્યાંક ઘટાડીને 4.8 ટકા કર્યો છે.
બજેટ 2025માં ક્યા વિભાગ પાછળ કેટલો ખર્ચ થશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટ 2025નું કુલ કદ 50.65 લાખ કરોડ રૂપિયા (5065345 કરોડ રૂપિયા) છે. એટલે કે સરકાર નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વિવિધ યોજનાઓ પાછળ આટલો ખર્ચ થશે. બજેટ 2025માં સૌથી વધુ ખર્ચ સંરક્ષણ પાછળ થશે.
વિગત બજેટ જોગવાઇ (રૂપિયા) સંરક્ષણ 4,91,732 કરોડ ગ્રામીણ વિકાસ 2,66,817 કરોડ હોમ અફેર્સ 2,33,211 કરોડ કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ 1,71,437 કરોડ શિક્ષણ 1,28,650 કરોડ આરોગ્ય 98,311 કરોડ શહેરી વિકાસ 96,777 કરોડ આઇટી અને ટેલિકોમ 95,298 કરોડ ઊર્જા 81,174 કરોડ વાણિજ્ય અને ઉદ્યોગ 65,553 કરોડ સમાજ કલ્યાણ 60,052 કરોડ વિજ્ઞાન 55,679 કરોડ સબસિડી 3,83,407 કરોડ અન્ય 4,82,653 કરોડ
આ પણ વાંચો | બજેટમાં 12 લાખ સુધી આવક ટેક્સ ફ્રી, કોને કેટલો ફાયદો? ઈન્કમ ટેક્સ સ્લેબની સરળ સમજૂતી
બજેટ 2025માં રક્ષા (ડિફેન્સ) માટે 491732 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે, જે વર્ષ 2024-25ના સંશોધિત બજેટ અંદાજ 456722 કરોડ રૂપિયા કરતા વધારે છે. ચાલો જાણીયે સરકારે બજેટ 2025માં ક્યા વિભાગ અને યોજના પાછળ કેટલા રૂપિયા ફાળવ્યા છે.