Trump Tariff News: મુખ્ય આર્થિક સલાહકાર (CEA ) વી અનંત નાગેશ્વરને આશા વ્યક્ત કરી હતી કે યુએસ ટૂંક સમયમાં કડક ટેરિફ (25 ટકા વધારા) હટાવશે. મુખ્ય આર્થિક સલાહકારે કહ્યું કે યુએસએ દ્વારા પસંદગીની આયાત પર લાદવામાં આવેલા કડક ટેરિફ 30 નવેમ્બર પછી હટાવી શકાય છે. ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર વાતચીત વચ્ચે આ સંકેત છે કે હવે વેપાર પ્રતિબંધો હળવા થઈ શકે છે.
કોલકાતામાં મર્ચન્ટ્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા સીઇએ નાગેશ્વરને જણાવ્યું હતું કે અમે બધા પહેલાથી જ કામમાં રોકાયેલા છીએ અને હું ટેરિફ પર થોડી વાત કરવા માટે સમય કાઢીશ. હા, 25 ટકાનો મૂળ રેસિપ્રોકલ ટેરિફ અને 25 ટકા દંડાત્મક ટેરિફ બંને અણધાર્યા હતા. મને હજી પણ લાગે છે કે ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓને કારણે બીજો 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હશે, પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાના હાલના ઘટનાક્રમને જોત મારી સહજ ધારણા છે કે શિક્ષાત્મક ટેરિફ 30 નવેમ્બર પછી રહેશે નહીં.
તેમણે ઉમેર્યું હતું કે મને વિશ્વાસ છે કે આગામી કેટલાક મહિનાઓમાં, દંડાત્મક ટેરિફનો ઉકેલ આવશે અને આશા છે કે પારસ્પરિક ટેરિફનું પણ સમાધાન આવશે. તેમણે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોનો ઉલ્લેખ કર્યો હતો.
ભારતના એક્સપોર્ટ ગ્રોથ વિશે શું કહ્યું
નાગેશ્વરને ભારતના એક્સપોર્ટ ગ્રોથ વિશે પણ વાત કરી હતી. તે હાલમાં વાર્ષિક 850 બિલિયન ડોલર છે અને તે 1 ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાના માર્ગ પર છે. આ દેશના જીડીપીના 25 ટકા છે અને એક તંદુરસ્ત, ખુલ્લા અર્થતંત્રનો સંકેત આપે છે.
આ પ્રસંગે તેમણે યાદ અપાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (આઇઇઇપીએ), 1977નો ઉપયોગ કરીને ઘણા દેશો પર પારસ્પરિક ટેરિફ લાદ્યા હતા. ભારતમાં 25 ટકા ટેરિફનો સામનો કરવો પડ્યો હતો, જે પાછળથી વધારીને 50 ટકા કરવામાં આવ્યો હતો.
50 ટકા ટેરિફ ભારતથી આયાત કરાયેલા મોટાભાગના ઉત્પાદનો પર લાગુ
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ હવે ભારતથી આયાત કરાયેલા મોટાભાગના ઉત્પાદનો પર લાગુ કરવામાં આવ્યા છે. આ ઉચ્ચ કર તમામ ભારતીય ઉત્પાદનો પર લાગુ પડે છે જે વપરાશ માટે યુ.એસ.એ.માં પ્રવેશ કરી રહ્યા છે અથવા વેરહાઉસમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો – ભારતમાં લોન્ચ થયું આ દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર, ફેમિલી રાઇડર્સ માટે શાનદાર ફિચર્સ, જાણો કિંમત
યુએસ કસ્ટમ્સ નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ઉચ્ચ ડ્યુટી, એન્ટિડમ્પિંગ અથવા કાઉન્ટરવેઇલિંગ ડ્યુટી જેવી અન્ય કોઈપણ લાગુ ડ્યુટીની સાથે, મોટાભાગના ભારતીય ઉત્પાદનો પર પણ વસૂલવામાં આવશે. જોકે, કેટલીક વસ્તુઓને આ વધારાના ટેરિફમાંથી બાકાત રાખવામાં આવી છે.
યુએસ ટેરિફ શેડ્યૂલમાં અલગથી સૂચિબદ્ધ કેટલાક ઉત્પાદનોને આમાંથી મુક્તિ આપવામાં આવશે. આમાં લોખંડ અને સ્ટીલ, એલ્યુમિનિયમ અને તેમના કેટલાક ડેરિવેટિવ્ઝનો સમાવેશ થાય છે. સેડાન, એસયુવી, ક્રોસઓવર, મિનિવાન, કાર્ગો વાન અને લાઇટ ટ્રક જેવા પેસેન્જર વાહનો તેમજ તેમના સ્પેરપાર્ટ્સ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.





