Car Buying Tips : ડિસેમ્બરમાં કાર ખરીદવી કે નહીં? યર એન્ડ ડિસ્કાઉન્ટ સેલ ઓફરમાં કાર ખરીદવાના ફાયદા અને નુકસાન જાણો

Car Buying Year End Discount Sale Offer : કાર ખરીદવા ઉપર ડિસેમ્બર યર એન્ડ સેલમાં લાખો રૂપિયાના ડિસ્કાઉન્ટ સહિત અન્ય ઓફર આપવામાં આવે છે. જો તમે પણ આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરથી લલચાઇ કાર ખરીદવાનો વિચારો છો, તો ડિસેમ્બરમાં કાર ખરીદવાના ફાયદા અને ગેરલાભ વિશે જાણકારી હોવી જરૂરી છે.

Written by Ajay Saroya
Updated : December 08, 2025 12:47 IST
Car Buying Tips : ડિસેમ્બરમાં કાર ખરીદવી કે નહીં? યર એન્ડ ડિસ્કાઉન્ટ સેલ ઓફરમાં કાર ખરીદવાના ફાયદા અને નુકસાન જાણો
Car Buying Tips : કાર ખરીદવાની ટીપ્સ. (Photo: Freepik)

Car Buying in Year End Discount Sale Offer Benefits And Disadvantages : કાર ખરીદવા માટે લોકો ડિસ્કાઉન્ટ સેલ ઓફરની રાહ જોતા હોય છે. સામાન્ય રીતે લોકો દિવાળી જેવા તહેવારો પર આવતા ફેસ્ટિવલ સેલ ઓફરમાં કાર ખરીદે છે. કાર કંપનીઓ અને ડિલરો તરફથી કાર પર સ્પેશિયલ યર એન્ડ ડિસ્કાઉન્ટ સેલ ઓફર રજૂ કરવામાં આવે છે. આ યર એન્ડ સેલ ઓફરમાં મોટા ડિસ્કાઉન્ટથી આકર્ષાઇ ઘણા લોકો ડિસેમ્બર મહિનામાં કાર ખરીદે છે. આવી સ્થિતિમાં તમને સવાલ થતો હશે તો શું યર એન્ડ ડિસ્કાઉન્ટ સેલ ઓફરમાં કાર ખરીદવી જોઇએ કે નહીં? અહીં યર એન્ડ ડિસ્કાઉન્ટ ઓફર સેલમાં કાર ખરીદવાના ફાયદાની સાથે સાથે નુકસાન પણ જણાવ્યા છે, ચાલો જાણીયે વિગતવાર

યર એન્ડ ડિસ્કાઉન્ટ સેલ ઓફરમાં કાર ખરીદવાના ફાયદા

ડિસ્કાઉન્ટ ઓફર

ઘણા લોકો વર્ષના અંતે નવી કાર ખરીદવાનુ પસંદ કરે છે, કારણ કે આ દરમિયાન કંપનીઓ અને ડીલરો દ્વારા કાર ઉપર મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે. નવા વર્ષની શરૂઆત પહેલા જુનો સ્ટોક ખાલી કરવા અને નવા વર્ષના નવા સ્ટોકની જગ્યા કરવા માટે ઓટો કંપનીઓ અને ડીલરો આમ કરે છે. યર એન્ડ ડિકાઉન્ટ સેલ ઓફરમાં ઓછી કિંમતે કાર ખરીદવાની તક મળે છે, જે ખરીદનાર માટે ફાયદાનો સોદો બની રહે છે.

ઓછી કિંમત અને બચત

કાર કંપનીઓ ઘણી વખત નવા વર્ષની શરૂઆતમાં જ ઉત્પાદન ખર્ચ વધવાની અને નવા મોડલમાં અમુક ફેરફાર કરવાનું કારણ ધરી પોતાની કારની કિંમત વધારી દે છે. આથી વર્ષના અંતે કાર ખરીદવાથી વધારે રકમ ચૂકવવી પડતી નથી. જો તમે વર્ષના અંતે કોઇ નવી કાર ખરીદતી વખતે લાંબા વેઇટિંગ પીરિયડથી પણ બચી શકાય છે.

વધારાના ફાયદાઓ

યર એન્ડ સેલમાં કાર ખરીદવાના ઘણા ફાયદા છે. ડિસેમ્બરમાં મોટાભાગના કાર ડિલરો પોતાનો સ્ટોક ક્લિયર કરવામાં વ્યસ્ત હોય છે, જેમા અલગ અલગ મોડલ પર ઘણા એડિશનલ બેનિફિટસ ઓફર કરે છે. તેમા વોરંટી, સર્વિસ પેકેજ, ફ્રી એસેસરીઝ અને કાર વીમા સહિત ઘણી પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરનો ફાયદો ઉઠાવી શકાય છે.

યર એન્ડ ડિસ્કાઉન્ટ સેલ ઓફરમાં કાર ખરીદવાના ગેરલાભ

ઓછી રિસેલ વેલ્યૂ

વર્ષના અંતે ખરીદેલી કાર નવું વર્ષ શરૂ થવાની સાથે જે જુની કાર માનવામાં આવે છે, પછી ભલે તમે ડિસેમ્બરમાં કાર ખરીદી હોય. આવું એટલા માટે કારણ કે રજિસ્ટ્રેશનની તારીખ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે, ડિસેમ્બરમાં ખરીદેલી કાર આગામી વર્ષમાં એક વર્ષ જુની માનવામાં આવશે, જ્યારે એ જ કાર જાન્યુઆરીમાં ખરીદવામાં આવે તો તે નવી ગણાશે. તેનાથી કારની રિસેલ વેલ્યૂ પર ઉંડી અસર થાય છે.

મર્યાદિત સ્ટોક

વર્ષના છેલ્લા મહિનામાં કાર ખરીદવાનો વધુ એક ગેરલાભ એ છે કે, આ સમય સુધી મોટાભારની કાર કંપનીઓ ડીલર્સને નવો સ્ટોક આપવાનું ઘટાડી દે છે. આવી સ્થિતિમાં ગ્રાહકને મર્યાદિત સ્ટોકના કારણે પોતાના મનપસંદ વેરિયન્ટ, એન્જિન અને કાર પસંદ કરવાનો મોકો મળતો નથી. સરળ શબ્દોમાં કહીયે તો કસ્ટમર પાસે કાર ખરીદવા માટે વધારે વિકલ્પ નથી હોતા. આવી સ્થિતિમાં નવા વર્ષ સુધી રાહ જોવી પડશે અથવા ડિસ્કાઉન્ટ ઓફરના અભાવ વધાર કિંમત ચૂકવવી પડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ