Income Tax Limit And Slab In Budget 2025: બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્મય વર્ગ અને કરદાતાને મોટી રાહત આપી છે. બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ઈન્કમ ટેક્સ લાગશે નહીં. જેની સીધી અસર દેશની સામાન્ય જનતા પર પડશે. ઇન્કમ ટેક્સ ફ્રી લિમિટ વધારવાની સાથે સાથે બજેટમાં ઇન્કમ ટેક્સ સ્લેબમાં સુધારો કરાયો છે. કરદાતાઓ લાંબા સમયથી આવકવેરા મુક્તિ મર્યાદા વધારવાની માંગ કરી રહ્યા હતા. ચાલો જાણીયે 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી થવાનો લાભ કોને મળશે
12 લાખ સુધી આવક ઇન્કમ ટેક્સ ફ્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણે પગારદાર કરદાતા અને મધ્યમ વર્ગને મોટી રાહત આપતા ઈન્કમ ટેક્સ લિમિટ વધારી છે. બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવક ઇન્કમ ટેક્સ ફ્રી કરી છે. અગાઉ નવી કર પ્રણાલી હેઠળ 7 લાખ રૂપિયા સુધીની આવક ઇન્કમ ટેક્સ ફ્રી હતી. આ સાથે જ વરિષ્ઠ નાગરિકો માટે કર કપાતની મર્યાદા 50,000 રૂપિયાથી બમણી કરીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.
નવા ઈન્કમ ટેક્સ સ્લેબ રેટ
બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈન્કમ ટેક્સ સ્લેબ રેટમાં પણ મોટા સુધારા કર્યા છે. નાણા મંત્રી કહ્યું કે, મધ્યમ વર્ગને ફાયદો કરાવવા માટે ઈન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય જે લોકોની આવક ઓછી છે તેમને ઈન્કમ ટેક્સમાં રાહત મળે. જે લોકોની આવક વધારે હશે તેમણે વધારે ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે. ઈન્કમ ટેક્સ સ્લેબ રેટમાં ફેરફારથી વાર્ષિક 25 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા કરદાતાને લગભગ 1.1 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બેનિફિટ થશે.
New Income Tax Slab Rate : નવા ઈન્કમ ટેક્સ સ્લેબ રેટ
વાર્ષિક આવક ઈન્કમ ટેક્સ રેટ 0-4 લાખ રૂપિયા શૂન્ય 4-8 લાખ રૂપિયા 5 ટકા 8-12 લાખ રૂપિયા 10 ટકા 12-16 લાખ રૂપિયા 15 ટકા 16-20 લાખ રૂપિયા 20 ટકા 20-24 લાખ રૂપિયા 25 ટકા 24 લાખથી વધુ 30 ટકા





