Budget 2026: બજેટ 2026માં નિર્મલા સીતારમણ બનાવશે બે રેકોર્ડ, બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે

Budget 2026 Nirmala Sitharaman : બજેટ 2026 નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ થશે, તેની સાથે જ બે નવા રેકોર્ડ બનાવશે. આ વખતે બજેટ સત્ર 2026 બે તબક્કામાં યોજાશે.

Budget 2026 Nirmala Sitharaman : બજેટ 2026 નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ થશે, તેની સાથે જ બે નવા રેકોર્ડ બનાવશે. આ વખતે બજેટ સત્ર 2026 બે તબક્કામાં યોજાશે.

author-image
Ajay Saroya
New Update
Budget 2026 Nirmala Sitharaman

Nirmala Sitharaman Presented Budget 2026 : દેશના નાણાંંમંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ 2026 રજૂ કરશે. Photograph: (Jansatta)

Budget 2026 Date And Time: બજેટ 2026 રજૂ થવાની વેપારીઓ, ઉદ્યોગપતિ, રોકાણકારોથી લઇ સામાન્ય વ્યક્તિ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દેશના કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2026ના રોજ સંસદમાં નાણાકીય વર્ષ 2026-27 માટે યુનિયન બજેટ રજૂ કરવાના છે. આ બજેટ રજૂ થવાની સાથે જ ઘણા રેકોર્ડ બનશે. ચાલો જાણીયે વિગતવાર

Advertisment

Budget 2026 : પ્રથમવાર રવિવારે કેન્દ્રીય બજેટ રજૂ થશે

આ વખતે 1 ફેબ્રુઆરીના રોજ રવિવાર છે. ઇતિહાસમાં પહેલીવાર રવિવારના રોજ સંસદમાં બજેટ રજૂ કરવામાં આવે છે. આ અગાઉ રવિવારના લીધે બજેટ રજૂ થવાની તારીખમાં ફેરફાર થવાની અટકળો વહેતી થઇ હતી. જો કે તાજેતરમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 1 ફેબ્રુઆરી,2026 રવિવારે સંસદમાં યુનિયન બજેટ રજૂ થવાની ઘોષણા કરી હતી. 

તમને જણાવી દઇયે કે,  અગાઉ 28 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થતું હતું. જો કે 2017માં તત્કાલિન નાણાંમંત્રી અરુણ જેટલીએ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રિય બજેટ રજૂ કરવાની શરૂઆત કરી હતી. બજેટ રજૂ થયા બાદ તેમા સંભવિત સુધારાની ખાતરી કરવા અને અમલીકરણ માટે પુરતો સમય મળી રહે તેની માટે બજેટની બદલવામાં આવી હતી. 

વર્ષ 2017માં બજેટ રજૂ થવાની તારીખ બદલવાની સાથે સાથે 92 વર્ષ જુની અલગ રેલવે બજેટની પરંપરા પણ નાબૂદ કરવામાં આવી હતી. તેની અગાઉ દર વર્ષે અલગ રેલવે બજેટ રજૂ થયું હતું. જો કે વર્ષ 2017માં રેલવે બજેટને યુનિયન બજેટમાં સામેલ કરવામાં આવ્યો હતો. 

Advertisment

Nirmala Sitharaman Budget Record :  નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરશે

નિર્મલા સીતારમણ ભારતના પૂર્ણસમયના પ્રથમ મહિલા નાણાંમંત્રી છે. નિ્ર્મલા સીતારમણ મે 2019માં પ્રથમવાર નાણામંત્રી બન્યા બાદ સતત કેન્દ્રિય બજેટ રજૂ કરી રહ્યા છે. વર્ષ 2026માં નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે, આ સાથે તેઓ ભારતમાં અત્યાર સુધી સૌથી વધારે બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી છે. અલબત્ત, ભારતમાં સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઇના નામે છે, તેમણે 10 વખત બજેટ રજૂ કર્યું હતું.

Budget Session 2026 : બજેટ સત્ર 2026 બે તબક્કામાં થશે

તેઓ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે, જેને સરકારે 'બજેટ દિવસ' જાહેર કર્યો છે. સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજિજુએ તાજેતરમાં કહ્યું હતું કે બજેટ સત્ર 2026, 28 જાન્યુઆરીથી શરૂ થશે અને 2 એપ્રિલે સમાપ્ત થશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે અને 9 માર્ચે ફરી શરૂ થશે.

નિર્મલા સીતારમણ મારૂ બજેટ બજેટ બિઝનેસ