ફક્ત 1299 રૂપિયામાં 15 વર્ષની વોરંટીવાળું સૌથી સસ્તું Portable AC, ગરમીમાં મળશે રાહત, અહીંથી ખરીદો

Cheapest Portable AC under 1300 Rs: આ મીની પોર્ટેબલ એસી ફેનને એમેઝોન ઇન્ડિયાથી 1300 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. આવો તમને જણાવીએ આ પોર્ટેબલ એસી ફેનની કિંમત અને ફિચર્સ વિશે બધું જ

Written by Ashish Goyal
April 17, 2025 15:48 IST
ફક્ત 1299 રૂપિયામાં 15 વર્ષની વોરંટીવાળું સૌથી સસ્તું Portable AC, ગરમીમાં મળશે રાહત, અહીંથી ખરીદો
આ મિની એર કંડિશનર ફેનની સૌથી ખાસ વાત એ છે કે કંપની તેના પર 15 વર્ષની વોરંટી આપી રહી છે

Cheapest Portable AC under 1300 Rs: હાલ ઉનાળામાં કાળઝાળ ગરમી શરુ થઇ ગઇ છે અને દરરોજ ગરમીનો પારો વધી રહ્યો છે. ઉનાળાની ઋતુમાં અને ખાસ કરીને જે લોકો ઘરની બહાર હોય છે તેમના માટે તો આ ઋતુમાં ઘણું સાચવવું પડે છે. પરંતુ હવે ટેકનોલોજીની પ્રગતિ સાથે બજારમાં એવી ઘણી પ્રોડક્ટ્સ છે જે તમે તમારા ઘર કે ઓફિસની બહાર જાવ ત્યારે તમારી સાથે લઇ જઇ શકો છો અને ઠંડકનો અહેસાસ કરી શકો છો.

આજે અમે તમને જણાવી રહ્યા છીએ આવા જ એક મની પોર્ટેબલ એસી ફેન વિશે જેને એમેઝોન ઇન્ડિયાથી 1300 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. આ મિની એર કંડિશનર ફેનની સૌથી ખાસ વાત એ છે કે કંપની તેના પર 15 વર્ષની વોરંટી આપી રહી છે. આવો તમને જણાવીએ આ પોર્ટેબલ એસી ફેનની કિંમત અને ફિચર્સ વિશે બધું જ.

TRIDEO પોર્ટેબલ AC Fan કિંમત, ઓફર્સ

15 વર્ષની વોરંટી સાથે આવનાર આ એસી ફેન એમેઝોન ઇન્ડિયા પર માત્ર 1,299 રૂપિયાની કિંમતે ખરીદી માટે ઉપલબ્ધ છે. આ એસી સિલેક્ટેડ બેન્ક ઓફર્સથી ખરીદી શકાય છે. એમેઝોન ઇન્ડિયા પર આપવામાં આવેલી જાણકારી અનુસાર આ એસી 10 દિવસની રિટર્નેબલ ઓફર સાથે આવે છે અને ડિલિવરી ફ્રી છે.

TRIDEO પોર્ટેબલ એસી ફેન ઓફર

ટ્રીડિયો કંપનીની આ મિની પોર્ટેબલ એસી ફેન ટેબલ પર લગાવી શકાય છે. એટલે કે આ માટે કોઈ પણ દીવાલ, બારીમાં તોડફોડ કરવાની જરૂર નથી. તેમાં એડજેસ્ટેબલ સ્પીડ, સાઇલન્ટ ઓપરેશન, ઓટો શટ-ઓફ અને એલઇડી લાઇટ કન્ટ્રોલ જેવા ફીચર્સ મળે છે. પર્સનલ કૂલિંગના ઇરાદાથી તૈયાર કરવામાં આવેલું આ પોર્ટેબલ એસી ગમે ત્યાં લઇ જઇ શકાય છે.

આ પણ વાંચો – રેડમીએ ભારતમાં લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર્સ

કંપનીનું કહેવું છે કે બિલ્ટ-ઇન હાઇ કેપેસિટીવાળા આ ફેન એસીનો ઉપયોગ કોર્ડલેસ પણ કરી શકાય છે. એટલે કે પાવર વગરની જગ્યાએ પણ તમે તેને સરળતાથી ચલાવી શકો છો. USB ચાર્જિંગ પાવર બેંક સાથે સુસંગત છે.

એમેઝોન પર આપવામાં આવેલી જાણકારી અનુસાર આ એસીનો ઉપયોગ ઘર, ઓફિસ, કિચન અને લિવિંગ રૂમ માટે કરી શકાશે. પ્રોડક્ટનું ડાઇમેંશન 25D x 15W x 10H સેન્ટીમીટર છે. આ પોર્ટેબલ ફેન એસીને વન-ટચ કન્ટ્રોલથી સરળતાથી ઓપરેટ કરી શકાય છે. તેમાં એક રિમૂવેબલ વોટર ટેન્ક અને ફિલ્ટર છે જેને સાફ કરવું સરળ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ