Cheapest Home Loan : હોમ લોન સસ્તી થઇ, 5 સરકારી બેંકોએ વ્યાજદર ઘટાડ્યા, તમારો લોન EMI નથી ઘટ્યો? તો આટલું કરો

Bank Home Loan EMI Interest Rate Cut : આરબીઆઈ રેપો રેટ કટ બાદ 5 સરકારી બેંકો એ વ્યાજદર ઘટાડતા હોમ લોન સસ્તી થઇ છે. જાણો કઇ બેંક સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે. તમે આ પગલાં અનુસરી તમારી હોમ લોન EMI ઘટાડી શકો છો.

Written by Ajay Saroya
Updated : December 09, 2025 11:38 IST
Cheapest Home Loan : હોમ લોન સસ્તી થઇ, 5 સરકારી બેંકોએ વ્યાજદર ઘટાડ્યા, તમારો લોન EMI નથી ઘટ્યો? તો આટલું કરો
Home Loan: હોમ લોન પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

Cheapest Home Loan EMi : આરબીઆઈ એ રેપો રેટ ઘટાડતા હોમ લોન સસ્તી થઇ છે. રેપો રેટમાં ઘટાડા અનુસાર બેંકો દ્વારા હોમ લોન, ઓટો લોન સહિત વિવિધ લોનના વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તેનાથી નવી બેંક લોનના વ્યાજદર ઘટ્યા છે સાથે સાથે જુની બેંક લોનના EMIમાં ઘટાડો થયો છે. અહીં રિઝર્વ બેંકના રેટ કટ બાદ કઇ કઇ બેંકોએ હોમ લોન સસ્તી કરી છે તેની વિગત આપી છે. જો તમારી હાલની હોમ લોન સસ્તી નથી થઇ તો શું કરવી તેનીપણ જાણકારી આપી છે.

PNB Loan Rate Cut : પીએનબી હોમ લોન સસ્તી થઇ

પંજાબ નેશનલ બેંક તેનો રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) 8.35 ટકા થી ઘટડીને 8.10 ટકા કર્યો છે. આ નવા લોન વ્યાજદર 6 ડિસેમ્બર, 2025 થી લાગુ થયા છે. RLLR ઘટવાથી હોમ લોન સહિત વિવિધ લોનના વ્યાજદર ઘટ્યા છે. બેંકે કે સ્પષ્ટ કર્યું છે કે, MCLR અને બેસ રેટમાં હાલ કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Bank Of India Loan Rate Cut : બેંક ઓફ ઈન્ડિયા લોન રેટ કટ

બેંક ઓફ ઈન્ડિયાએ પોતાનો રેપો બેઝ્ડ લેન્ડિંગ રેટ (RBLR) 0.25 ટકા ઘટાડ્યો છે. બેંકના નવા વ્યાજદર 5 ડિસેમ્બરથી લાગુ થયા છે. તાજેતરના રેટકટ બાદ RBLR 8.35 ટકા થી ઘટીને 8.10 ટકા થયો છે. બેંકે જણાવ્યું છે કે, RBLR ઘટવાથી એવા કસ્ટમરને રાહત થશે, જેમની હોમ લોન, કાર લોન કે MSME લોન રેપો રેટ સાથે લિંક થયેલી છે. વ્યાજદર ઘટવાથી લોન ઇએમઆઈ ઘટશે.

Indian Bank Loan Rate Cut : ઈન્ડિયન બેંક લોન રેટ કટ

ઈન્ડિયન બેંકે પણ Repo Linked Benchmark Lending Rate (RBLR) 0.25 ટકા ઘટાડ્યો છે. આ સાથે નવા વ્યાજદરર 8.20 ટકા થી ઘટીને 7.95 ટકા થયો છે. નવા વ્યાજદર 6 ડિસેમ્બર, 2025થી લાગુ થયા છે. RBLR ઉપરાંત ઈન્ડિયન બેંકે MCLRમાં પણ 0.05 ટકાનો ઘટાડો કર્યો છે, જેનાથી લોન સસ્તી થઇ છે.

Bank of Maharashtra Loan Rate Cut : બેંક ઓફ મહારાષ્ટ્ર લોન રેટ કટ

સરકારી માલિકીની બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કરાયો છે. હવે બેંકની હોમ લોન 7.10 ટકા અને કાર લોન 7.45 ટકાના વ્યાજદરથી શરૂ થાય છે, જે હાલના સમયે બેંકિંગ સેક્ટરમાં સૌથી નીચા વ્યાજદર છે.

Bank of Baroda Loan Rate Cut : બેંક ઓફ બરોડા લોન રેટ કટ

બેંક ઓફ બરોડાએ રેપો બેઝ્ડ લેન્ડિંગ રેટ (RLLR) 0.25 ટકા ઘટાડ્યો છે. જેનાથી લોનના વ્યાજદર 8.15 ટકાથી ઘટીને 7.90 ટકા થયો છે. નવા વ્યાજદર 6 ડિસેમ્બરથી લાગુ થયા છે.

તમારી બેંકે લોન સસ્તી નથી કરી? આ પગલાં લો

આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડ્યા બાદ બેંકો વ્યાજદરમાં ઘટાડાનો પુરેપુરો લાભ લોનધારકોને આપતી નથી. આવી સ્થિતિમાં તમે અમુક પગલાં અનુસરી તમારી હોમ લોન કે કાર લોનના વ્યાજદર ઘટાડી શકો છો.

જો તમારી બેંકે લોનના વ્યાજદર નથી ઘટાડ્યા તો સૌ પ્રથમ તમારી બેંકમાં જઇ આ વિશે પુછપરછ કરો. બેંક ઓફિસરને લોનના વ્યાજદર ઘટાડવા વિનંતી કરો. જો તમારી બેંક લોન ઇએમઆઈ નથી ઘટાડી રહી તો લોન બેલેન્સ ટ્રાન્સફરનો વિકલ્પ વિચારી શકાય છે.

હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર કરો

લોન બેલેન્સ ટ્રાન્સફર પ્રક્રિયામાં તમારી બાકી લોન રકમને હાલ કરતા ઓછા વ્યાજદર વાળી બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સૌ પ્રથમ એ તપાસો કે, કઇ કઇ બેંકો નીચા વ્યાજદર પર લોન બેલેન્સ ટ્રાન્સફરની સુવિધા આપી રહી છે. ત્યારબાદ બેંક સાથે સંપર્ક કરો. નીચા વ્યાજદર અને સરળ નિયમ હોય તેવી બેંકમાં તમારી હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર કરો. જો કે આ દરમિયાન બેલેન્સ ટ્રાન્સફર ચાર્જ સહિત વિવિધ ચાર્જ વિશે જાણકારી મેળવી લેવી જરૂરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ