Car Launch In April: ટાટા મારૂતિ થી લઇ એમજી મોટર્સ અને ફોક્સવેગન એપ્રિલમાં લોન્ચ કરશે નવી કાર

New SUV Car Launch In April 2025: કાર ખરીદવાનું વિચારો છો તો આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઇએ. એપ્રિલમાં ટાટા, મારૂતિથી લઇ એમજી મોટર્સ અને ફોક્સવેગન કંપની જબરદસ્ત ફીચર્સ અને ટેકનોલોજીથી સજ્જ નવી એસયુવી કાર લોન્ચ કરી રહી છે.

New SUV Car Launch In April 2025: કાર ખરીદવાનું વિચારો છો તો આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઇએ. એપ્રિલમાં ટાટા, મારૂતિથી લઇ એમજી મોટર્સ અને ફોક્સવેગન કંપની જબરદસ્ત ફીચર્સ અને ટેકનોલોજીથી સજ્જ નવી એસયુવી કાર લોન્ચ કરી રહી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Car | SUV | Auto News

SUV Car Launch: એસયુવી કાર લોન્ચ. પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

New SUV Car Launch In April 2025: કાર પ્રત્યે ભારતીયોનો ક્રેઝ વધી રહ્યો છે. ભારતમાં દર મહિને નવી નવી એસયુવી કાર અલગ અલગ ફીચર્સ, ટેકનોલોજી સાથે લોન્ચ થઇ રહી છે. જો તમે નવી કાર ખરીદવાનું વિચારો છો આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઇએ. કારણ કે અહીં એપ્રિલ મહિનામાં લોન્ચ થનાર કાર વિશે જાણકારી આપી છે. આ અપકમિંગ કાર અપડેટ ફીચર્સ, દમદાર એન્જિન અને ટેકનોલોજી સાથે લોન્ચ થઇ રહી છે.

Advertisment

Volkswagen Tiguan R Line : ફોક્સવેગન ટિગ્યુઆન R લાઇન

ફોક્સવેગન 14 એપ્રિલ તેની મોસ્ટ અવેટેડ ફોક્સવેગન ટિગ્યુઆન આર લાઇન કાર ભારતમાં લોન્ચ કરવાની છે. ડિઝાઇનની વાત કરીયે તો ફોક્સવેગન ટિગ્યુઆનમાં રીડિઝાઇન હેડલાઇટ્સ, સ્પોર્ટિયર ફ્રન્ટ એન્ડ રિયર બમ્પર અને 19 ઇંચના એલોય વ્હીકલ આવશે. ફીચર્સમાં 10.3 ઇંચના ઓલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 12.9 ઇંચના ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ પણ આવે છે. પાવર ટ્રેન તરીકે 2.0 લીટરના ટર્બો પેટ્રોલ એન્જિન આવશે, જે 204 204bhp મહત્તમ પાવર અને 320Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે.

MG Cyberster : એમજી સાયબરસ્ટર

એમટી મોટર્સ એપ્રિલ 2025માં એમજી સાયબરસ્ટર કાર લોન્ચ કરી શકે છે. એમજી સાયબરસ્ટર માત્ર 3.2 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ એમજીના નવા પ્રીમિયમ આઉટલેટ 'સિલેક્ટ' દ્વારા વેચવામાં આવતી સાયબરસ્ટર કાર 450 કિમી આસપાસ ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે.

Maruti E Vitara : મારૂતિ ઇ વિટારા

મીડિયા રિપોર્ટ મુજબ મારૂતિ સુઝુકી કંપની તેની પ્રથમ ઇલેક્ટ્રિક એસયુવી કાર તરીકે ઇ વિટારા એપ્રિલ મહિનામાં લોન્ચ કરી શકે છે. અલબત્ત કંપનીએ આ અંગે સત્તાવાર જાણકારી આપી નથી. જો કે આ એસયુવી જાન્યુઆરી 2025માં ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી. ત્યાર બાદથી મારૂતિ ઇ વિટારા લોન્ચ થવાની રાહ જોવાઇ રહી છે. આ ઇ કાર 500 કિમીની ડ્રાઇવિંગ રેન્જ મળવાની અપેક્ષા છે. ઉપરાંત આ એસયુવી કાર ઘણા એડવાન્સ ફીચર્સથી સજ્જ હશે.

Advertisment

Nissan Magnite CNG : નિસાન મેગ્નાઇટ સીએનજી

નિસાન મેગ્નાઇટ એસયુવી કારનું સીએનજી મોડલ એપ્રિલ 2025માં લોન્ચ થવાની અપેક્ષા છે. અલબત્ત કંપની તરફથી આ વિશે સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. જો કે આ સીએનજી કારને ડિલરશીપ લેવલ પર સીએનજી કિટ સાથે લોન્ચ કરવામાં આવે તેવી સંભાવના છે. પેટ્રોલ વર્ઝનની તુલનામાં સીએનજી વર્ઝનની એક્સ શોરૂમ કિંમત 70 થી 80 હજાર રૂપિયા સુધી વધારે હોઇ શકે છે.

Tata Harrier EV : ટાટા હેરિયર ઇવી

ટાટા મોટર્સ તેની લોકપ્રિય એસયુવી હેરિયર કારનું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ટાટા હેરિયર ઇવી જાન્યુઆરીમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી.આ ઇલેક્ટ્રિક એસયુવીમાં 500 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ મળી શકે છે.

electric vehicles Auto news બિઝનેસ