LPG Cylinder Price: બજેટ 2026 પહેલા LPG સિલિન્ડર મોંઘો થયો, મધ્યમ વર્ગ પર મોંઘવારીનો માર, જુઓ નવા ભાવ

LPG Gas Cylinder Price Increase : બજેટ 2026 એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધી છે. રાંધણગેસ સિલિન્ડરની કિંમત વધવાથી દરેક વ્યક્તિની અસર થશે.

LPG Gas Cylinder Price Increase : બજેટ 2026 એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધી છે. રાંધણગેસ સિલિન્ડરની કિંમત વધવાથી દરેક વ્યક્તિની અસર થશે.

author-image
Ajay Saroya
New Update
lpg gas cylinder price | cooking cylinder price | Gas cooking Price

LPG Gas Cylinder Price : એલપીજી ગેસ સિલિન્ડર Photograph: (Express Photo)

LPG Gas Cylinder Price Hike : બજેટ 2026 પહેલા જ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. ગેસ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધારી છે. હકીકતમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધારી છે. જ્યારે ઘરેલુ વપરાશ માટેના 14 કિલોન એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઇ ફેરફાર કર્યો નથી. આ ભાવ વધારા બાદ હવે દિલ્હીમાં 19 કિલોના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 1740.50 રૂપિયા થઇ છે.

Advertisment

જો કે ઓઇલ ગેસ માર્કેટિંગ કંપનીઓએ ઘરેલું રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. નોંધનિય છે કે, એપ્રિલ 2025માં 50 રૂપિયાના વધારા બાદ અમદાવાદમાં 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડર દીઠ રૂ. 860 પર યથાવત રહ્યો.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત વધવાથી હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ બિઝનેસને ઉંડી અસર થાય છે. કારણ કે ખાણીપીણીના ધંધામાં 19 કિલોનો જ ગેસ સિલિન્ડર વાપવાનો નિયમ છે. નોંધનિય છે કે, ઓઇલ ગેસ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી સિલિન્ડર અને એટીએફ (વિમાન ઇંધણ)ની કિંમતમાં ફેરફાર છે.

જાન્યુઆરી 2026માં પણ LPG સિલિન્ડરના ભાવ વધ્યા હતા

ગયા મહિને પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત વધી હતી. દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 111 રૂપિયા વધારીને 1691.50 રૂપિયા કરવામાં આવી હતી. આ ભાવ વધારો સતત માસિક બે ઘટાડા બાદ કરવામાં આવ્યો છે. છેલ્લે 1 ડિસેમ્બરના રોજ 19 કિલોગ્રામના સિલિન્ડર દીઠ કિંમતોમાં 15.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 

Advertisment

વિવિધ શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડર ના નવા ભાવ 

1 ફેબ્રુઆરીના રોજ ભાવ વધ્યા બાદ દેશના મુખ્ય શહેરોમાં 19 કિલોગ્રામના વાણિજ્યિક એલપીજી સિલિન્ડરના નવા ભાવ ઉપર એક નજર કરીએ. અમદાવાદમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધીને 1760 રૂપિયા આસપાસ થઇ છે, જે 1 જાન્યુઆરીના રોજ 1709 રૂપિયા હતો. જો કે 14 કિલોના ઘરગથ્થુ એલપીજી સિલિન્ડરની કિંમત 860 રૂપિયા યથાવત રહી છે. 

શહેરકિંમત
દિલ્હી1740.5
કલકત્તા1844.5
અમદાવાદ1760
મુંબઇ1692
ચેન્નઇ1899.5
ફરિદાબાદ1742.5
શિમલા1834.5
તિરુવંતપુરમ1768
જયપુર1769
લખનઉ1823
કલકત્તા1895

મારૂ બજેટ મોંઘવારી કૂકિંગ ગેસ બજેટ બિઝનેસ