Home Loan EMI Reduced : ઘર ખરીદવાનું વિચારતા લોકો માટે એક સારા સમાચાર છે. તાજેતરમાં રિઝર્વ બેંક દ્વારા વ્યાજદર ન ઘટાડવા છતાં પણ તમને નીચા વ્યાજદરે હોમ લોન લઇ ઘર ખરીદવાની તક મળી રહી છે. બે સરકારી બેંકો પંજાબ નેશનલ બેંક (PNB) અને બેંક ઓફ ઈન્ડિયા (BoI) હોમ લોન વ્યાજદર ઘટાડ્યા છે. હકીકતમાં બંને બેંકોએ સપ્ટેમ્બરની શરૂઆતમાં જ MCLR ઘટાડ્યો છે. MCLR ઘટવાથી બેંક લોનના વ્યાજદર ઘટ્યા છે. ચાલો જાણીયે કઇ બેંક ક્યા વ્યાજદરે હોમ લોન આપી રહી છે.
MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ્સ એ દર છે જેનાથી નીચે બેંક લોન આપી શકતી નથી. આમ MCLRમાં વધઘટની સીધી અસર હોમ લોન પર થાય છે. જેમણે ફ્લોટિંગ રેટ વાળી હોમ લોન, પર્સનલ અને ઓટો લોનની ઇએમઆઈ ઘટશે.
પીએનબી એ સપ્ટેમ્બર 2025માં MCLR રેટ 0.15 ટકા સુધી ઘટાડ્યો છે. તો બેંક ઓફ ઈન્ડિયાએ MCLR રેટમાં 0.05 ટકાથી 0.15 ટકા સુધી ઘટાડો કર્યો છે. બંને બેંકોના નવા વ્યાજદર 1 સપ્ટેમ્બર, 2025થી લાગુ થયા છે. જેમના વ્યાજદર MCLR સાથે લિંક છે તેવા ગ્રાહકોને લાભ થશે.
નોંધનિય છે કે, આરબીઆઈ એ ગત ઓગસ્ટ મહિનાની મોનેટરી પોલિસીમાં રેપો રેટ 5.5 ટકા યથાવત રાખ્યો હતો. પરંતુ બેંકોએ ગ્રાહકોને આકર્ષિક કરવા અને હરિફમાં ટકી રહેવા માટે પોતાનો MCLR ઘટાડ્યો છે.
PNB : નવા MCLR રેટ
સમયગાળો જુનો દર નવો દર ઓવરનાઇટ રેટ 8.15% 8% 1 મહિનો 8.30% 8.25% 3 મહિનો 8.50% 8.45% 6 મહિનો 8.70% 8.65% 1 વર્ષ 8.85% 8.80% 3 વર્ષ 9.15% 9.10%
BOB : નવા MCLR દર
સમયગાળો જુનો દર નવો દર એક રાત 7.95% 7.95% 1 મહિનો 8.40% 8.30% 3 મહિનો 8.55% 8.45% 6 મહિનો 8.80% 8.70% 1 વર્ષ 8.90% 8.85% 3 વર્ષ 9.15% 9%
લોન ધારકોને શું ફાયદો થશે?
MCLR રેટમાં વધ ઘટની અસર હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન જેવા ફ્લોટિંગ રેટ વાળી બેંક લોનની ઇએમઆઈ પર થાય છે. વ્યાજદર ઘટવાથી હાલની બેંક લોનના ઇએમઆઈ ઘટે છે સાથે સાથે નવી લોન પણ ઓછા વ્યાજદર પર મળી શકે છે. અલબત્ત નવા ફ્લોટિંગ રેટ લોન હવે EBLR (External Benchmark Lending Rate) સાથે લિંક હોય છે. બેંક ગ્રાહકો ઇચ્છે તો MCLR માંથી EBLR પર શિફ્ટ થવાનો વિકલ્પ આપે છે.