Cheapest Loan Rate : ઘર ખરદીવું હોય કે કાર, ફેસ્ટિવ ઓફરમાં બેંકો આપી રહી છે સસ્તી લોન, જુઓ યાદી

Cheapest Home Loan Interest Rate : આરબીઆઈ એ ઓક્ટોબરની ધિરાણનીતિમાં વ્યાજદર સ્થિર રાખ્યા છે. જો કે બેંકો ફેસ્ટિવ ઓફર હેઠળ નીચા વ્યાજદરે હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન આપી રહી છે.

Written by Ajay Saroya
October 02, 2025 16:35 IST
Cheapest Loan Rate : ઘર ખરદીવું હોય કે કાર, ફેસ્ટિવ ઓફરમાં બેંકો આપી રહી છે સસ્તી લોન, જુઓ યાદી
Home Loan EMI Calculation: હોમ લોન ઇએમઆઈ કેલક્યુલેશન. (Photo: Freepik)

Cheapest Home Loan Interest Rate : આરબીઆઈ એ ઓક્ટોબર મહિનાની ધિરાણનીતિમાં ભલે વ્યાજદર ઘટાડ્યા ન હોય, પરંતુ ચાલુ વર્ષે 3 તબક્કામાં કુલ 1 ટકા રેપો રેટ ઘટાડ્યો છે. જેના કારણે બેંકો અને એનબીએફસીએ હોમ અને પર્સનલ લોનના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. દરમિયાન, બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ઓછા વ્યાજ દરો અને ફેક્સિબલ પેમેન્ટ વિકલ્પો સાથે વિશેષ ફેસ્ટિવ હોમ લોન ઓફર કરી રહી છે. તેમણે કાર અને પર્સનલ લોન લેનારાઓ માટે કેટલીક આકર્ષક ઓફર્સ પણ રજૂ કરી છે.

સરકારી અને ખાનગી બેંકો તરફથી હોમ, કાર અને પર્સનલ લોન ઓફર્સ પર એક નજર છે.

હોમ લોન ઓફર (Home Loan Offer)

  • એક્સિસ બેંક: ખાનગી બેંક 7.40 ટકાથી શરૂ થતા વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે.બેંક ઓફ બરોડા : બેંક ઓફ બરોડામાં ઓછી પ્રોસેસિંગ ફી અને 7.45 ટકાથી શરૂ થતા વ્યાજ દરે મફત ક્રેડિટ કાર્ડ સાથે હોમ લોન ઉપલબ્ધ છે.
  • બેંક ઓફ મહારાષ્ટ્ર : કોઈ પ્રોસેસિંગ ફી વગર 7.35 ટકા વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે.
  • એચડીએફસી બેંક: 7.40 ટકાથી શરૂ થતા વ્યાજ દરે હોમ લોન ઓફર કરવામાં આવી રહી છે.
  • ઇન્ડસઇન્ડ બેંક : ધિરાણકર્તા બેંક સ્પર્ધાત્મક દરે 30 વર્ષ સુધીની મુદત સાથે હોમ લોન આપે છે.
  • 50 વર્ષની ઉંમર સુધીમાં 5 કરોડનું ફંડ તૈયાર થઈ જશે. આ રીતે એસઆઈપી તમને કરોડપતિ બનાવશે

કાર લોન ઓફર : (Car loan offers)

  • એક્સિસ બેંક : કાર લોન પર પ્રોસેસિંગ ફી પર 50 ટકા, 8 વર્ષ સુધીની મુદત અને ફોરક્લોઝર ચાર્જ બે વર્ષ પછી માફ કરવામાં આવશે.
  • બેંક ઓફ બરોડા : કાર લોન 8.15 ટકાથી શરૂ થાય છે અને ઓન રોડ પ્રાઇસના 90 ટકા સુધી ફાઇનાન્સ કરવામાં આવે છે અને ફ્લોટિંગ રેટ્સ પર કોઈ ફોરક્લોઝર ચાર્જ નથી.
  • બેંક ઓફ મહારાષ્ટ્ર : કાર લોન 7.70 ટકાથી શરૂ થાય છે.
  • એચડીએફસી બેંક: કાર લોન 8.55 ટકાથી શરૂ થાય છે અને કોઈ ફોરક્લોઝર ચાર્જ નથી.
  • કેનેરા બેંક : કાર લોન, લોનની રકમ પર કોઈ ઉપલી મર્યાદા નથી, 90 ટકા સુધીનું ફાઇનાન્સિંગ, ન્યૂનતમ પ્રોસેસિંગ ફી અને કોઈ પ્રીપેમેન્ટ પેનલ્ટી નથી.
  • IDBI Bank : 30 સપ્ટેમ્બર 2025 સુધી કાર લોન પર 100 ટકા પ્રોસેસિંગ ફી માફ કરવામાં આવી છે.

પર્સનલ લોન ઓફર : Personal loan offers

  • એચડીએફસી બેંક: પર્સનલ લોન 9.99 ટકાથી શરૂ થાય છે, કોઈ ફોરક્લોઝર ફી વસૂલ નથી અને 72 મહિના સુધી ચુકવણીની મંજૂરી આપે છે.
  • આઈસીઆઈસીઆઈ બેંક: પર્સનલ લોન 9.99 ટકાથી શરૂ થતા વ્યાજ દરે ઉપલબ્ધ છે.
  • ઈન્ડસઈન્ડ બેંક: પ્રોસેસિંગ ફી પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ