Online Car Insurance Advantages: ભારતમાં રોડ ઉપર દોડતી બાઇકથી લઇ ભારે કોમર્શિયલ વ્હીકલ તમામ પ્રકારના વાહનો માટે ઇન્સ્યોરન્સ ફરજિયાત છે. વ્હીકલ ઇન્સ્યોરન્સ વાહન માલિકને નાણાંકીય સુરક્ષા પુરી પાડે છે. હાલ ઓફલાઇન કોઇ વીમા એજન્ટ પાસેથી કાર ઇન્સ્યોરન્સ ખરીદવાની સાથે સાથે તમારી પાસે ઓનલાઇન વ્હીકલ ઇન્સ્યોરન્સ પોલીસી ખરીદવાનો પણ વિકલ્પ છે. ઓનલાઇન ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી એ અત્યંત સરળ અને સુવિધાજનક છે. ઓનલાઇન કાર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવાના ફાયદાઓ જાણો
ઓનલાઈન કાર ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવાના ફાયદા
સમયની બચત
ઓનલાઈન કાર વીમો ખરીદવો ખૂબ જ સરળ અને સાનુકુળ છે. કાર માલિકો ઘરે બેસીને તેમના મોબાઇલ કે કોમ્પ્યુટરની સ્ક્રીન પર વિવિધ વીમા કંપનીઓની કાર ઇન્સ્યોરન્સ પોલિસીની તુલના કરી શકે છે અને તેમના વાહન માટે યોગ્ય પોલિસી પસંદ કરી શકે છે. બજાજ કેપિટલ ઈન્સ્યોરન્સ બ્રોકિંગ લિમિટેડના સીઈઓ વેંકટેશ નાયડુ જણાવે છે કે, ઓનલાઈન પ્લેટફોર્મ કાર માલિકને ગમે ત્યારે અને ગમે ત્યાં વિકલ્પો શોધવાની મંજૂરી આપે છે. આવી સ્થિતિમાં કાર ઇન્સ્યોરન્સ ખરીદવાની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે અને તેમાં સમયની પણ બચત થાય છે.
કાર ઇન્સ્યોરન્સ પોલિસીના ઘણા બધા વિકલ્પો
ઓનલાઈન ઇન્સ્યોરન્સ ખરીદવાની વાત આવે ત્યારે કાર માલિકો પાસે પોલિસી પસંદ કરવા માટેના ઘણા બધા વિકલ્પો હોય છે. આ દરમિયાન તમે ઘણી વીમા કંપનીઓની ઇન્સ્યોરન્સ પોલિસી વિશે જાણકારી મેળવ શકો છો. તેના આધારે તમે વિવિધ કાર ઇન્સ્યોરન્સ પોલિસીના કવરેજ, પ્રીમિયમ અને વધારાની સુવિધાઓની તુલના કરી શકો છો. ઓનલાઈન માધ્યમથી કાર ઇન્સ્યોરન્સ ખરીદવાથી માલિકને તેના વાહન માટે યોગ્ય વીમા પોલિસી પસંદ કરવાની અને યોગ્ય નિર્ણય લેવાની તક મળે છે અને તે ઇચ્છા અનુસારની સુવિધા ઉપરાંત કાર માલિકના બજેટને પણ અનુરૂપ હોય છે.
પારદર્શિતાની ખાતરી
કાર ઇન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદતી વખતે, પોલિસીની વિગતો અને પ્લાનની કિંમતોમાં પારદર્શિતાની ખાતરી કરવામાં આવે છે. કાર માલિકો માટે, ઑનલાઇન પ્લેટફોર્મ ઇન્સ્યોરન્સ પૉલિસી અને સંબંધિત દસ્તાવેજોની સંપૂર્ણ વિગતો માટે સરળ ઍક્સેસ પ્રદાન કરે છે. તેઓ કવરેજના વિકલ્પો , કપાતપાત્ર રકમ, નિયમો અને શરતો અને પોલિસી એક્સક્લુઝન (પોલિસીમાં સામેલ ન હોય તેવી બાબતો)ને પારદર્શક રીતે રજૂ કરે છે. આ પારદર્શિતા કાર માલિકોને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે.
જરૂરિયાત અને બજેટ અનુસાર ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવાનો વિકલ્પ
ઓનલાઈન કાર ઈન્સ્યોરન્સ પ્લેટફોર્મ કાર માલિકોને કસ્ટમાઈઝ્ડ પ્લાન પસંદ કરવા માટે સુગમતા પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં, માલિકોને પોલિસીની વિશેષતાઓ, તેના પર કપાત અને એડ-ઓન જોઈને તેમની જરૂરિયાતો અનુસાર કવરેજ પસંદ કરવાનો વિકલ્પ મળે છે. ઓનલાઈન પ્લેટફોર્મ વીમા ખરીદદારોને એ જોવાની મંજૂરી આપે છે કે કોઈપણ એડ-ઓન્સ અથવા અન્ય સુવિધાઓ પોલિસીના પ્રીમિયમને કેવી રીતે અસર કરે છે. આમાં, જરૂરિયાત અને બજેટને અનુરૂપ પોલિસી પસંદ કરવાનો વિકલ્પ છે. વ્હીકલની ઇન્સ્યોરન્સ પોલિસીને કસ્ટમાઇઝ કરવાનો અને કાર માલિકની જરૂરિયાતો અને બજેટ અનુસાર પોલિસી પસંદ કરવાનો વિકલ્પ ઑફર કરવો એ ઑનલાઇન પ્લેટફોર્મનો એક મોટો ફાયદો છે.
આ પણ વાંચોઃ ચોમાસામાં ઈલેક્ટ્રિક કારની સંભાળની છે ચિંતા? આ 4 સરળ રીતોથી તમારા EVની કરો જાળવણી
પોલિસી રિન્યૂ કરવી અને વિગતો અપડેટ કરવી સરળ
ઓનલાઈન કાર ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવી સરળ હોવાની સાથે સાથે તેને મેનેજ કરવી પણ સરળ હોય છે. આમ કરવાથી, કાર માલિકો સરળતાથી પોલિસી દસ્તાવેજોને ઍક્સેસ કરી શકે છે, વિગતો અપડેટ કરી શકે છે, કવરેજ બદલી શકે છે અને જ્યારે પણ તેઓ ઇચ્છે ત્યારે તેમની પૉલિસીને ઓનલાઇન રિન્યૂ કરી શકે છે. બજાજ કેપિટલ ઈન્સ્યોરન્સ બ્રોકિંગ લિમિટેડના સીઈઓ વેંકટેશ નાયડુ જણાવે છે કે, ઓનલાઈન પ્લેટફોર્મ ઘણીવાર યુઝર-ફ્રેન્ડલી ઈન્ટરફેસ અને મોબાઈલ એપ્સ પ્રદાન કરે છે, જેનાથી કાર માલિકો ગમે ત્યાંથી તેમની વીમા પોલિસી સરળતાથી મેનેજ કરી શકે છે. કન્ટ્રોલ અને સરળતાનું આ લેવલ કારના માલિકને કોઈપણ બિનજરૂરી મુશ્કેલી વિના તેમની વીમા જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે.





