/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Car-Buying-Tips-for-First-Time-Buyers.jpg)
Car Buying Tips for First Time Buyers: પહેલીવાર કાર ખરીદનાર વ્યક્તિએ આ 10 બાબત ધ્યાનમાં રાખવી જોઇએ. (Photo: Freepik)
Top Car Buying Tips in Gujarati: કાર ખરીદવી દરેક વ્યક્તિ માટે ખુશીની વાત હોય છે. પરિવારમાં દરેક વ્યક્તિ આરામદાયક મુસાફરી માટે સારી કારની અપેક્ષા રાખે છે, પરંતુ આ ખુશીની વચ્ચે, એક મહત્વપૂર્ણ પાસું ધ્યાનમાં લેવા જેવું છે, તે છે કાર પરનો ખર્ચ. જો કે, આવી સ્થિતિ દરેક સાથે હોતી નથી. જે પરિવારોમાં પૈસાની અછત નથી ત્યાં કારની કિંમત અંગે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જે પરિવારોએ બજેટને ધ્યાનમાં રાખીને નવી કાર ખરીદવી હોય તેમના માટે તેની કિંમત મહત્વની છે. જ્યારે કોઈ વ્યક્તિ પહેલીવાર કાર ખરીદવા માટે મોટી રકમનો ખર્ચ કરે છે અથવા કારની માલિકી માટે લાંબા ગાળાનો સોદો કરે છે, એટલે કે કાર લોનની મદદ લે છે, તો તે એક મહત્વપૂર્ણ મુદ્દો છે.
ભારતીય કાર બજારમાં કારની ઘણી બધી બજેટ રેન્જ અને બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે, તમારા માટે શ્રેષ્ઠ પસંદગી કરવા માટે, કારને સમજદારીપૂર્વક પસંદ કરવી અને ખરીદી સમયે સક્ષમ વાટાઘાટો કરવી મહત્વપૂર્ણ છે. જો તમે નવી કારની ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના તેની કિંમત ઘટાડવા માંગો છો, તો અહીં તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ છે.
કાર ખરીદતા પહેલા રિસર્ચ કરો
નવી કાર ખરીદતા પહેલા વિવિધ કંપનીઓની કાર વેરિયન્ટ અને મોડલ વિશે રિસર્ચ કરો. આ સમય દરમિયાન વિવિધ કાર કંપનીઓના શોરૂમની મુલાકાત લો, કારની કિંમત, ફીચર્સની જાણકારી મેળવો અને કસ્ટમર રિવ્યૂ વાંચો તેની તુલના કરો. ઓટોમોટિવ વેબસાઇટ્સ, ફોરમ અને સોશિયલ મીડિયા ગ્રૂપો અને તમારી આસપાસના કાર માલિકો જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર કારના વિવિધ મોડલ્સ વિશે જાણવાનો પ્રયાસ કરો. મેન્ટેનન્સ, માઇલેજ અને ઇંધણ કાર્યક્ષમતા અને વીમા પ્રીમિયમ સહિતના લાંબા ગાળાના માલિકીના વિકલ્પો પર કારની માલિકીનો ખર્ચ સમજવાનો પ્રયાસ કરો.
કાર ખરીદવા પૈસાની વ્યવસ્થા કરો
તમારી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નવી કાર માટે બજેટ નક્કી કરો. તે પછી, કાર ખરીદવાના ખર્ચ ઉપરાંત ઓટો લોન પરના વ્યાજ, વીમા, ઇંધણ ખર્ચ, મેન્ટેનન્સ વગેરે જેવા તમામ ખર્ચને પણ ધ્યાનમાં રાખો. તમારી જરૂરિયાતો અનુસાર મહત્વપૂર્ણ ફીચર્સને પ્રાધાન્ય આપીને બજેટ બનાવો.
વિવિધ કાર લોનની તુલના કરો
ઉંચા વ્યાજથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો રોકડ રકમ ચૂકવી કાર ખરીદવી છે. જો તમે ફાઈનાન્સ ઓપ્શનની મદદથી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તેમા તમને પેમેન્ટમાં ફ્લેક્સિબિલિટી મળી શકે છે અને આવી સ્થિતિમાં રોકડ નાણાં સુરક્ષિત રહી શકે છે એટલે કે લિક્વિડિટી અકબંધ રહી શકે છે. ફાઇનાન્સ વિકલ્પ સાથે આગળ વધતા પહેલા, વિવિધ બેંકોના નિયમો અને શરતોને સારી રીતે સમજો. બેંકો તેમજ ક્રેડિટ યુનિયનો અને કાર ફાઈનાન્સ કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતી લોનના વ્યાજદર તેમજ નિયમો અને શરતોને બરાબર સમજી વિચારી એકબીજા સાથે તુલના કરો. તમારા નાણાકીય ખર્ચને ઑપ્ટિમાઇઝ કરવા માટે કોઈપણ પ્રમોશનલ ઑફર્સ અથવા રિવર્ડ કે અન્ય સ્કીમો જેમ કે ઝીરો કે ઓછા ડાઉન પેમેન્ટ સ્કીમનો ફાયદો ઉઠાવી શકાય છે.
ડીલર પાસેથી જાણકારી મેળવ્યા બાદ નિર્ણય લો
બજાર કિંમત વિશેની માહિતીથી પોતાને વાકેફ રાખો અને શોરૂમમાં વાટાઘાટો દરમિયાન આ માહિતીનો ફાયદો ઉઠાવો. જો સોદો તમારી અપેક્ષાઓને પૂર્ણ કરતું નથી, તો પાછળ હટી જાઓ. પૈસા બચાવવાની તકનો લાભ ઉઠાવવા માટે વર્ષના અંતે આવતા સેલ, ફેસ્ટિવ ડિસ્કાઉન્ટ અને શોરૂમ ઑફર્સ વિશે જાણકારી પ્રાપ્ત કરો. ઓફ પીક સિઝનમાં નવી કાર ખરીદવાનો વિચાર કરો જ્યારે ડીલરો સેલ્સ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.
જૂની કાર ખરીદવાનો વિકલ્પ
ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના પૈસા બચાવવા માટે પ્રતિષ્ઠિત શોરૂમ માંથી યુઝ્ડ કાર ખરીદવાનો પણ વિકલ્પ વિચારી શકાય છે. સેકન્ડ હેન્ડ કારનું ખૂબ જ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવે છે અને ઘણી વખત વિસ્તૃત વોરંટી સાથે આવે છે, જે નવી કાર ખરીદવા જેટલી આશ્વાસન આપનારી હોય છે. કાર સમય જતાં મૂલ્ય ગુમાવે છે. આવી સ્થિતિમાં, વિવિધ કાર મોડલ્સના અવમૂલ્યન દરનું વિશ્લેષણ કરો અને તેમની લાંબા ગાળાની મૂલ્ય જાળવી રાખવાની સંભવિતતા નક્કી કરો.
યોગ્ય કાર વીમો ખરીદો
વિવિધ કંપનીઓના વીમા પ્રીમિયમની સરખામણી કરો અને તમારા વાહન માટે મહત્તમ કવરેજ પ્રદાન કરતી ઈન્સ્યોરન્સ પોલિસી પસંદ કરો. કાર વીમા વિશે મોટાભાગની માહિતી પ્રદાન કરે છે. યોગ્ય નિર્ણય લેવા માટે કપાતપાત્ર, એડ-ઓન કવર અને ક્લેમ સેટલમેન્ટ રેશિયો જેવી બાબત ધ્યાનમાં લેવી. એલાર્મ, ઈમોબિલાઈઝર અને ટ્રેકિંગ ડિવાઈસ જેવા સિક્યોરિટી ફીચર્સ ઈન્સ્ટોલ કરવાથી પણ વીમા પ્રીમિયમ ઘટાડી શકાય છે.
ક્રેડિટ સ્કોર ઉંચો જાળવી રાખો
સારો ક્રેડિટ સ્કોર તમારી સોદાબાજીની શક્તિ અને અનુકૂળ લોનની શરતો અને વ્યાજ દર માટેની યોગ્યતામાં વધારો કરે છે. બેંકબઝાર.કોમના સીઈઓ આદિલ શેટ્ટી કહે છે કે, તમારા બિલની સમયસર ચુકવણી કરો, ક્રેડિટ કાર્ડ બેલેન્સ ઓછું રાખો અને સારો ક્રેડિટ સ્કોર જાળવવા માટે બહુવિધ લોન લેવાનું ટાળો. કોઈપણ ડિફોલ્ટ અથવા પેમેન્ટ વિલંબ ટાળવા માટે, તમારા ક્રેડિટ રિપોર્ટનું નિયમિતપણે નિરીક્ષણ કરો અને કોઈપણ વિસંગતતાના કિસ્સામાં સંબંધિત સંસ્થાને જાણ કરો.
આ બાબતોને ધ્યાનમાં રાખીને આવી કાર પસંદ કરો
શરૂઆતના થોડા વર્ષોમાં નવી કારનું મોટા પ્રમાણમાં અવમૂલ્યન થાય છે. એવી કાર પસંદ કરો કે જે તેની વેલ્યૂ જાળવી રાખવા માટે જાણીતી છે અથવા જો તમે લાંબા સમય સુધી નવા વાહનો ચલાવવાને બદલે સમયાંતરે નવા વાહનો ચલાવવાનું પસંદ કરો તો લીઝ પર વિચાર કરો. યોગ્ય મેન્ટેનન્સ, નિયમિત સર્વિસ અને કોસ્મેટિક કેર દ્વારા રિ સેલ વેલ્યૂ જાળવી રાખીને અવમૂલ્યનનું નુકસાન ઘટાડી શકાય છે.
સબસિડી, ટેક્સ મુક્તિ વગેરે જેવી ઑફરનો લાભ ઉઠાવો
ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ કારને પ્રમોટ કરવા માટે કેટલીક સરકારી યોજનાઓ, સબસિડી અને ટેક્સમાં છૂટ આપવામાં આવે છે, તેના વિશે બધી જાણકારી મેળવો. આ યોજનાઓ અથવા ઑફર નાણાં બચાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો | સલમાન ખાન માટે નવી બુલેટપ્રુફ કાર, બોમ્બ એલર્ટ સિસ્ટમથી સજ્જ, કિંમત જાણી ચોંકી જશો
એન્જિન માઇલેજ, ઇંધણનો વપરાશ જેવા પાસાઓને ધ્યાનમાં લેવા
કાર મૉડલ પસંદ કરતી વખતે, ખાસ કરીને વધુ માઇલેજ ધરાવતી કારના ફ્યુઅલ એફિશિયન્સી રેટિંગને ધ્યાનમાં રાખો. સમયની સાથે ઈંધણની કિંમત વધી રહી છે. આવી સ્થિતિમાં, પૈસા બચાવવા માટે, હાઇબ્રિડ, ઇલેક્ટ્રિક અથવા વધુ માઇલેજ પેટ્રોલ અથવા ડીઝલ વેરિઅન્ટ પસંદ કરો. ઇકો-ફ્રેન્ડલી ડ્રાઇવિંગ આદતોને અનુસરો જેમ કે સ્થિર ગતિ જાળવી રાખવી, ટાયરમાં પુરતું એર પ્રેશર અને ફ્યૂઅલ વપરાશ ઘટાડવા માટે નિયમિત કાર સર્વિસ કરાવો.
જો તમે અહી જણાવેલી બાબતોને ધ્યાનમાં રાખીને કાર ખરીદો છો તો તમે ઓછા ખર્ચે સારી કારના માલિક બની શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us