Budget 2025: ભારતનું પ્રથમ બજેટ કોણ અને ક્યારે રજૂ કર્યુ હતું? જાણો બજેટ વિશે રસપ્રદ માહિતી

FM Nirmala Sitharaman Present Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરશે. ભારતનો બજેટ ઇતિહાસ 175 વર્ષ જૂનો છે. અહીં ભારતના બજેટ વિશે રસપ્રદ માહિતી આપી છે.

Written by Ajay Saroya
January 09, 2025 10:04 IST
Budget 2025: ભારતનું પ્રથમ બજેટ કોણ અને ક્યારે રજૂ કર્યુ હતું? જાણો બજેટ વિશે રસપ્રદ માહિતી
Budget 2025: બજેટ 2025 નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ કરશે. (Photo: Freepik)

FM Nirmala Sitharaman Present Budget 2025: બજેટ 2025 – 26 માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. 1 જાન્યુઆરી 2025ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના ત્રીજ કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે. આ બજેટ તરફથી મધ્યમ વર્ગ, મહિલાઓ અને કરદાતાઓને મોટી અપેક્ષાઓ છે. પણ શું તમને ખબર છે ભારતનું પ્રથમ બજેટ ક્યારે અને કોણે રજૂ કર્યું હતું. આઝાદી બાદ ભારતનું પ્રથમ બજેટ કોણે અને ક્યારે બજેટ કરવામાં આવ્યું હતું. ચાલો જાણીયે ભારતના બજેટ ઇતિહાસ વિશે.

આઝાદ ભારતનું પ્રથમ બજેટ

ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ ગુલામીમાંથી આઝાદ થયું હતું. આઝાદ ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ ભારતના પ્રથમ નાણામંત્રી આર. કે. શણમુખમ ચેટ્ટી એ રજૂ કર્યું હતું. આ બજેટમાં દેશની આર્થિક યોજના અને ખર્ચ વિશે માળખું તૈયાર કરવામાં આવ્યું હતું.

ભારતમાં વર્ષ 1860માં રજૂ થયુ હતું પ્રથમ બજેટ

ભારતના બજેટનો ઇતિહાસ ઘણો જૂનો છે. આઝાદી પહેલાની વાત કરીયે તો ભારતનું પ્રથમ બજેટ વર્ષ 1860માં અંગ્રેજ અધિકારી જેમ્સ વિલ્સને તૈયાર કર્યું હતું. તે સમયે બજેટ માત્ર અંગ્રેજી ભાષામાં છપાતું હતું અને બ્રિટિશ શાસનની જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવતી હતી.

સૌથી વધારે બજેટ રજૂ કરવાનો રેકોર્ડ

ભારતમાં સૌથી વધારે વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ દેશના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇના નામે છે. તેમણે 10 વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યુ હતું. ત્યારબાદ પી. ચિદમ્બરમે 9 વખત અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ 8 વખત બજેટ રજૂ કર્યું છે.

નિર્મલા સીતારમણ આઠમી વખત બજેટ રજૂ કરશે

નિર્મલા સીતારમણ ભારતના પ્રથમ પૂર્ણ સમયના મહિલા નાણામંત્રી છે. નિર્મલા સીતારમણ વર્ષ 31 મે, 2019માં દેશના નાણામંત્રી બન્યા હતા. તેમણે અત્યાર સુધી 7 વખત બજેટ રજૂ કર્યા છે. 1 ફેબ્રુઆરી 2025ના રોજ તેઓ 8મી વખત બજેટ રજૂ કરશે.

સૌથી લાંબુ બજેટ ભાષણ

સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ પણ નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે છે. તેમણે 1 ફેબ્રુઆરી 2020ના રોજ 2 કલાક 42 મિનિટ સુધી બજેટ ભાષણ આપ્યુ હતું.

આ પણ વાંચો | બજેટ 2025 સોના ચાંદી પર ટેક્સ ઘટશે! ઘરમાં કેટલું સોનું રાખી શકાય? જાણો નિયમ

બજેટ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ

દર વર્ષ રજૂ થતું કેન્દ્રીય બજેટ દેશની આર્થિક દિશા નક્કી કરે છે. તે ન માત્ર સરકારની પ્રાથમિકતા અને ઉદ્દેશ્યનું ચિત્ર રજૂ કરે છે, સાથે સાથે દેશની વિકાસ યોજનાઓનો આધાર પણ બને છે. સામાન્ય વર્ગ અને ઉદ્યોગ જગત બજેટમાં થતી ઘોષણા પર બાજ નજર રાખે છે, કારણ કે બજેટમાં થતી ઘોષણાની તમામ લોકોના જીવન અને વેપાર ઉદ્યોગ પર પડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ