Cheapest Jio, Airtel, Vodafone Idea Plans: રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઇડિયા દ્વારા મોબાઈલ રિચાર્જ મોંઘા કરવામાં આવ્યા છે. ત્રણેટ ટેલિકોમ કંપનીએ તેમના પ્રીપેડ અને પોસ્ટ પેડ ટેરિફ રેટ વધારી દીધા છે. નવા રિચાર્જ પ્લાન 25 ટકા સુધી મોંઘા થઈ ગયા છે અને 3 જુલાઈ 2024થી લાગુ કરવામાં આવશે. પહેલાની જેમ આ ત્રણેય કંપનીઓ અલગ-અલગ બંડલ પ્લાન ઓફર કરે છે અને તે માસિક, ત્રિમાસિક અને વાર્ષિક વેલિડિટી સાથે આવે છે.
જિયો, એરટેલ અને વીઆઈના તમામ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે ડેટા બેનિફિટ મળે છે. આજે અમે તમને એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયાના સૌથી સસ્તા નવા પ્રીપેડ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ…
199 રૂપિયાનો જિયો પ્રીપેડ પ્લાન: Jio Rs 199 Prepaid Plan
જિયોના સૌથી સસ્તા મંથલી રિચાર્જ પ્લાનની કિંમત હવે 155 રૂપિયાથી વધીને 199 રૂપિયા થઈ ગઈ છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલિંગ, 300 એસએમએસ અને 2જીબી 4જી ડેટા મળે છે. તમને જણાવી દઇયે કે, આ પ્રીપેડ પ્લાન ખાસ કરીને એવા ગ્રાહકો માટે છે જેઓ હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ કનેક્શનનો ઉપયોગ કરે છે અને તેમને વધારે મોબાઇલ ડેટાની જરૂર નથી. જિયો અને એરટેલ રિચાર્જ પ્લાનની સંપૂર્ણ વિગત વાંચો
એરટેલ 199 રૂપિયાનો પ્રીપેડ પ્લાન: Airtel Rs 199 Prepaid Plan
એરટેલે પણ પોતાના સૌથી સસ્તા મંથલી પ્રીપેડ પ્લાનની કિંમત 179 રૂપિયા વધારીને 199 રૂપિયા કરી દીધી છે. આ પ્રીપેડ પ્લાનમાં માત્ર જિયો વાળા જ ફાયદા મળે છે. એરટેલના આ રિચાર્જ પેકમાં દરરોજ અનલિમિટેડ વોઇસ કોલિંગ, 2જીબી 4જી ડેટા અને 100 એસએમએસ મળે છે. આ પ્લાન તેવા લોકો માટે પરફેક્ટ છે જે સિમ કાર્ડનો ઉપયોગ માત્ર કોલ અને મેસેજ માટે જ કરે છે.
વોડાફોન આઈડિયાનો 199 રૂપિયાનો પ્રીપેડ પ્લાન: Vi Rs 199 Prepaid Plan
વોડાફોન આઈડિયાનો સૌથી સસ્તા માસિક રિચાર્જ પ્લાનની કિંમત પણ 199 રૂપિયા રાખવામાં આવી છે. વોડાફોન આઈડિયાના પ્લાનમાં જિયો અને એરટેલની જેમ 28 દિવસ માટે 2 જીબી ડેટા ઉપલબ્ધ છે. ગ્રાહકોને આ પેકમાં અનલિમિટેડ કોલિંગ અને 300 એસએમએસ આપવામાં આવે છે. વોડાફોન આઈડિયા રિચાર્જ પ્લાન વિશે સંપૂર્ણ વિગત અહીં વાંચો
તમને જણાવી દઇયે કે, જો તમે એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયાના કસ્ટમર છો તો પણ ફોન નંબર એક્ટિવ રાખવા અને કોલ કરવા માટે તમારે ઓછામાં ઓછા 199 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ પહેલા જિયો 155 રૂપિયા, એરટેલ 179 રૂપિયાનું રિચાર્જ કરાવુ પડતુ હતું. એરટેલ અને જિયો યૂઝર્સ માટે આ નવા રિચાર્જ પ્લાન 3 જુલાઈથી ઉપલબ્ધ થશે જ્યારે 4 જુલાઈથી વીઆઈ યૂઝર્સ માટે નવા રિચાર્જ ઉપલબ્ધ થશે.