ChatGPT Go Free Subscription : ઓપનએઆઈ એ તાજેતરમાં એક મોટી જાહેરાત કરી હતી જેણે ભારતના ટેક્નોલોજી સેક્ટરને હચમચાવી દીધો છે. આજે, 4 નવેમ્બરથી, OpenAI એ તાજેતરમાં લોન્ચ કરાયેલ ચેટજીપીટી ગો સબ્સ્ક્રિપ્શન ભારતના તમામ યુઝર્સ માટે મફતમાં ઉપલબ્ધ કરાવ્યું છે. જી હાં, હવે ભારતમાં તમામ યુઝર્સ એક વર્ષ માટે જીપીટી 5ના એડવાન્સ્ડ ફીચરનો ઉપયોગ કરી શકશે.
અત્રે નોંધવું યોગ્ય છે કે ચેટજીપીટી ગો સબ્સ્ક્રિપ્શનની કિંમત દર મહિને 399 હતી. પરંતુ હવે તેને મફત બનાવવાના નિર્ણય સાથે, ઓપનએઆઈ નો હેતુ સામાન્ય યુઝર્સ માટે એઆઈ ટૂલ્સને ઍક્સેસ કરવાનું સરળ બનાવવાનો છે. આ નિર્ણયથી ભારતમાં એઆઈ અપનાવવાની ગતિ તો ઝડપી બનશે જ, સાથે સાથે ગ્લોબલ ટેક કંપનીઓ વચ્ચે સ્પર્ધા પણ વધશે. જે ભારતના ઝડપથી વિકસતા ડિજિટલ યુઝર બેઝને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે.
જેમ આપણે ઉલ્લેખ કર્યો છે, ઓગસ્ટ 2025માં, ChatGPT Go સબ્સ્ક્રિપ્શન ભારતમાં OpenAI ના ફ્રી લેવલ અને પ્રીમિયમ ChatGPT Plus સબ્સ્ક્રિપ્શન્સ વચ્ચે સસ્તા પ્લાન તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્લાન એવા લોકો માટે રજૂ કરવામાં આવ્યો હતો જેઓ ચેટજીપીટીના વધુ ફીચર્સ ઇચ્છે છે પરંતુ મોંઘા પ્લાન લેવાની ક્ષમતા નથી. પરંતુ હવે એક વર્ષ માટે આ વિશેષ મફત ઓફર હેઠળ, ઓપનએઆઈ તેના નેકસ્ટ જનરેશન એઆઈને લાખો લોકો માટે ઉપલબ્ધ કરાવવા માંગે છે.
ચેટજીપીટી ગો માટે મફત સબ્સ્ક્રિપ્શન કેવી રીતે એક્ટિવ કરવો
- એક વર્ષ માટે ચેટજીપીટી ગો માટે મફત સબ્સ્ક્રિપ્શન મેળવવું ખૂબ જ સરળ છે.
- યુઝર્સે સૌપ્રથમ ચેટજીપીટી પર લોગ ઇન કરવાનું રહેશે
- આ પછી, તમારા પ્રોફાઇલ આયકન પર ક્લિક કરો અને પછી ‘અપગ્રેડ પ્લાન’ વિકલ્પ પસંદ કરો.
- હવે Try GO પર ટેપ કરો.
- ત્યાર પછી તમે યુપીઆઈ અથવા ક્રેડિટ કાર્ડની વિગતો દાખલ કરીને મફત સબ્સ્ક્રિપ્શન એક્ટિવ કરી શકો છો.
અત્રે નોંધનિય છે કે, તમારી પાસેથી ચાર્જ લેવામાં આવશે નહીં. તમે કોઈપણ સમયે 1 વર્ષ પછી ઓટો ડેબિટ પેમેન્ટનો વિકલ્પ રદ કરી શકો છો. આ ઓફર હેઠળ કોઈ વાર્ષિક બિલ અથવા પ્રીપેઇડ ઓપ્શનની જરૂર રહેશે નહીં. તેના બદલે, OpenAI ભારતીય યુઝર્સને સંપૂર્ણ મફતમાં એક્સેસનું આખું વર્ષ આપી રહ્યું છે, જે સબ્સ્ક્રિપ્શન પ્રક્રિયાને વધુ સરળ બનાવે છે.
ઓપનએઆઈ દ્વારા આ પગલું અન્ય ટેક જાયન્ટ્સ, ખાસ કરીને ગૂગલના તાજેતરના નિર્ણય પછી આવ્યું છે, જેમાં ભારતમાં વિદ્યાર્થીઓ માટે તેની એઆઈ પ્રો મેમ્બરશીપ ફ્રી બનાવી છે. તેવી જ રીતે, દેશભરના વપરાશકર્તાઓને આ ઓફર લંબાવીને, ઓપનએઆઈ સંકેત આપી રહ્યું છે કે તે માત્ર ભારતમાં મજબૂત બ્રાન્ડ લોયલ્ટી બનાવવા માંગે છે, પરંતુ AIના ઉપયોગને ભવિષ્યનું સ્વરૂપ આપવાની દિશામાં પણ મોટું પગલું લઇ રહ્યા છે, જેથી એડવાન્સ એઆઈ ટૂલ્સને વિના મૂલ્યે દરેક માટે સુલભ બનાવી શકાય.





