Budget 2025: બજેટ શબ્દનો અર્થ શું છે? બંધારણમાં બજેટનો શબ્દનો ઉલ્લેખ કેમ નથી?

Union Budget 2025: બજેટ 2025 નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરશે. પણ તમને જાણીને નવાઇ લાગશે કે ભારતના બંધારણમાં બજેટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

Written by Ajay Saroya
January 22, 2025 09:43 IST
Budget 2025: બજેટ શબ્દનો અર્થ શું છે? બંધારણમાં બજેટનો શબ્દનો ઉલ્લેખ કેમ નથી?
Union Budget 2025 : યુનિયન બજેટ 2025 (Photo: Freepik)

Union Budget 2025: બજેટ વિશે ચર્ચાઓ થઇ રહી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. બજેટનો સામાન્ય વ્યક્તિથી લઇ ઉદ્યોગપતિઓ અને વેપારીઓ, કંપનીઓ આતુરતાથી રાહ જુએ છે. કારણ કે, નાણાં મંત્રી બજેટમાં તેમના માટે કઇ ઘોષણા કરવાના છે. આપણે બજેટ વિશે ચર્ચા કરતા અને સાંભળતા હોઇયે છીએ પરંતુ શું તમને બજેટનો અર્થ ખબર છે. બજેટ શબ્દ ક્યાંથી આવ્યો? ચાલો જાણીયે બજેટ શબ્દનો ઇતિહાસ

Budget Word Meaning : બજેટ શબ્દનો અર્થ શું છે?

બજેટ એક લોકપ્રિય શબ્દ છે, જેને ફ્રેચ ભાષાના લાતિન શબ્દ બુલ્ગા માંથી લેવામાં આવ્યો છે. આ બુલ્ગા શબ્દ માંથી બોઉગેટ બન્યો અને અપભ્રંશ થઇ ત્યારબાદ બોગેટ બન્યો. તેનો અર્થ થાય છે ચામડાની શુટકેસ, જે કદમાં નાની હોય છે. અગાઉ ભુરા રંગની બ્રિફકેસ વપરાતી હતી, પરંતુ ત્યારબાદ તેમા ફેરફાર થયો.

વર્ષ 1947માં ભારત આઝાદ થયા બાદ દેસના નાણા મંત્રી બ્રિફકેસમાં બજેટના દસ્તાવજે લઇ સંસદ આવતા હતા. બજેટ રજૂ કરવાની પહેલા નાણા મંત્રી ફાઈનાન્સ મિનિસ્ટ્રીના અધિકારીઓ સાથે ફોટોશુટ કરાવે છે. આ પરંપરા અંગ્રેજોના સમયથી ચાલી રહી છે.

ભારતના બંધારણમાં બજેટ શબ્દનો ઉલ્લેખ કેમ નથી?

ભારતમાં આઝાદી પહેલા બ્રિટિશ કાળથી બજેટ રજૂ થઇ રહ્યું છે. તમને જાણીને નવાઇ લાગશે કે ભારતના સંવિધાનમાં બજેટ શબ્દનો ઉલ્લેખ નથી, કારણ કે આ બ્રિટિશ શાસનની પરંપરા હતી. આ કારણસર દેશના સંવિધાનમાં આ બજેટનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ભારતના બંધારણમાં બજેટ શબ્દનો ઉલ્લેખ નથી, પરંતુ વાર્ષિક નાણાકીય નિવેદન શબ્દ છે. બંધારણના અનુચ્છેદ 112 મુજબ રાષ્ટ્રપતિએ દર વર્ષે સંસદમાં આ નિવેદન રજૂ કરવું જરૂરી છે. વાર્ષિક નાણાકીય નિવેદન એ ભારતનું બજેટ છે. નાણાકીય નિવેદનમાં નાણાકીય વર્ષ માટે અંદાજિત સરકારી રસીદો અને ખર્ચનો સમાવેશ થાય છે. ભારતનું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ સુધી ગણાય છે.

ભારતમાં બજેટનો ઇતિહાસ : Budget History Of India

ભારતમાં બજેટનો ઇતિહાસ 175 વર્ષ જુનો છે. ભારતનું પ્રથમ બજેટ બ્રિટિશ રાજમાં 1860માં સ્કોટિશ અર્થશાસ્ત્રી જેમ્સ વિલસન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જો કે વર્ષ 1947માં દેશ આઝાદ થયા બાદ ભારતનું પ્રથમ બજેટ આર.કે. શનમુખમ્ ચેટ્ટી એ 26 નવેમ્બર, 1947માં રજૂ કર્યું હતું. અહીથી સ્વતંત્ર ભારતમાં બજેટની શરૂઆત થઇ.

વર્ષ 2001 પહેલા ભારતમાં બજેટ ફેબ્રુઆરીની છેલ્લી તારીખે સાંજે 5 વાગે રજૂ કરવામાં આવતું હતું, પરંતુ તત્કાલિન નાણાંમંત્રી યશવંત સિન્હા એ 2001માં બજેટ રજૂ કરવાનો સમય બદલીને સવારે 11 વાગેનો કર્યો. ત્યારબાદ વર્ષ 2017માં તત્કાલિન નાણા મંત્રી અરુણ જેટલી એ બજેટ રજૂ કરવાની તારીખ 28 ફેબ્રુઆરીથી બદલીને 1 ફેબ્રુઆરી કરી દીધી. અહીં વાંચો – બજેટ વિશે 10 રસપ્રદ માહિતી, બજેટ રજૂ થવાની તારીખ સમય કેમ અને ક્યારે બદલાયા

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ