ઉનાળામાં કારની સંભાળની ટિપ્સઃ સમગ્ર દેશમાં કાળઝાર ગરમી પડી રહી છે. ઘણા વિસ્તારોમાં દિવસનું તાપમાન 45 થી 48 ડિગ્રી સુધી પહોંચવા લાગ્યું છે. જો તમે આવી કાળઝાળ ગરમીમાં તમારી કારમાં લાંબી મુસાફરી કરી રહ્યા છો, તો ઘણી સાવચેતી રાખવી પડશે. આવા આકરા ઉનાળામાં કાર પ્રત્યેની થોડીક બેદરકારી પણ તમને મોંઘી પડી શકે છે અને જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ઉંચુ તાપમાન માત્ર એન્જિનને જ નહીં પરંતુ તમારી કારના આંતરિક અને બહારના ભાગને પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે ઉનાળામાં તમારી કાર કે અન્ય વાહનની સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. અહીં અમે તમને આવી જ કેટલીક સરળ અને ઉપયોગી ટીપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે કાળઝાળ ગરમીમાં પણ તમારી કારની સાથે તમારી જાતને પણ સુરક્ષિત રાખી શકો છો.
કેબિનને ઠંડી રાખો
સામાન્ય રીતે જ્યારે કાર ચાલુ હોય ત્યારે એન્જિન સહિત તમામ પાર્ટ્સનું તાપમાન વધી જાય છે. પરંતુ જો કારને ઉંચા તાપમાન વાળા તડકામાં લાંબા સમય રાખવામાં આવે છે, તો એન્જિન અને ઘણા મહત્વપૂર્ પાર્ટ્સ પહેલા કરતા વધારે ગરમ થઈ જાય છે. ઊંચા તાપમાનને કારણે એન્જિન અને આસપાસના વાયરો પણ ઓગળે છે અને ચોંટી જાય છે. જેના કારણે કારમાં શોર્ટ સર્કિટનું જોખમ પણ વધી જાય છે. તેથી ઉનાળાની ઋતુમાં તમારી કારને કોઈપણ સ્થિતિમાં તડકામાં પાર્ક ન કરો. ઘરમાં હોય કે બહાર, હંમેશા તમારી કારને શેડ નીચે કે છાયડાંમાં પાર્ક કરો. જો તમારી કાર માટે પાર્કિંગની યોગ્ય જગ્યા ન હોય, તો બારીઓ થોડીક ખુલ્લી રાખવાથી ક્રોસ-વેન્ટિલેશન અને કેબિનમાંથી ગરમ હવાને બહાર નીકળવામાં સરળતા રહે છે.
ACથી લોડ વધે છે
ગરમીના દિવસે કારનું AC વધારે લોડ લે છે. એર કન્ડીશનીંગ સિસ્ટમ સેર્વિસ- ઇન્ટેન્સિવન છે. આથી, ઉનાળાની પીક પહેલા તમારી કારના AC યુનિટને યોગ્ય ટેકનિશિયન પાસે ચેક કરાવો. એસી યુનિટ ગમે તેટલું પાવરફુલ હોય, ઉનાળામાં સૌથી વધુ સામાન્ય ફરિયાદ રહેતી હોય છે કે, કારનું એર કંડિશનર કેબિનને ઠંડું કરવામાં વધારે સમય લે છે. આવી વખતે એ સારું રહેશે કે જ્યારે તમે કાર ચલાવવાની પહેલા બારીને નીચે કરો. એકવાર તમને લાગે કે કારનું અંદરનું તાપમાન બહારના તાપમાન સાથે મેળ ખાય છે, તો વિન્ડો બંધ કરો અને એસી ચાલુ કરો.
ફૂલેન્ટ ચેક કરાવતા રહો
ટ્રાન્સમિશન ફ્લૂડ એટલે કે તરલતાની સાથે, પાવર સ્ટીયરિંગ ફ્લૂડ, કૂલેંટ અને વિન્ડશિલ્ડ વાઇપર ફ્લૂડ ચેક કરાવો. જે એન્જિન માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે. કૂલેંટ તમારા એન્જિનને ઠંડુ રાખવામાં મદદ કરે છે. એટલા માટે સમગ્ર એન્જિન કૂલિંગ સિસ્ટમ સારી સ્થિતિમાં હોવી મહત્વપૂર્ણ છે. આમાં કૂલેંટ, થર્મોસ્ટેટ, હોસીસ, રેડિયેટર અને વોટર પંપનો સમાવેશ થાય છે.
CNG કિટની સારસંભાળ
ઉનાળા દરમિયાન જે કારમાં CNG કિટ ફીટ કરવામાં આવે છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઉનાળાની શરૂઆતમાં જ CNG કીટ અને આખા વાયરિંગની તપાસ કરી લેવી જોઈએ. જો વાયરિંગ કે પાઇપમાં ક્યાંક લીકેજનો ભય હોય તો તેને સમયસર રિપેરિંગ કરાવી લો. જો ઉંચા તાપમાનમાં લીકેજ થાય તો મોટી દુર્ઘટના થઈ શકે છે.
ડેશબોર્ડ સાફ રાખો
ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આવી વસ્તુઓને કારમાં રાખવાનું ટાળવું જોઈએ, જેની વધારે જરૂર નથી. ઘણી વખત લોકો કારને નાનું ઘર બનાવીને તેમાં પરફ્યુમ, સ્પ્રે વગેરે વસ્તુઓ રાખે છે. પરંતુ ઉનાળામાં કારનું તાપમાન વધારે હોય છે અને જો આવી કોઈ વસ્તુ કારમાં રાખવામાં આવે તો આગ લાગવાનું જોખમ વધી જાય છે.
કારના વિન્ડોને ટિંટ કરો
ભારતમાં કારની બારીઓ ટિંટ કરવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. જે મુજબ તમે સાઇડની વિન્ડોને 70 ટકાથી વધુ અને આગળ અને પાછળની વિન્ડોને 30 ટકાથી વધુ ટિન્ટ કરી શકતા નથી. તમારી કારની બારીઓને ટિંટીંગ કરવાથી તમારી કારના ઈન્ટિરિયરને ઠંડક રાખવામાં ઘણી મદદ મળી શકે છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરતી વખતે તમે વિન્ડોને ટિન્ટ કરીને તમારી કારને ઘણી હદ સુધી ગરમ થવાથી બચાવી શકો છો.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.