Income Tax Slab In Budget 2025: બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી કરી છે. નિર્મલા સીતારમણે બજેટ 2025માં ઈન્કમ ટેક્સ લિમિટ વધારવાની સાથે ટેક્સ સ્લેબ રેટમાં ફેરફાર કરી મધ્યમ વર્ગ અને કરદાતાઓને મોટી રાહત આપી છે. જો કે નવા ટેક્સ સ્લેબ રેટ વિશે મૂંઝવણ અનુભવી રહ્યા છે. આ લેખ વાંચીને 12 લાખ રૂપિયાની આવક ટેક્સ ફ્રીનો ફાયદો કોને મળશે અને નવા ઈન્કમ ટેક્સ સ્લેબ વિશેની મૂંઝવણ દૂર થશે.
12 લાખ રૂપિયા આવક ટેક્સ ફ્રી કોને ફાયદો મળશે?
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025 ભાષણમાં ઘોષણ કરી છે કે, 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે નહીં. ઈન્કમ ટેક્સ લિમિટ વધવાનો લાભ માત્ર નવી કર પ્રણાલી હેઠળ જ મળશે. એટલ કે જ કરદાતાઓ નવી કર પ્રણાલી હેઠળ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે, તેમની માટે 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી લાગશે.
બજેટમાં જુની કર પ્રણાલી માટે શું છે?
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જૂની કર પ્રણાલીનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, જેનાથી એવું લાગે છે કે જૂની ઈન્કમ ટેક્સ લિમિટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
New Income Tax Slabs : નવો ઈન્કમ ટેક્સ સ્લેબ રેટ
નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી કર પ્રણાલીના નવા ઈન્કમ ટેક્સ સ્લેબ જાહેર કર્યા છે. નવા ઈન્કમ ટેક્સ સ્લેબમાં વાર્ષિક કર મુક્ત આવકની મર્યાદા 4 લાખ રૂપિયા જણાવી છે. તેનાથી ઉપર, 4 લાખ 1 રૂપિયા થી 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 5 ટકા ટેક્સ લાગશે. તેવ જ રીત જ્યારે 8 લાખ 1 રૂપિયા થી 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 10 ટકાના દરે ઈન્કમ ટેક્સ લાગશે. 12 લાખ 1 રૂપિયા થી 16 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 15 ટકા અને 16 લાખ 1 રૂપિયા થી 20 લાખ સુધીની વાર્ષિક આવક પર 20 ટકા ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે. ઉપરાંત 20 લાખ 1 રૂપિયા થી 24 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર 25 ટકા અને 25 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક પર 30 ટકાના દરે ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે.
વાર્ષિક આવક ઈન્કમ ટેક્સ રેટ 0-4 લાખ રૂપિયા શૂન્ય 4-8 લાખ રૂપિયા 5 ટકા 8-12 લાખ રૂપિયા 10 ટકા 12-16 લાખ રૂપિયા 15 ટકા 16-20 લાખ રૂપિયા 20 ટકા 20-24 લાખ રૂપિયા 25 ટકા 24 લાખથી વધુ 30 ટકા
નવા ઈન્કમ ટેક્સ સ્લેબમાં 4 લાખથી ઉપર ટેક્સ, તો 12 લાખની આવક કેવી રીતે ટેક્સ ફ્રી
ઘણા લોકો આ નવા ટેક્સ સ્લેબને લઈને મૂંઝવણમાં છે કે હવે તેમણે કેટલો ટેક્સ ચૂકવવો પડશે. આ મૂંઝવણનું કારણ એ છે કે નાણામંત્રીએ બજેટ ભાષણણાં કહ્યું છે કે, 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઇ ઈન્કમ ટેક્સ નહીં લાગે, જ્યારે નવા ઈન્કમ ટેક્સ સ્લેબમાં માત્ર 4 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. ચાલો તમારી મૂંઝવણ દૂર કરીય
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું છે કે, નવી ટેક્સ રિઝિમ પસંદ કરનાર કરદાતાએ હવે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઇ ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે નહીં. કારણ કે, હવે ટેક્સ સ્લેબ હેઠળ લાગુ થતા ટેક્સ પર કલમ 87A હેઠળ રૂ. 12 લાખની મર્યાદા સુધી ટેક્સ રિબેટ મળશે. અગાઉ આ છૂટ ફક્ત 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર જ મળતી હતી.
આનો અર્થ એ થયો કે સરકાર રિબેટ આપીને 12 લાખ રૂપિયા સુધીનો પગાર મેળવતા લોકોને ઈન્કમ ટેક્સ ચૂકવવા માંથી મુક્તિ આપી છે. આટલું જ નહીં, નોકરી કરતા લોકોને 75 હજાર રૂપિયા સુધીના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ પણ મળશે. એટલે કે, જો તમે પગારદાર કરદાતા છો, તો 75 હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શન સહિત, તમારી 12.75 લાખ રૂપિયા સુધીના કુલ વાર્ષિક પગાર પર કોઈ ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જો પગાર તેનાથી વધુ હોય તો પણ હવે નવા ટેક્સ સ્લેબ મુજબ તમારે પહેલા કરતા ઓછો ટેક્સ ચૂકવવો પડશે.
નવા ટેક્સ સ્લેબથી કોને ફાયદો થશે?
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ માં જાહેર કરાયેલા નવા ટેક્સ સ્લેબને કારણે વાર્ષિક આવક કરદાતાઓને કેટલો ફાયદો થશે તેની વિગતો તમે નીચેના કોષ્ટકમાં જોઈ શકો છો. નાણામંત્રીએ પોતે પોતાના બજેટ ભાષણમાં આ ટેબલને ઉદાહરણ તરીકે રજૂ કર્યું છે.

આ પણ વાંચો | બજેટમાં સિનિયર સિટીઝન માટે બમ્પર ભેટ, ટેક્સ કપાત મર્યાદા સીધી બમણી કરી
નવા ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોને કેટલો ફાયદો થશે
ઉપર આપેલ ઉદાહરણ કોષ્ટક નાણામંત્રી દ્વારા સંસદમાં આપવામાં આવેલા બજેટ ભાષણ સાથે રજૂ કરવામાં આવ્યું છે. તે આમાં સ્પષ્ટપણે જણાવ્યું છે:
- જો તમારી વાર્ષિક આવક 12 લાખ રૂપિયા સુધી છે, તો ટેક્સ સ્લેબમાં ફેરફાર અને ટેક્સ રિબેટનો લાભ સહિત, તમને કુલ 80 હજાર રૂપિયાનો લાભ મળશે.
- જેમાં ઈન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફારને કારણે 20 હજાર રૂપિયાનો ફાયદો મળશે અને ટેક્સ રિબેટને કારણે 60 હજાર રૂપિયાનો ફાયદો મળશે.
- જો તમારી આવક 16 લાખ રૂપિયા છે, તો નવી કર પ્રણાલીમાં ટેક્સ સ્લેબમાં ફેરફારને કારણે તમારે હવે રૂ. 1.70 લાખની જગ્યાએ માત્ર રૂ. 1.20 લાખ જ ટેક્સ ચૂકવવો પડશે.
- આ તમામ લાભ માત્ર સ્લેબમાં ફેરફારને કારણે મળશે, કારણ કે જેમની વાર્ષિક આવક રૂ. 12 લાખથી વધુ છે તેમને ટેક્સ રિબેટનો લાભ નહીં મળે.
- તેવી જ રીતે, જેમની વાર્ષિક આવક રૂ. 20 લાખ છે તેમણે નવી કર વ્યવસ્થામાં રૂ. 2.90 લાખને બદલે રૂ. 2 લાખ ઈન્કમ ટેક્સ ચૂકવવો પડશે. તો જેમની વાર્ષિક આવક રૂ. 24 લાખ છે તેમણે રૂ. 4.10 ને બદલે રૂ. 3 લાખ ઈન્કમ ટેક્સ ચૂકવવા પડશે.
- જેમની વાર્ષિક આવક રૂ. 50 લાખ છે તેમણે હવે નવી કર પ્રણાલીમાં રૂ. 10.80 લાખનો ટેક્સ ચૂકવવો પડશે, જ્યારે અગાઉ તેમની કર જવાબદારી રૂ. 11.90 લાખ હતી.
- આમ નવા ઈન્કમ ટેક્સ સ્લેબથી દરેક આવક વર્ગના કરદાતાઓ કે જેમણે નવી કર પ્રણાલી પસંદ કરી છે તેમને ફાયદો થવાની અપેક્ષા છે.





