Budget 2025 For India Railway: બજેટ 2025 નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબુઆરીએ સંસદમાં રજૂ કરશે. યુનિયન બજેટની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જુએ છે. થોડાક વર્ષ અગાઉ ભારતમાં 2 પ્રકારના બજેટ રજૂ થયા હતા. કેન્દ્રિય બજેટ અને રેલવે બજેટ. જો કે હાલ કેન્દ્રિય બજેટ જ રજૂ થાય છે, તેમા રેવલે બજેટને આવરી લેવામાં આવે છે. તમને જણાવી દઇયે કે, ભારતીય રેલવેને ભારતની જીવદારો કહેવામાં આવે છે. દરરોજ લાખો લોકો ટ્રેન મુસાફરી કરે છે. બજેટમાં રેલવેના વિકાસ અને ટ્રેન મુસાફરોની સુવિધા માટે કઇ કઇ જાહેરાત થાય છે તે જાણવા લોકો ઉત્સુક હોય છે.
રેલવે બજેટ રજૂ કરવાની પરંપરા ક્યારે બંધ થઇ?
રેલવે બજેટ રજૂ કરવની પરંપરા વર્ષ 2017થી બંધ થઇ છે. વર્ષ 2017માં યુનિયન બજેટની અંદર જ રેલવે બજેટને આવરી લેવામાં આવ્યું હતું. તેની અગાઉ વર્ષ 2016 સુધી દેશના રેલવે મંત્રી સંસદમાં રેલવે બજેટ રજૂ કરતા હતા.
વર્ષ 1924 બાદ રેલવે બજેટ અને સામાન્ય બજેટ બંને અલગ અલગ રજૂ થતા હતા. પરંતુ કેન્દ્ર સરકારે 21 સપ્ટેમ્બર 2016ના રોજ કેન્દ્રીય બજેટ સાથે રેલવે બજેટ વિલય કરવાની મંજૂરી આપી દીધી છે. તે સમયે નાણામંત્રી અરુણ જેટલી હતા. તેમણે 1 ફેબ્રુઆરી, 2017ના રોજ આઝાદ ભારતનું પ્રથમ સંયુક્ત બજેટ સંસદમાં રજૂ કર્યું હતું. આવી રીતે 92 વર્ષ જુની પ્રથા નાબૂદ થઇ ગઇ. ભારતનું છેલ્લું રેલવે બજેટ વર્ષ 2016માં તત્કાલિન રેલવે મંત્રી પીયૂષ ગોયલે રજૂ કર્યું હતું.
દેશ આઝાદ થયા બાદ ધીમે ધીમે ભારતીય રેલવે મંત્રાલયની આવક ઘટવા લાગી અને 70ના દાયકામાં રેલવે બજેટ સંપૂર્ણ આવકના 30 ટકા જ રહી ગયું અને વર્ષ 2015-16માં રેલવેની આવક કુલ રેવન્યૂના 11.5 ટકા એ પહોંચી ગઇ. ત્યારબાદ નિષ્ણાંતોએ અલગ રેલવે બજેટ નાબૂદ કરવાનું સૂચન કર્યું હતું.
ભારતીય રેલવે વિશે રસપ્રદ માહિતી
ભારતીય રેલવે દુનિયાનું બીજું સૌથી લાંબું ટ્રેન નેટવર્ક
ભારતીય રેલવે 68,525 કિમીથી વધુ લંબાઇ સાથે એશિયાનું સૌથી મોટી અને દુનિયાનું બીજી સૌથી મોટું રેલ નેટવર્ક છે. તેમા 45,000 કિમીથી વધુ ઇલેક્ટ્રિક ટ્રેક છે. આ નેટવર્કમાં 11,000 થી વધુ એન્જિન, 70,000 પેસેન્જર કોચ અને 2.5 મિલિયન વેગન પણ છે.
સૌથી વધુ પ્લેટફોરમ વાળું રેલવે જંક્શન
કલકત્તામાં હાવડા રેલવે જંક્શન ભારતનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન પૈકીનું એક છે, જ્યાં 23 રેલવે પ્લેટફોર્મ છે. આ વિશાળ રેલવે પ્લેટફોર્મ પર દરરોજ 10 લાખથી વધુ ટ્રેન મુસાફરીઓ અને 600થી વધુ પેસેન્જર ટ્રેન અવરજવર કરે છે.
ડાયમંડ ક્રોસિંગ
ડાયમંડ ક્રોસિંગ નાગપુરમાં એક અનોકું રેલવે ક્રોસિંગ છે, જ્યાં અલગ અલગ દિશાઓ માંથી આવતી ટ્રેન એક બીજાને ક્રોસ કરે છે અને ડાયમંડ જેવું દ્રશ્ય સર્જે છે. આ અદ્રિતીય ક્રોસિંગ ભારતીય રેલવેની માળખાંગત સુવિધા, જટિલતા અને ક્ષમતાનું પ્રમાણ છે.
યુનેસ્કોમાં સામેલ ભારતીય રેલવે
ભારતીય રેલવેની 4 બાબતોને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમા કાલકા શિમલા રેલવે, નીલગીરી માઉન્ટેન રેલવે, દાર્જલિંગ હિમાલયન રેલવે અને મુંબઇમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ.
સૌથી લાંબી અને સૌથી ટુંકી ટ્રેન યાત્રા
ભારતમાં સૌથી લાંબી ટ્રેન વિવેક એક્સપ્રેસ છે, જે ડિબ્રુગઢથી કન્યાકુમારી સુધી 4,286 કિમી સુધીનું અંતર કાપે છે. તો સૌથી ટુંકી ટ્રેન નાગપુર થી અજની સુધી છે, જે માત્ર 3 કિમીનું અંતર માત્ર 9 મિનિટમાં પુરું કરે છે.
ભારતની સૌથી ધીમી અને સૌથી ઝડપી ટ્રેન
ભારતની સૌથી ધીમી ટ્રેન મેટ્ટુપલાયમ – ઉટી નીલગીરી પેસેન્જર ટ્રેન છે, જે 10 કિમી પ્રતિ કલાકની ગતિએ ચાલે છે. તો ભારતની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ છે, જે 180 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડે છે.
દુનિયાનું સૌથી લાંબુ પ્લેટફોર્મ
કર્ણાટકના હુબલી રેલવે સ્ટેશન પર દુનિયાનું સૌથી લાંબુ પ્લેટફોર્મ છે, જેની લંબાઇ 15,070 મીટર છે. આ પ્રતિષ્ઠિત રેલવે પ્લેટફોર્મનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતું અને તેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.





