/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-Feature-Phones.jpg)
એડવાન્સ ફિચર્સવાળા ટોચના ફિચર ફોન વિશે જાણો... (Photo - Jio)
Smartphones Like Feature Phones : આજે મોટાભાગના લોકો મોબાઈલ ફોનમાં વોટ્સઅપ અને યુટ્યુબનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય છે. જો તમે દિવાળીમાં વોટ્સઅપ - યુટ્યુબનો ઉપયોગ કરી શકાય તેવા સસ્તા અને સારા મોબાઈલ ખરીદવાવું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. આજકાલ સ્માર્ટફોન જેમ ફિચર ફોન પણ સ્માર્ટ બની રહ્યા છે. સ્માર્ટફોન જેવા ફીચર્સ - યુપીઆઈ પેમેન્ટ્સ, વોટ્સએપ સપોર્ટ પણ આવા ઓછી કિંમતના ફીચર ફોનમાં આપવામાં આવી રહ્યા છે. અમે તમને આવા બ્રાન્ડેડ ફિચર ફોન વિશે જણાવી રહ્યા છીએ જે પાવરફુલ ફીચર્સ સાથે આવે છે અને કિંમતમાં પણ વાજબી હોય છે.
જિયો પ્રાઈમ ફોરજી (Jio Prima 4G)
જિયો પ્રાઈમ ફોરજી ફિચર ફોન સામાન્ય ફિચર ફોન જેવો દેખાય છે. આ હેન્ડસેટ KaiOS પર ચાલે છે જે ફાયરફોક્સ ઓએસના ઓપન સોર્સ પ્રોજેક્ટ પર આધારિત છે. ફોન 1200 થી વધુ એપ્સને સપોર્ટ કરે છે. Jioના આ ફોનમાં YouTube, Google Apps, Facebook જેવી એપ્સ સપોર્ટ કરે છે. YouTube, JioTV, Jio Cinema, JioSaavn અને Jio News જેવી એપ્સ ફોનમાં પ્રી-ઇન્સ્ટોલ કરેલી છે.
જિયો પ્રાઈમ 4G ફોનમાં યુપીઆઈ પેમેન્ટ્સ માટે JioPay એપનો સપોર્ટ મળે છે. આ એપ દ્વારા યુઝર્સ સરળતાથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ ફોનમાં 2.4 ઇંચની ડિસ્પ્લે, 2000mAh બેટરી અને ARM Cortex A53 પ્રોસેસર છે. સૌથી ખાસ વાત એ છે કે આ ફીચર ફોનની કિંમત 1,299 રૂપિયા છે. આ હેન્ડસેટ Amazon India અને ઓફિશિયલ જિયો સ્ટોર પરથી ખરીદી શકાય છે.
લાવા પલ્સ 1 (Lava Pulse 1)
લાવાના આ ફિચર ફોનમાં હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર મોનિટરિંગ સેન્સર છે. આ સેન્સર્સ ફોનના સિલેક્ટ બટનમાં ઇન્ટિગ્રેટેડ છે. તેનો અર્થ એ કે તમે ફીચર ફોન વડે તમારા હાર્ટ રેટને માપી શકો છો અને કેમેરા ફ્લેશથી તમારા ધબકારા માપી શકો છો. એટલું જ નહીં, તમે Lava Pulse 1 વડે બ્લડ પ્રેશર મોનિટરિંગ પણ કરી શકો છો. તમને જાણવું ગમશે પરંતુ લાવાએ હજુ સુધી આ ફીચર કેવી રીતે કામ કરે છે અને તે કેટલું સચોટ છે તેની ઘોષણા કરાઇ નથી.
લાવા પલ્સ 1 માત્ર હેલ્થ ગેજેટ નથી. તેમાં 2.4 ઇંચની TFT ડિસ્પ્લે છે. આ ફોન કીપેડથી સજ્જ છે. તેમાં ડ્યુઅલ સિમ સપોર્ટ અને 1800mAh બેટરી છે. 1,990 રૂપિયાની કિંમતનો આ ફોન તમે ઑફર્સ સાથે ઓછી કિંમતે ખરીદી શકો છો.
નોકિયા 2660 ફ્લિપ (Nokia 2660 Flip)
તમે સેમસંગ, મોટો, ઓપ્પોના ફેન્સી ફોલ્ડેબલ અને ફ્લિપ સ્માર્ટફોન જોયા જ હશે, જે આ દિવસોમાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે તેની ડિઝાઇન કયા ફોનથી પ્રેરિત છે? હા, લેટેસ્ટ ડિઝાઇન ઓફર કરતા ફ્લિપ ફોન લગભગ બે દાયકા પહેલા ખૂબ જ લોકપ્રિય હતા. નોકિયા 2660 ફ્લિપ એક એવો ફોન છે જે આધુનિક ટ્વિસ્ટ સાથે આવે છે અને જૂની ક્લાસિક મજાની યાદ અપાવે છે.
નોકિયા 2660 ફ્લિપ ફોનમાં 2.8 ઇંચની QVGA ઈનર ડિસ્પ્લે છે જ્યારે હેન્ડસેટની બહાર 1.77 ઇંચની QQVGA સ્ક્રીન છે. આઉટર ડિસ્પ્લે પર, યુઝર્સ કોલર આઈડી જેવી મહત્વપૂર્ણ માહિતી શેર કરી શકે છે. ઉપરાંત તમે સ્ટાઈલથી કોલને ડિસ્કનેક્ટ કરવા માટે ફોનને ફ્લિપ કરી શકો છો. આ ફોનમાં UPI 123PAY સપોર્ટ આપવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે તમને પૈસા મોકલવા કે મેળવવા માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નહીં પડે.
જિયો ફોન 2 (Jio Phone 2)
Jio Phone 2 એ અન્ય ફીચર ફોન છે જે Kai OS સાથે આવે છે. MyJio, JioSaavn, JioTV, JioCinema, JioXpressNews, JioVideoCall, JioPay અને JioGames જેવી એપ્સ ફોન પર પ્રી-લોડેડ છે. Reliance Jioના આ હેન્ડસેટમાં, WhatsApp જેવી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ JioStore દ્વારા એક્સેસ કરી શકાય છે.
પરંતુ આ ફોન અન્ય હેન્ડસેટથી અલગ છે કારણ કે તે QWERTY કીબોર્ડ સાથે આવે છે. એટલે કે તમને ફોનમાં ટાઇપિંગનો વધુ સારો અનુભવ મળશે. Jio Phone 2માં 2.40 ઇંચની હોરીઝોન્ટલ ડિસ્પ્લે છે જેના પર વીડિયો જોવાનું વધુ સારું છે.
નોકિયા 130 મ્યુઝિક 2023 (Nokia 130 Music 2023)
તમને જણાવી દઈએ કે, ફીચર ફોન સામાન્ય રીતે તેમની ઓડિયો ક્વોલિટી માટે જાણીતા નથી. પરંતુ નોકિયાએ આ ફોન વિશે વચન આપ્યું છે કે તે પાછળના ભાગમાં આપેલા મોટા સ્પીકર સાથે રૂમમાં મોટો અને સ્પષ્ટ અવાજ આપશે. આ ફોન આકર્ષક ડિઝાઇન સાથે આવે છે. તેમાં 2.4 ઇંચની ડિસ્પ્લે છે. આ હેન્ડસેટમાં 1450mAh બેટરી છે. નોકિયાએ ફોનથી 30 દિવસ સુધીનો સ્ટેન્ડબાય ટાઇમ મળવાનું વચન આપ્યું છે.
આઈટેલ મ્યૂઝિક 430 (Itel Muzik 430)
જો તમે એક એવો ફિચર ફોન ખરીદવા માંગો છો, જેમાં મોટી સાઇઝની બેટરી હોય તો તમને Itelનો આ ફોન ગમશે. Itel Muzik 430માં 3000mAhની મોટી બેટરી છે. આ સેગમેન્ટના અન્ય ફોન્સ કરતાં તે ઘણી મોટી છે. આ હેન્ડસેટ 70 દિવસ સુધીનો સ્ટેન્ડબાય ટાઈમ હોવાનો દાવો કરે છે. નોકિયા 130 મ્યુઝિકની જેમ, આ ફોનને પણ ખાસ કરીને વધુ સારો સંગીત અનુભવ આપવાના હેતુથી લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં 'સુપર 3D સ્ટીરિયો સ્પીકર' ઉપલબ્ધ છે.
નોકિયા 5710 એક્સપ્રેસ ઓડિયો (Nokia 5710 XpressAudio)
નોકિયાના આ ફીચર ફોનની સાથે TWS ઇયરબડ સામાન્ય રીતે સામેલ નથી. પરંતુ તમને Nokia 5710 XpressAudio સાથે આ કોમ્બિનેશન જોવા મળશે. પ્રથમ નજરમાં, આ નોકિયા હેન્ડસેટ સામાન્ય ક્લાસિક નોકિયા ફોન જેવો દેખાઈ શકે છે પરંતુ જ્યારે તમે તેને પાછળ ફેરવશો, ત્યારે તમને એક સ્લાઇડ આઉટ પેનલ દેખાશે જેને સ્લાઇડ કરવા પર ટુ વાયરલેસ ઇયરબડ્સ દેખાશે. ફોનની કોમ્પેક્ટ સાઇઝ સાથે TWS કેસ મેળવો ખરેખર ખાસ છે.
નોકિયા 105 ક્લાસિક (2023) (Nokia 105 (2023)
1,000 રૂપિયાથી ઓછી કિંમતના મોબાઈલમાં UPI સપોર્ટ મેળવવો સામાન્ય નથી. પરંતુ નોકિયાએ 105 ક્લાસિક (2023) સાથે આ કામ સરળ બનાવ્યું છે. આ ફોનમાં 800mAh બેટરી, વાયરલેસ FM રેડિયો સપોર્ટ છે. અને તેની કિંમત માત્ર 999 રૂપિયા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us