Sora : શબ્દ લખો અને વીડિયો બની જશે, ચેટજીપીટી ઓપનએઆઈ એ લોન્ચ કર્યું સોરા ટુલ્સ, જાણો કેવી રીતે કામ કરે છે?

ChatGPT OpenAI Sora Text To Video Model : ચેટજીપીટી ઓપનએઆઈ એ સોરા ટુલ્સ લોન્ચ કર્યું છે. આ ટુલ્સ તમે લખેલા શબ્દોને વીડિયોમાં કન્વર્ટ કરી માત્ર 1 મિનિટમાં તમને આકર્ષક વીડિયો બનાવી આપશે.

Written by Ajay Saroya
February 16, 2024 17:45 IST
Sora : શબ્દ લખો અને વીડિયો બની જશે, ચેટજીપીટી ઓપનએઆઈ એ લોન્ચ કર્યું સોરા ટુલ્સ, જાણો કેવી રીતે કામ કરે છે?
ChatGPT OpenAI Sora : સોરા DALL-E અને GPT મોડલમાં થયેલા ભૂતકાળના સંશોધન પર આધારિત છે. (Express Image)

ChatGPT OpenAI Sora Text To Video Model : હવે વીડિયો બનાવવાની લાંબી અને કંટાળાજનક કામગીરી સરળ બની જશે. હવે તમે શબ્દ લખશો અને આપોઆપ વીડિયો બની જશે. હા, તમે સાચું વાંચી રહ્યા છે. ચેટજીપીટી બનાવનાર કંપની ઓપનએઆઈ એ સોરા (Sora) નામનું એક નવું ટુલ્સ લોન્ચ કર્યું છે, જે તમારા લખેલા શબ્દો અને વાક્યોના આધારે ક્ષણવારમાં તમને વીડિયો બનાવી આપશે.

ChatGPT લોન્ચ કરીને કરીને દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી હંગામો મચાવનાર કંપની OpenAIએ હવે વધુ એક નવું ઈનોવેશન ‘સોરા’ (Sora) ટુલ્સ લોન્ચ કર્યું છે. આ એક AI મોડલ છે જે ટેક્સ્ટને વીડિયોમાં કન્વર્ટ કરશે. એટલ તમે તમે શબ્દો લખશો અને તેના પરથી વીડિયો બની જશે અને તે પણ એક મિનિટની અંદર. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ઝડપથી બદલાતી દુનિયામાં ટેક્સ્ટને આકર્ષક વીડિયોમાં કન્વર્ટ કરવા માટે હજુ સુધી કોઈ મોટું પ્લેટફોર્મ નથી. વર્તમાનમાં વીડિયોની વધતા ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા ટુલ્સ ખૂબ જ લોકપ્રિય બની શકે છે. ચાલો આ નવા ટુલ્સ વિશે વિગતવાર જાણીએ

Technology News 2024 | Artificial Intelligence | AI | Future Technology 2024 | ChatGPT
Technology News 2024: ધ ઈન્ડિયન એક્સપ્રેસે ChatGPT 4ને આ રિપોર્ટ વાંચ્યા પછી વિઝ્યુઅલાઈઝ કરવા કહ્યું ulgx. DALL-Eનો ઉપયોગ કરીને આ રજૂ થયું છે. આ ઇમેજ એડિટ કરવામાં આવી નથી.

સોરા શું છે? (What It Is Sora)

ઓપનએઆઈ કંપનીએ સોરા (Sora) નામનું એક ટુલ્સ લોન્ચ કર્યું છે. સોરા એક જાપાની શબ્દ છે અને તે અર્થ થાય છે આકાશ. આ એક ટેક્સ્ટ-ટુ-વિડિયો કન્વર્ટ ટૂલ્સ છે. સોરા ટૂલ્સથી હાલ તમે લગભગ 60 સેકન્ડ અથવા એક મિનિટના વીડિયો બનાવી શકાય છે.

દિગ્ગજ ટેકનોલોજી કંપની ઓપનએઆઈએ જણાવ્યું હતું કે, “સોરા ઘણી બધી વિગતવાળા દ્રશ્યો, અદભૂત કેમેરા મોશન અને જીવંત લાગણીઓ સાથેના વિવિધ પાત્રો દર્શાવતા 60 સેકન્ડ સુધીનો વીડિયો બનાવી શકે છે. કંપનીઓ એવો દાવો કર્યો છે કે, નવુ ટુલ્સ યૂઝર્સ તરફથી આપવામાં આવેલા ફોટા અને ઉપલબ્ધ ફુટેજનો ઉપયોગ કરીને પણ રિયલિસ્ટિક વીડિયો બનાવી શકે છે.

AI Future In 2024 Artificial Intelligence technology updates gujarati news
Artificial Intelligence : શું બધા ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રભુત્વ ધરાવી રહ્યું છે? જાણો ટેક એક્સપર્ટ શું કહે છે..

સોરા નો ઉપયોગ કોણ અને કેવી રીતે કરી શકશે?

આ નવા AI મોડલનો ઉપયોગ કરવા માટે હાલ રાહ જોવી પડશે. કંપનીએ ભલે 15 ફેબ્રુઆરીના રોજ સોરા ટુલ્સ લોન્ચ કરવાની ઘોષણા કરી હોય, પરંતુ હાલ તે રેડ ટીમિંગ તબક્કામાં છે. રેડ ટીમિંગ એક તબક્કો છે, જેમાં નિષ્ણાંતોની એક ટીમ (તેને રેડ ટીમના સ્વરૂપમાં જોવામાં આવે છે) સિસ્ટમમાં ખામીઓ અને નબળાઇઓને શોધી કાઢવા માટે રિયલ ફીડબેકના ઉપયોગને ફોલો કરે છે.

હમણાં માટે, આપણામાંથી મોટાભાગના લોકોએ આ નવા AI મોડલને અજમાવવા માટે થોડી રાહ જોવી પડશે. કંપનીએ 15 ફેબ્રુઆરીએ ટેક્સ્ટ-ટુ-વિડિયો મોડલ લોન્ચ કરવાની જાહેરાત કરી હોવા છતાં, તે હજી પણ રેડ-ટીમિંગ તબક્કામાં છે. રેડ ટીમિંગ એ એક એવો તબક્કો છે જેમાં નિષ્ણાતોની એક ટીમ (રેડ ટીમ તરીકે ઓળખાય છે) સિસ્ટમમાં નબળાઈઓ અને નબળાઈઓને ઓળખવા માટે વાસ્તવિક પ્રતિસાદનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો | પરિચીતના અવાજમાં કોઇ છેતરી તો નથી રહ્યું ને? AI વૉઇસ ક્લોનિંગથી સુરક્ષિત રહેવા શું કરશો? જાણો

સોરા ટુલ્સ કેવી રીતે કામગીરી કરે છે?

કલ્પના કરો કે, ટીવી પર એક સ્થિર કર્કશ અવાજ કરતી એક તસ્વીર છ અને હવે તે ધીમે ધીમે ક્લિયર થતા તમને એક સ્પષ્ટ, જીવંત વીડિયોમાં રૂપાંતર થઇ રહી છે. સોરા પણ મૂળભૂત રીતે આ કામગીરી કરે છે. આ એક વિશિષ્ટ પ્રોગ્રામ છે જે ધીમે ધીમે અવાજને દૂર કરવા અને વીડિયો બનાવવા માટે ટ્રાન્સફોર્મર આર્કિટેક્ચર નો ઉપયોગ કરે છે. તે માત્ર ફ્રેમ ટુ ફ્રેમ નહીં, પણ એક સાથે સંપૂર્ણ વીડિયો તૈયાર કરી શકે છે. આ મોડેલ ટેક્સ્ટમાં આપેલી માહિતીને ફીડ કરીને યુઝર્સને વીડિયો કન્ટેન્ટ પ્રદાન કરશે. OpenAI દાવો કરે છે કે ભવિષ્યમાં આ મોડલમાં ફિલ્મો બનાવવાની ક્ષમતા પણ હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ