/indian-express-gujarati/media/media_files/2026/02/01/income-tax-act-2025-2026-02-01-10-39-02.jpg)
Income Tax Act 2025 : ઇન્કમ ટેક્સ એક્ટ 2025, પ્રતિકાત્મક તસવીર Photograph: (Freepik)
Budget 2026 : New Income Tax Saving Sections : બજેટ 2026 કરદાતાઓ માટે ખાસ રહેવાનું જઈ છે, કારણ કે સરકાર જૂના આવકવેરા અધિનિયમ 1961 ની ઘણી લોકપ્રિય કલમો જેમ કે 80C, 80D, 80E અને 80G નવા આવકવેરા અધિનિયમ 2025 માં નવી કલમ નંબરિંગ સાથે રજૂ કરવા જઈ રહી છે. એટલે કે કર બચાવવાના નિયમો સમાપ્ત થવાના નથી, પરંતુ નવા કાયદામાં તેને નવી કલમોમાં ગોઠવવામાં આવ્યા છે. જ્યારે નાણામંત્રીના બજેટ ભાષણમાં આ નવી કલમોનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે કરદાતાઓને એ સમજવામાં મુશ્કેલી પડી શકે છે કે કલમ 80C હવે ક્યાં ગઈ છે અને હવે 80D કયા નામ હેઠળ હશે. બજેટ ભાષણ પહેલાં, જો તમને ખબર હોય કે કઇ જુની કલમની કર બચત જોગવાઇ હવે ક્યા સેક્શનમાં મળશે, તો નવું બજેટ સમજવામાં સરળતા રહેશે.
જુના કર બચતના વિભાગ શા માટે બદલાયા?
કર માળખાંને વધુ સરળ અને ઓછી જટિલ બનાવવા માટે સરકારે નવો આવકવેરા અધિનિયમ 2025 તૈયાર કર્યો છે. જુના કાયદામાં જુદા જુવા વિભાગોમાં ઉપલબ્ધ કર કપાત, મુક્તિ અને છૂટને હવે નવા માળખામાં રાખવામાં આવ્યા છે. ઉદ્દેશ ટેક્સ એક્ટ ને વાંચવા અને સમજવા માટે સરળ બનાવવાનો છે. જો કે, ટેક્સ સેક્શનના નામ બદલવાથી શરૂઆતમાં કરદાતાઓને મૂંઝવણ થઇ શકે છે.
કલમ 80C ક્યા સેક્શનમાં હશે?
અત્યાર સુધીમાં, જીવન વીમા પ્રીમિયમ, પીપીએફ, ઇપીએફ, ઇએલએસએસ, સુકન્યા સમૃદ્ધિ યોજના, હોમ લોનની મૂળ રકમ અને બાળકોની ટ્યુશન ફી જેવા ખર્ચાઓ પર 1.5 લાખ રૂપિયા સુધીની કર છુટ ઉપલબ્ધ હતી. નવા કાયદામાં ટેક્સ સેવિંગ સાથે જોડાયેલા આ વિકલ્પો કલમ 123 (Schedule XV)માં આપવામાં આવ્યા છે. એટલે કે, ફાયદો એ જ રહેશે, ફક્ત સેક્શન નંબર બદલાઈ જશે.
- NPS, હેલ્થ ઇન્શ્યોરન્સ અને એજ્યુકેશન લોન પર કર છુટ
- નવા કાયદામાં વિવિધ નવી કલમોમાં વિવિધ લોકપ્રિય કર બચત વિકલ્પો રાખવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે:
- એનપીએસ સાથે જોડાયેલી કર કપાત હવે સેક્શન 124માં આવશે, જે અગાઉ 80 સીસીડી (1), 80 સીસીડી (1 બી) અને 80 સીસીડી (2) માં હતી.
- હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર રિબેટ હવે સેક્શન 126માં રહેશે, જે અગાઉ 80ડીમાં ઉપલબ્ધ હતું.
- એજ્યુકેશન લોન પરના વ્યાજ પર છૂટ હવે કલમ 129માં આપવામાં આવશે, જે અગાઉ 80E હેઠળ ઉપલબ્ધ હતી.
- આ ફેરફાર સાથે, નિયમો બદલાઈ રહ્યા નથી, પરંતુ તેને નવા નંબર સાથે રજૂ કરવામાં આવી રહ્યા છે.
હોમ લોન, ઇલેક્ટ્રિક વ્હીકલ અને દાન પર કર લાભ
- હોમ લોન વ્યાજની ચુકવણી પર વધારાની કર છૂટ, જે અગાઉ 80EE અને 80EEAમાં હતી, તે હવે કલમ 130 અને 131 હેઠળ ઉપલબ્ધ થશે.
- ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર કર લાભ હવે સેક્શન 132 માં ઉપલબ્ધ થશે, જે અગાઉ 80EEBમાં ઉપલબ્ધ હતું. દાન પર કર મુક્તિ, જે અત્યાર સુધી 80 જીમાં ઉપલબ્ધ હતી, તે હવે કલમ 133 હેઠળ આપવામાં આવશે.
- પગાર, રિબેટ અને નવી કરવેરા વ્યવસ્થા
- પગાર સબંધિત સ્ટાન્ડર્ડ કપાત અને અન્ય કર મુક્તિઓ હવે કલમ 19માં શામેલ કરવામાં આવી છે.
- નવી કર વ્યવસ્થા, જે અગાઉ 115 બીએસી તરીકે ઓળખાતી હતી, હવે તેને કલમ 202 કહેવામાં આવશે. જે ટેક્સ રિબેટ અત્યાર સુધી સેક્શન 87A હેઠળ મળતી હતી, તે હવે સેક્શન 156 હેઠળ મળશે.
કેપિટલ ગેઇન ટેક્સ સંબંધિત ટેક્સ સેક્શનમાં ફેરફાર
- મિલકતના વેચાણ પર મળતા નફા પર લાગુ પડતા કરને લગતા નિયમો અને મુક્તિઓ પણ નવી કલમમાં ઉમેરવામાં આવી છે. જેમ કે
- ઘર - મકાનના વેચાણ પરના નફાને લગતી કર મુક્તિ અગાઉ કલમ 54માં હતી, હવે તે કલમ 82માં રહેશે.
- લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે અગાઉ 112A માં હતું, તે હવે કલમ 198 હેઠળ આવશે.
- શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે અગાઉ 111A હેઠળ હતુ, તે હવે કલમ 196 માં રહેશે.
કરદાતાઓ માટે જાણવું જરૂરી
ઇન્કમ ટેક્સ સેક્શનમાં ફેરફાર અર્થ એવો નથી કે કર બચત કરવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે. હકીકતમાં આ વિકલ્પો ઉપલબ્ધ છે, માત્ર તેમના નામ બદલાયા છે. શરૂઆતમાં આ ફેરફાર થોડો ગૂંચવણભર્યો લાગે છે, પરંતુ જો કરદાતાઓને ખબર હશે કે જ્યારે બજેટમાં નવા ટેક્શ સેક્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે તેમની સાથે જોડાયેલા જુના સેક્શન વિશે જો કરદાતાઓને ખબર હશે તો નવી જોગવાઈઓ શું છે તે સમજવામાં સરળતા રહેશે.
| નવા ટેક્સ સેક્શન (Income Tax Act 2025) | જુના ટેક્સ સેક્શન (Income Tax Act1961) |
| સેક્શન 123 (Schedule XV): (Deduction for life insurance premia, PF, ELSS, etc) | સેક્શન 80C, 80CCE, 80CCC |
| સેક્શન124 (Schedule XV): (Deduction for employee/employer NPS contribution) | સેક્શન 80CCD(1), 80CCD(1B), 80CCD(2) |
| સેક્શન 125 (Deduction for contribution to Agnipath Scheme) | સેક્શન 80CH |
| સેક્શન 126 (Deduction for health insurance premia) | સેક્શન 80D |
| સેક્શન 127 (Deduction for dependent with disability) | સેક્શન 80DD |
| સેક્શન 128 (Deduction for medical treatment of specified diseases) | સેક્શન 80DDB |
| સેક્શન 129 (Deduction for education loan interest) | સેક્શન 80E |
| સેક્શન 130 (Deduction for interest on home loan – affordable housing) | સેક્શન 80EE |
| સેક્શન 131 (Deduction for interest on loan for certain house properties) | સેક્શન 80EEA |
| સેક્શન 132 (Deduction for purchase of electric vehicle) | સેક્શન 80EEB |
| સેક્શન 133 (Deduction for donations to charitable institutions) | સેક્શન 80G |
સેક્શન 134 (Deduction for rent paid) | |
| સેક્શન 135 (Deduction for scientific research / rural development donations) | સેક્શન 80GGA |
| સેક્શન 136 (Company contributions to political parties) | સેક્શન 80GGB |
| સેક્શન 137 (Individual contributions to political parties) | સેક્શન 80GGC |
| સેક્શન 153 (Deduction for savings bank interest) | સેક્શન 80TTA, સેક્શન 80TTB |
| સેક્શન 154 (Deduction for person with disability) | સેક્શન 80U |
સેક્શન 22 (Deductions from income from house property) | |
| સેક્શન 11 (Schedules II–VII) (Incomes not included in total income) | સેક્શન 10 |
| સેક્શન 19 (Salary deductions including standard deduction) | સેક્શન 16, 10(10), 10(10A), 10(10AA), 10(10B), 10(10C) |
| સેક્શન 202 (New tax regime for individuals and HUF) | સેક્શન 115BAC(2) |
| સેક્શન 156 (Rebate for certain individuals) | સેક્શન 87A |
| સેક્શન 82 (રહેણાંક સંપત્તિના વેચાણ માંથી પ્રાપ્ત મૂડી લાભમાં મુક્તિ) | સેક્શન 54 |
| સેક્શન 83 (Capital gains exemption for agricultural land) | સેક્શન 54B |
| સેક્શન 84 (Capital gains exemption on compulsory acquisition) | સેક્શન 54D |
| સેક્શન 85 (Capital gains exemption on investment in certain bonds) | સેક્શન 54EC |
| સેક્શન 86 (ઘર મકાનમાં લાંબા ગાળાના મૂડી લાભ માંથી મુક્તિ) | સેક્શન 54F |
| સેક્શન 198 (લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ – LTCG) | સેક્શન 112A |
| સેક્શન 196 (શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ – STCG) | સેક્શન 111A |
| સેક્શન 157 (Relief for salary arrears/advance) | સેક્શન 89 |


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us