Winter Car Care Tips In Gujarati : શિયાળામાં કારની જાળવણી કાળજીપૂર્વક રાખવી જરૂરી છે. ઘણી વખત શિયાળાની ઠંડીમાં સવાર કાર સ્ટાર્ટ ન થવી, પર્ફોર્મન્સ પર અસર અને ઓછી માઇલેજ જેવી સમસ્યા ઉભી થાય છે. આવી સ્થિતિમાં કાર ચાલકને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાથી બચવા માટે શિયાળામાં કારની કાળજી કેવી રીતે રાખવી તેના વિશે જાણકારી આપી છે.
એન્જિન
શિયાળામાં એન્જિન ઓઈલ ઘટ્ટ થઇ જાય છે, જેના કારણે એન્જિન સ્ટાર્ટ થવામાં ઘણી વખત મુશ્કેલી પડે છે. જેની એન્જિન પર્ફોર્મન્સ પર ખરાબ અસર થાય છે. આવી સ્થિતિમાં કાર એન્જિન ઓઈલ અને ફિલ્ટર બદલવું જોઇએ. આ સાથે જ કુલેન્ટ લેવલ ચેક કરાવી લેવું જોઇએ.
બેટરી
ઠંડીની સીઝનમાં બેટરી પણ ઠંડી થઇ જાય છે, જેના કારણે કાર ઝડપથી સ્ટાર્ટ થતી નથી. સમસ્યાથી બચવા માટે બેટરીને ટર્મિનલને ક્લિન કરવી જોઇએ અને તેના પર ગ્રીસ લગાવવું જોઇએ. જો કારની બેટરી જુની થઇ ગઇ છે તો નવી બેટરી ફીટ કરાવી લો.
ટાયર
કારના ટાયરની હવા હંમેશા ચેક કરતા રહેવું જોઇએ. ઠંડા રસ્તા અને બફર પર ટાયરની પકડ નબળી પડે છે. જેના કારણે કાર લપસી શકે છે. ટાયરમાં હવા યોગ્ય પ્રમાણમાં છે કે નહીં તપાસો. જો ટાયર ઘસાઇ ગયા હોય તો નવા ટાયર ફીટ કરાવી લોો.
વિન્ડશીલ્ડ
શિયાળામાં ધુમ્મસ અને ઝાકળના લીધે કાર ચલાવવામાં મુશ્કેલી છે. આથી કારના વિન્ડશીલ્ડ અને વોશર સારી રીતે કામગીર કરે છે કે નહીં તે ચેક કરો. આ સાથે જ વોશર ફ્લૂઇડમાં એન્ટિ ફ્રીજ પણ ઉમેરો. તેનાથી ફ્લૂઇડ જામશે નહીં.
બ્રેક
કારની બ્રેક સિસ્ટમ સારી રીતે કામગીરી કરતી હોવી જોઇએ. શિયાળોમાં બ્રેક પેડ્સ અને ડિસ્ક જામ થઇ જાય છે, જેના કારણે બ્રેક ધીમે ધીમે લાગે છે. આ સાથે જ હીટર ડિફોસ્ટર પણ ચેક કરાવો.
ઇમરજન્સી કિટ રાખો
શિયાળામાં લાંબી મુસાફરી કરતી વખતે કારમાં ઇમરજન્સી કિટ સાથે જરૂર રાખવી જોઇએ. તેમા ધાબળો, ટોર્ચ, જેમ્પર કેબલ અને અન્ય સાધનો રાખવા જોઇએ. કારને હંમેશા છાયડાંમાં પાર્ક કરવી. જો કારનો લાંબા સમય સુધી ઉપયોગ નથી કરી રહ્યા તો બેટરી ડિસ્કનેક્ટ કરી દો.





