Budget 2025: બજેટ પહેલા હલવા સેરેમની કેમ થાય છે? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

Budget 2025 FM Nirmala Sitharaman: બજેટ રજૂ કરવાની પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણ હલવા સેરેમની કરે છે. હલવા સેરેમની બાદ બજેટ તૈયાર કરનાર અધિકારીઓ બજેટ રજૂ ન થાય ત્યાં સુધી અંડરગ્રાઉન્ડ રહે છે. જાણો

Written by Ajay Saroya
January 21, 2025 09:57 IST
Budget 2025: બજેટ પહેલા હલવા સેરેમની કેમ થાય છે? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ
Halwa Ceremony Before Budget: હલવા સેરેમની બજેટ રજૂ થવાની પહેલા નાણામંત્રીની હાજરીમાં થાય છે. (Photo: Social Media)

Budget 2025: બજેટ 2025 રજૂ થવામાં હવે થોડાક જ દિવસ બાકી છે. 1 ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી નિમર્લા સીતારમણ સંસંદમાં બજેટ 2025-26 રજૂ કરશે. બજેટ રજૂ થવાની પહેલા દર વર્ષની જેમ આ વખતે હલવા સેરેમની થશે. આ ખાસ કાર્યક્રમ ભારતીય બજેટ પરંપરાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. ચાલો જાણી બજેટ પહેલા હલવા સેરેમની કેમ કરવામાં આવ્યે છે, તેનો ઇતિહાસ અને મહત્વ

Halwa Ceremony Before Budget: બજેટ પહેલા હલવા સેરેમની કેમ થાય છે?

હલવા સેરેમની એક પરંપરા છે, જે દર વર્ષે બજેટ રજૂ થવાની પહેલા કરવામાં આવે છે. બજેટ દસ્તાવેજ સંસદમાં રજૂ થવાની પહેલા નાણામંત્રીની હાજરીમાં નાણાં મંત્રાલયમાં હલવા સેરેમની કરે છે. હલવા સેરેમનીનું આયોજન નોર્થ બ્લોકના ભોંયરામાં આવેલા બજેટ પ્રેસમાં થાય છે. હલવા સેરેમનીમાં દેશના નાણામંત્રી અને નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હોય છે.

હલવા સેરેમનીમાં એક મોટી કડાઇમાં હલવો બનાવવામાં આવે છે. આ હલવો નાણા મંત્રી અને નાણા મંત્રાલયના અધિકારીઓ ખાઇ છે. ત્યારબાદ બજેટ દસ્તાવેજ પ્રિન્ટ કરવાની કામગીરી શરૂ થાય છે.

હલવા સેરેમનીનો હેતુ

ભારતમાં કોઇ પણ શુભ કામ કરતી વખતે મોં મીઠું કરવાની પરંપરા છે. આ પરંપરાને અનુસરા બજેટ જેવી મહત્વપૂર્ણ કામગીરી પર હલવા દ્વારા મોં મીઠું કરી બજેટ દસ્તાવેજ પ્રિન્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. ઉપરાંત બજેટ તૈયાર કરવામાં ઘણો સમય અને મહેનત લાગે છે. બજેટ તૈયાર કરનાર અધિકારી અને કર્મચારીઓમાં ઉત્સાહ ટકી રહે તે હેતુસર પણ હલવા સેરેમની કરાય છે.

અધિકારીઓ 10 દિસ સુધી અંડરગ્રાઉન્ડ

હલવા સેરેમની બાદ બજેટની ગોપનિયતા રાખવા માટે બજેટ પ્રિન્ટિંગની કામગીરીમાં સામેલ 100થી વધુ કર્મચારી અને અધિકારીઓ નોર્થ બ્લોકના ભોંયરામાં રહે છે. સંસદમાં બજેટ રજૂ ન થાય ત્યાં અધિકારીઓ બહાર આવતા નથી. આ દરમિયાન અધિકારીઓ બહારની દુનિયા સાથે સંપર્ક સંપૂર્ણપણે ડિસનેક્ટ થઇ જાય છે, જેથી બજેટ લીક ન થાય.

આ પણ વાંચો | બજેટ વિશે 10 રસપ્રદ માહિતી, બજેટ રજૂ થવાની તારીખ સમય કેમ અને ક્યારે બદલાયા

હલવા સેરેમનીનો ઇતિહાસ અને પરિવર્તન

હલવા સેરેમનની પરંપરા દાયકાઓ જુની છે. આ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને નાણાકીય કામગીરી સાથે જોડે છે. અલબત્ત 2021માં કોરોના મહામારીને કારણે આ કાર્યક્રમ સ્થગિત રાખવામાં આવ્યો હતો. તે વર્ષે બજેટ સંપૂર્ણપણે ડિજિટલ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું હતું અને હલવાના બદલે મીઠાઇ વહેંચવામાં આવી હતી. ત્યારબાદ 2023માં આ પરંપરા ફરી શરૂ કરવામાં આવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ