/indian-express-gujarati/media/media_files/2026/02/01/budget-2026-nirmala-sitharaman-2026-02-01-12-01-38.jpg)
Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણ Photograph: (Express Photo by Tashi Tobgyal)
Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 માં ત્રણ કર્તવ્યોની વાત કરી છે. તેમણે રવિવારે બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે તેમનું ધ્યાન ગરીબોના કલ્યાણ પર રહેશે. બજેટમાં SC/ST સમુદાયોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે અમારો પ્રયત્ન રહેશે કે ઉપેક્ષિત અને પછાત વર્ગોના વિકાસ થાય. તેમના માટે યોજનાઓ તૈયાર કરવામાં આવે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે આ ત્રણ કર્તવ્યો કહ્યા
નાણામંત્રીએ જણાવ્યું કે અમારું પ્રથમ કર્તવ્ય હશે ઝડપી અને સ્થાયી વિકાસ દર થાય. આ હાંસલ કરવા માટે અમે ઉત્પાદન ક્ષમતા વધારીશું. આ સિવાય પ્રતિસ્પર્ધી માહોલ જોતા દેશના બજારને તૈયાર કરીશું. બીજા કર્તવ્ય વિશે બોલતા, તેમણે કહ્યું કે અમે દેશના લોકોના કલ્યાણ માટે કામ કરીશું. આ સાથે ભારતમાં ક્ષમતા નિર્માણ કરીશું. અહીં કૌશલ્ય વધારીશું જેથી અમે વૈશ્વિક બજારો સાથે ભાગીદારી કરવામાં સક્ષમ બની શકીએ.
ત્રીજા કર્તવ્ય વિશે નિર્મલા સીતારમણે કહ્યું કે અમે સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે આગળ વધીશું. અમે દરેક પરિવાર, દરેક સમુદાય, દરેક ક્ષેત્ર અને સેક્ટરનો સમાન વિકાસ થાય તે સુનિશ્ચિત કરીશું.
આ પણ વાંચો - બજેટ 2026 લાઇવ અપડેટ્સ અહીં વાંચો
આ દરમિયાન નાણામંત્રીએ ત્રણ પ્રસ્તાવો પણ રાખ્યા હતા. તેના માધ્યમથી તેમણે કહ્યું કે અમે દેશને મેન્યુફેક્ચરિંગ હબના રુપમાં તૈયાર કરીશું. અમે ઇચ્છીએ છીએ કે ભારતમાં મેન્યુફેક્ચરિંગનું સ્કેલ વધી જાય. નાણામંત્રીએ સ્પષ્ટતા કરી કે અમારી યોજના ભારતને ફાર્મા હબ બનાવવાની પણ છે. આ અંતર્ગત દેશભરમાં હજારો ક્લિનિકલ ટ્રાયલ હબ તૈયાર કરવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us